SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં મરૌ વા... પુષ્પમ સુધીનું વર્ણન તેની અંતે આવતા તા અમૃતા માપ:ની અપેક્ષા રાખે છે એવું સૂચન કરતું હ્યુમનું ભાષાંતર =The drops of the nectar fluid [arose as follows] (પા.૨૦૩) યથાર્થ નથી. અહીં તેસર્વનામ તેના પુરોવર્તી શબ્દ સાથે નહીં કે તેના કોઈ ઉત્તરવર્તી શબ્દ સાથે-સંદર્ભમાં રહ્યું છે. સામાન્ય રીતે, ત- સર્વનામ વાક્યની શરૂઆતમાં કોઈ શબ્દનું પુનરાવર્તન કરે છે, અથવા તો વાક્યરચનાનો પૂર્વાપર સંદર્ભ દર્શાવે છે. આવી વાક્યરચના અન્વાદેશીય (Anaphoric સરખાવો =નિરુક્ત ૪.૨૫ પા. ૬૯ અને પાણિનિ ૨.૪.૩૨-૩૪ પાનાં ૫૪૬-૫૪૯) હોય છે. આવાં વાક્યોમાં તે – સર્વનામ કોઈ નવો જ મુદ્દો સૂચવતું નથી, કે તે કોઈ એવા મુદાની અપેક્ષા પણ રાખતું નથી. અહીં અમૃતા માપ: પ્રવાહીઓ છે અને છા. ઉપ. ભિન્ન ભિન્ન પ્રકારનાં પ્રવાહીઓ ભિન્ન ભિન્ન ઉપમાથી દર્શાવે છે; જેમકે તેઓ યજ્ઞની પ્રવાહી આહૂતિઓ છે, દા.ત. સોમ, ઘી, દૂધ વગેરે (સરખાવો આ ઉપરનું શાંકરભાષ્ય પા. ૧૧૯-૧૨૨), તે મધુમાખીઓએ સર્જેલો રસ છે. (છા. ઉપ. ૩.૧.૩), તે દેવોના સૂર્ય પ્રત્યે વહે છે. (છા.ઉપ.૩.૧-૪.) તે અમૃતના લીધે દેવો નિર્ભર છે. (છા ઉપ.૩.૬.૧). તેઓ સાચેસાચ દેવમધુ છે, અને અહીં આમ તેસર્વનામ સ્વાભાવિક રીતે જ આ બધુ ના સંદર્ભમાં રહે છે. () ઉપર ૪૪. (૨-૩)માં જણાવ્યા પ્રમાણે છા.પિ.માં પણ સંબંધક વાક્યરચનામાં ગૌણ-વાક્યના વિશિષ્ટ કિર્તાના સંદર્ભમાં તે- સર્વનામનો પ્રયોગ મુખ્ય વાક્યમાં થાય છે. આ માટે ઉદાહરણ ૬-૮ આપવામાં આવે છે; જેમ છા.ઉપ. ૭.૨૩.૧ (પા. ૩૯૭) : જો વૈ પૂમા, તત્ સુદ્યમ્ “જે પરિપૂર્ણતા (પૂના) છે, તે (તત્ =ધૂમા) સુખ છે.” (૭) છા.ઉપ. ૧.૩.૩. (પા. ૩૦) - યો નઃ, સા વૈદ્ ! જે થાન (વ્યાપ્ત થયેલો વાયુ) છે, તે (ા =ાન:) વાણી છે.” (૮) છો. ઉપ. ૩.૧૯.૨ (પા. ૧૭૭) तद् यद् रजतं, सेयं पृथिवी । તે જે (અર્ધભાગ) રજત છે, તે (સાકરેનતમ) આ પૃથ્વી છે.” ઉપરાંત જુઓ, છા.ઉપ.૨.૭.૨ અને ૩.૧૬.૧. (૯) આ ઉપરાંત કેટલીકવાર ગૌણ સંબંધક વાક્યના સમગ્ર વિષય વસ્તુના સંદર્ભમાં પણ ત- સર્વનામ યોજાય છે. આ માટે નીચે ઉદાહરણો ૯-૧૦ દર્શાવવામાં આવે છે. છા. ઉપ.૭.૨૪.૧ (પા.૩૯૮-૩૯૯) यत्र नान्यत् पश्यति, नान्यच्छृणोति, नान्यद् विजानाति, स भूमा । ‘જયાં કોઈ અન્ય કાંઈ જોતું નથી, અન્ય કોઈ સાંભળતું નથી, અન્ય કાંઈ (નિશ્ચિત) જાણતું નથી, તે (:) પરિપૂર્ણતા છે.” અહીં : સર્વનામ યત્ર નાચ....વિજ્ઞાનતિ સુધીના ગૌણ સંબંધક વાક્યના સમગ્ર વિષયવસ્તુના સંદર્ભ માટે યોજાયું છે, છતાં આ સર્વનામે સ્વીકાર્યા છે જાતિ(પુ.) અને વચન (એકવચન) તો પૂનાનાં ! (૧૦) છા. ઉપ. ૩.૧૭.૧ (પા. ૧૬૮). स यद् अशिशिषति यत् पिपासति यन्न रमते ता अस्य दीक्षा । પ૨]. [સામીપ્ય : ઑકટોબર, ૨000-માર્ચ, ૨૦૦૧
SR No.249692
Book TitleVaidik Vakya Rachnama Sarvanamo Ane Vyakaranni Visangati
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherBansidhar Bhatt
Publication Year
Total Pages20
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy