________________
નથી કારણકે) શીર્ણ કરાતો નથી. તે અસંગ છે (કારણ કે, સક્ત થતો નથી, તે અવિનાશી છે, તે વ્યથા પામતો તેથી (ક) ઘવાતો નથી”
આ વિધાન પછી ઉપસંહારમાં એવો જ પ્રશ્ન (જુઓ ઉપર (i) ) ફરીથી આવીને ઊભો કે (iii) વિજ્ઞાતારમ્ અરે, વેન વિનાનયાત્ ? “અરે, (કોઈ વ્યક્તિ) વિજ્ઞાતાને કોનાથી જાણે (જાણી શકે ) ?” ,
[અહીં બૃ.૧પ. (કાવશાખા) ૪.૫.૧૫ ના સળંગ વિધાનને વિશદતા ખાતર (i) (ii) (iii) એવા ત્રણ ભાગમાં જણાવ્યું છે.]
ઉપર જણાવેલા ઉલ્લેખમાં સ્વાભાવિક ક્રમ એ રીતે સંભવે કે સૌ પ્રથમ પ્રશ્ન (i), પછી તરત જ તેવા પ્રશ્નની પરાકાષ્ઠા રજૂ કરતાં પ્રશ્ન (iii) આવે; પણ આ બંને પ્રશ્નો વચ્ચે પ્રક્ષિપ્ત થયેલું ત ત વિધાન (ii) સમગ્ર વિષયવસ્તુને અનુરૂપ છતાં પ્રશ્ન (i) અને પ્રશ્ન (iii)ની સ્વાભાવિક સળંગસૂત્રતામાં અવરોધ કરે છે. તેમ છતાં, બૃ. ઉપ. ૪.૫.૧૫ (કાર્વશાખા)માં નેતિ નેતિ વિધાનનું પુનરાવર્તન બુ. ઉપ.ના મૂળભૂત, મધ્યવર્તી વિષય-નિરૂપણ-સમઝને આવરી લે છે.
આમ, . ઉપ.માં નેતિ નેતિ ની જેમ, પણ કાંઈક વધુ પદ્ધતિસર, છા.ઉપ. ના છઠ્ઠા અધ્યાયમાં પ્રસ્તુત ધ્રુવપંક્તિ પણ આગળ પડતો ભાગ ભજવે છે તે નીચે જણાવવામાં આવે છે. હ૧૧ : ધ્રુવપંક્તિની વિશેષતા :
ઉપર (૮) દર્શાવેલા કારણ ઉપરાંત, છા.ઉપ.ના છઠ્ઠા અધ્યાયના ખંડોમાં પ્રસ્તુત ધ્રુવપંક્તિ પ્રક્ષિપ્ત થવાનું બીજું પણ કારણ છે. સામાન્ય રીતે, પ્રાચીન ઉપનિષદૂ-ગ્રંથોમાં ક્યાંક ક્યાંક વિષયવસ્તુનો ઉપસંહાર દર્શાવવા વર્ણનમાં અંતે આવતા કોઈ શબ્દોની પુનરાવૃત્તિનો નિયમ હોય છે. છા.ઉપ.ના છઠ્ઠા અધ્યાયના ખંડ ૮-૧૧; ૧૩-૧૬નાં વર્ણનોના અંતે ધ્રુવપંક્તિ પ્રક્ષિપ્ત થતાં-જોડાતાં - તે તે ખંડોનો ઉપસંહાર પણ સરસ રીતે વ્યક્ત થઈ શક્યો . (છા.૧પ.૬.૧૨માં તો ધ્રુવપંક્તિની મૌલિક રચના થઈ ગઈ હતી.) .
- જેમ બ. ઉપ. (કાવશાખા) ૪.૫.૧૫ માં નેતિ નેતિ વિધાનના પ્રક્ષેપથી તેની મૂળ સળંગસૂત્રતાનો અવરોધ થયો, તે રીતે છા.ઉપ. ૬-૧૪ અને ૬.૧૫માં આ ધ્રુવપંક્તિ જોડાવાથી આ બંને ખંડોનાં મૂળ વર્ણનમાં જળવાઈ રહેલી સળંગસૂત્રતા ટકી શકી નથી. (સરખાવો રણ્ ૧૯૫૫ પાનાં. ૯૧...)
(૧) અહીં, ખંડ ૧૪ માં આંખે પાટા બંધાયેલા પુરુષનું દષ્ટાંત (allegory) આવે છે. તેમાં, તે પુરુષને ચોરે આંખે પાટા બાંધી ગંધારદેશમાંથી જનશૂન્ય દેશમાં એકલો મૂકી દેતાં, તે ફરી ફરીને, પૂછતાં પૂછતાં પાછો પોતાના ગંધારદેશમાં આવી પહોંચ્યો. ખંડ ૧૫ માં મૃત્યુશરણ કોઈ માંદી વ્યક્તિનું વર્ણન આવે છે. અહીં, મૃત્યુશરણ વ્યક્તિની માનસિક શક્તિઓ તેમના કારણમાં લીન ન થાય ત્યાં સુધી તેઓ કાંઈક ક્રિયાશીલ રહી શકે છે એવું વર્ણન આવે છે. મૂળ આધાર કારણ તરફ પ્રયાણ અને તે જ કારણમાં અંતે લય, એવી આ બંને ખંડોનાં મૂળ વિષયવસ્તુની સમાનતા છે. ઉપરાત, બંનેના વિષયવસ્તુનિરૂપણની પરિભાષામાં પણ સમાનતા છે. જેમ કે, (i) છા. ઉપ. ૬.૧૪.૪. (પા.૩પ૩-૩૫૪). ___ तस्य तावदेव चिरं यावन विमोक्ष्येऽथ सम्पत्स्य इति ।
“જ્યાં સુધી- “હું મોક્ષ (બંધનમાંથી છુટકારો) નથી પામતો” (એવી પરિસ્થિતિ રહે) તેટલી જ તેને (મુક્ત, થવામાં) વાર થાય છે. પછી તો “હું (સ્વદેશ/સ્વજનને) મળીશ (તે સ્વજનોને મળે છે)”
(અહીં વાક્યની કિલષ્ટ રચના અનુવાદ કરવામાં મુશ્કેલી સર્જે છે ! પરંતુ, તેનો ભાવાર્થ સ્પષ્ટ છે. જયાં સુધી આંખે પાટા બાંધેલા છે ત્યાં સુધી પુરુષને ગંધારદેશ તરફ પ્રયાણમાં (સ્વજનોને મળવામાં વિલંબ છે; પણ આંખે બંધન છૂટતાં જ તે સ્વદેશ અને સ્વજનોને પામે છે. આ રીતે આચાર્ય દ્વારા પુરુષ પણ મોક્ષ પામતાંની સાથે જ મૂળ કારણમાં
૫૮]
[સામીપ્ય : ઓકટોબર, ૨૦૦૦-માર્ચ, ૨૦૦૧