SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ nominative), અથવા પ્રથમા વિભક્તિમાં કર્તા (પાણિનિ ૨,૩.૪૬ પા. ૫૧૨) તરીકે યોજાયેલા પદનાં (subject nominative), અથવા સંગતિ દર્શાવતા પદનાં (appositive) જે “વચન” અને “જાતિ” હોય છે તે જ વચનનો અને જાતિનો સ્વીકાર કરી લે છે. ટૂંકમાં, દર્શક સર્વનામ જે શબ્દની સાથે હોય તે શબ્દનાં જાતિ અને વચન સ્વીકારી લે છે. આને “જાતિ-વચન-સ્વીકારનો નિયમ' કહે છે. (સરખાવો =સ્પાયર ૧૮૮૬; $. ૨૭.૧ પા. ૧૮; ૧૮૯૬: § ૯૫ b પા. ૩૦; દેલ્યૂક $૨૭૯ =પા. ૫૬૫; રણ્ ૧૯૬૧ : ૩૬૯, પા. ૫૦૦; ઈક્લેર =પાનાં ૪.....) આ જાતિ વચન-સ્વીકારનો નિયમ તત્ત્વમસિ ના વિવરણ માટે પણ આવશ્યક થઈ પડે છે. સામાન્ય રીતે આ નિયમ અને તેના અનુસંધાનમાં તત્ત્વમસિ નું વિવરણ કરવા પ્રત્યે અનુવાદ કરનારા લોકોનું ધ્યાન ખેંચાતું નથી. આ જાતિ-વચન-સ્વીકારના નિયમનું ઉદાહરણો સાથે વિશદ વિવરણ કરતાં પહેલાં અહીં સર્વનામ માટે કાંઈક સામાન્ય વિવરણ કરવાનું યથાર્થ લાગે છે. (પાણિનિ કે પતંજલિએ વિધેય પ્રથમા વિભક્તિ વિષે કોઈ વિવેચન કે સંજ્ઞા આપ્યાં નથી !) સંસ્કૃતમાં અને ખાસ તો વૈદિક ગ્રંથોમાં સર્વનામ અને નામનો એક સાથે થતો પ્રયોગ ગ્રીક ભાષાના નિશ્ચયાત્મક આર્ટિકલના (article = પદનો અર્થનિર્ણય કરનારો અવ્યય-શબ્દ; જેમ કે, અંગ્રેજીમાં the, વગેરે) જેવો હોય છે. જેમ કે તે રેવા: (=the gods) આવો પ્રયોગ ઋગ્વેદમાં નથી. આ પ્રયોગ કુરુ-પંચાલ કેન્દ્રમાં પ્રચલિત મૈત્રાયણીય-સંહિતા, કાઠક સંહિતા, તૈત્તિરીય-સંહિતા વગેરેમાંથી બધે (વૈદિકગ્રંથોમાં) ફેલાયો. પ્રાચીન વૈદિક કથાનકો સાધારણ રીતે રેવા હૈ થી શરૂ થાય છે, પંરતુ ઐતરેય - બ્રાહ્મણમાં તેવાં કથાનકો તે રેવા:=થી શરૂ થાય છે. આ રીતે વૈદિક સોમ, સ ત્વમ વગેરે પાલિભાષામાં સં. સોમ્ > પાલિ સોહમ્ અને સં. (વૈદિક) તં ત્વમ્ > પાલિ. તે તૅ થયાં. આમ સામાન્ય રીતે વૈદિક શરૂઆત અથ થી થતી ત્યાં ઉત્તરકાલીન વૈદિક ગ્રંથોમાં વાક્યની શરૂઆત સ થી થવા માડી (સરખાવો =વિલ § ૯.૨ પા. ૨૧૩ અને § ૯-૧૦ પા. ૨૨૧). આથી, ત- સર્વનામ સાધારણ રીતે વિશેષણાત્મક (abjectival) નથી હોતું, પરંતુ ત- સર્વનામ વિશેષણાત્મક હોઈ શકે (જુઓ ઈક્લેર પા. ૧૦....) આ ઉપરાંત તત્ સર્વનામ (નપું.) ક્રિયાવિશેષણ તરીકે અનેક અર્થમાં વપરાય છે. (જુઓ § ૧૨). હવે વૈદિક ગદ્યસાહિત્યની વાક્યરચનામાં સર્વનામના જાતિ-વચન-સ્વીકારના નિયમો નીચેનાં ઉદાહરણો ઉપરથી સમજી શકાશે. (૧) જૈમિનીય બ્રાહ્મણ ૩.૩૨૬ (પા. ૪૮૭) તરૂં.....અક્ષરે - ૩પોસર્પતાં સૈવૈષાનુષુવમવત્ । “તેમાંથી ( વાચ્ માંથી). બે અક્ષરો ઉદ્ભવ્યા; તે બે (અક્ષરો : સા =અક્ષરે) આ અનુષ્ટુલ્ છંદ બન્યા’ અહીં સા સર્વનામ અક્ષરે નો (નપું., દ્વિવચન) સંબંધ દર્શાવે છે, પણ તે સર્વનામે વિધેય-પ્રથમાવિભક્તિ-પદ અહુનાં જાતિવચન (સ્રી. એકવચન) સ્વીકાર્યાં છે. અહીં સા.....અનુષુવમવત્ થી એવો અર્થ નથી નીકળતો કે “તે....અનુષ્ટુમ્ છંદ બન્યો,” પણ અવશ્ય આ જ અર્થ થઈ શકે કે; વાણીમાંથી ઉદ્ભવેલા બે અક્ષરો અનુષ્ટુમ્ બન્યા. અહીં ત- સર્વનામ વિશેષણાત્મક નથી; પણ ા સર્વનામ અનુષુમ્ ના વિશેષણ તરીકે છે. (૨) અહીં સંબંધક વાક્યરચનામાં ત– સર્વનામ વિષે જણાવવામાં આવે છે. સંબંધક વાક્યરચનામાં મુખ્ય વાક્ય સાથે ગૌણ સંબંધક વાક્ય (Relative clause) સંકળાયેલું હોય છે. આ ગૌણ સંબંધક વાક્યમાં જો કર્તા સ્પષ્ટ હોય, ત્યારે પણ જાતિ-વચન-સ્વીકારનો નિયમ લાગુ પડે છે. અહીં ત– સર્વનામ ગૌણ સંબંધક વાક્યમાં કર્તાના સંદર્ભમાં; પરંતુ મુખ્ય વાક્યમાં તે વિધેય પ્રથમાવિભક્તિનાં જાતિ-વચન સ્વીકારે છે, છતાં આ ત- સર્વનામ સંદર્ભ તો મૂળ કર્તાનો જ સૂચવે છે ! જેમ કે ઐતરેય બ્રાહ્મણ ૩.૩૪.૨ (પા. ૩૭૯. ઓફ.પા.૮૨) : यानि परिक्षाणान्यासँस्ते कृष्णाः पशवोऽभवन् । વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્ત્વમસિ (છા.ઉપ. ૬.૮-૧૬)નું વિવેચન] [૪૯
SR No.249692
Book TitleVaidik Vakya Rachnama Sarvanamo Ane Vyakaranni Visangati
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherBansidhar Bhatt
Publication Year
Total Pages20
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy