________________
તે જ્યારે ભૂખ્યો થાય છે (ખાવા ઇચ્છે છે), જ્યારે તરસ્યો થાય છે (પીવા ઇચ્છે છે), જ્યારે પોતાને સંતોષતો (પોતે આનંદ માણતો) નથી, એ (તા:) એની દીક્ષા(વિધિ) છે.
અહીં તા: સર્વનામ સમગ્ર વાક્યમાં શિશિષત, પિપાતિ, મળે પદોથી દર્શાવેલી દીક્ષાવિધિના સંદર્ભમાં યોજાયું છે. (૧૧) છા. ઉપ. ૭.૨૫.૧ (પા. ૪૦૧).
स एवाधस्तात् स उपरिस्तात् स पश्चात् स पुरस्तात् स दक्षिणत: स उत्तरतः स एवेदं सर्वमिति । “તે નીચે, તે ઉપર, તે પશ્ચિમે, તે પૂર્વે, તે દક્ષિણે, તે ઉત્તરે, તે જ આ સર્વ (જગતુ) છે.”
હ્યુમ (પા. ૨૬૧) આ વાક્યને ઉપર દર્શાવેલાં છા. ઉપ.નાં ઉદાહરણોમાં અપવાદ તરીકે ગણે છે; અને આ વાક્યના અંતિમ વિધાન .... વેટું સર્વમિતિ માં આવતું : સર્વનામ પૂનાના સંદર્ભમાં યોજાયું છે; અને આની શરૂઆતમાં ચાલી આવતા પૂનાના વર્ણનને લીધે, અહીં : સર્વનામે મૂમ ના સંદર્ભમાં જૂની નાં જાતિ (પુ.) અને વચન (એકવચન) સ્વીકાર્યા છે; પરંતુ તે સર્વનામે વિધેય-પ્રથમા વિભક્તિ દ્વમ્ પદનાં નપું. એકવચન નથી સ્વીકાર્યા, એમ જણાવે છે. પરંતુ હ્યુમનું આ વિવરણ યથાર્થ નથી. કારણ કે આ આખું વાક્ય આનુષંગિક છે, અને તેનાં અધતત, ૩પરિતત, વગેરે ક્રિયાવિશેષણો ઉપરથી અહીં કોઈ ગત્યાત્મક ક્રિયાપદ (દા.ત. “વિસ્તરે છે'') અધ્યાહાર્ય (ellipsis) છે. આ રીતે ઉપર્યુક્ત વાક્યનો અર્થ એ થાય છે કે :
“તે નીચે-ઉપર-પશ્ચિમે-પૂર્વે-દક્ષિણે-ઉત્તરે (વિસ્તરે છે); તે જ આ સર્વ (જગતમાં વિસ્તરે) છે.” સરખાવો મુંડક ઉપનિષદ્ ૨-૨-૧૧ (પા. ૩૩)
ब्रह्मैवेदममृतं, परस्ताद् ब्रह्म, पश्चाद् ब्रह्म, दक्षिणतश्चोत्तरेण- अधश्चोर्ध्वं च प्रसृतं, ब्रह्मैवेदं विश्वमिदं वरिष्ठम् ।
બ્રહ્મ આ અમૃત છે, બ્રહ્મ પૂર્વમાં, બ્રહ્મ પશ્ચિમમાં, દક્ષિણમાં અને ઉત્તરે, નીચે અને ઉપર, પ્રસરેલું (છે) બ્રહ્મ જ આ બધે (વિશ્વ) અને અત્યંત બહોળા વિસ્તારમાં (પ્રસરે છે.)”
અહીં ક્રિયાવિશેષણો (૫૨તાત, પછાત, વગેરે) સાથે સ્પષ્ટ રીતે ગત્યાત્મક ક્રિયાપદ પ્ર+ઙ્ગ યોજાયું છે.
આ બધાં ઉદાહરણો (૧-૧૧) ઉપરથી સ્પષ્ટ થાય છે કે છા. ઉપ.ની વાક્યરચના વૈદિકવામયની ગદ્ય વાક્યરચનાની સમાન જાય છે. (જુઓ : “સર્વનામોની તારવણી” પરિશિષ્ટ ૧). હ૬ : ધ્રુવપંક્તિમાં તત્સત્યમ્ અને તે માત્મા:
ઉપર્યુક્ત ( ૪) વૈદિક ગદ્યમાં આવતી વાક્યરચનાના નિયમો તથા ઉદાહરણો ઉપરથી નિશ્ચિત થાય છે કે, પ્રસ્તુત છા, ઉ૫. ૬.૮-૧૬ની ધ્રુવપંક્તિમાં સંકળાયેલા તત્ સત્યમાં તત્ સર્વનામ પૂર્વવર્તી ખમા (પું. એકવચન) ના સંદર્ભમાં યોજાયું છે, છતાં અહીં આ સર્વનામે તેના વિધેય-પ્રથમા-વિભક્તિ પદ સત્ય નાં જાતિ (નપુ) અને વચન (એકવચન) સ્વીકાર્યા છે, પરંતુ મણિમા નાં જાતિ-વચન (પુ. એકવચન) નથી સ્વીકાર્યા.
આ રીતે, પ્રસ્તુત ધ્રુવપંક્તિમાં સંકળાયેલા સ માત્મા માં : સર્વનામ uિrમાના સંદર્ભમાં છે તે સ્વાભાવિક સ્પષ્ટ થાય છે, કારણ કે, સ: સર્વનામના સંદર્ભમાં રહેલો પૂર્વવર્તી મા શબ્દ અને વિધેય પ્રથમવિભક્તિ તરીકે રહેલો આત્મા શબ્દ, આ બંને શબ્દો છું. એકવચનમાં છે, છતાં એમ કહી શકાય કે : સર્વનામે અહીં જમાના સંદર્ભમાં રહીને વિધેય પ્રથમાવિભક્તિ પદ આત્માનાં જાતિ (પુ.) અને વચન (એકવચન) સ્વીકાર્યા છે. '
વળી, આ ધ્રુવપંક્તિમાં ઉમિન પદ સિવાય બીજું એવું કોઈ પદ નથી કે જેનો સંદર્ભ : સર્વનામ સૂચવતું હોય. ઉપરાંત, આ ધ્રુવપંક્તિથી અન્યત્ર-બીજે સ્થળે -ક્યાંય : સર્વનામ માટે અન્ય કોઈ સંદર્ભ શોધવો પડે એવો કોઈ અગત્યનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી.
વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્ત્વમસિ (છા.ઉપ. ૬.૮-૧૨)નું વિવેચન] [૫૩