________________
બેરેટનના (જુઓ, બેરેટન) ૧૯૮૬ માં પ્રસિદ્ધ થયેલા સંશોધન-લેખના આધારે છાંદોગ્ય (= છત્ર) ઉપનિષદ (=ઉપ.)ના છઠ્ઠા અધ્યાયના આઠમા ખંડથી સોળમા ખંડ સુધી (૬.૮-૧૬) ધ્રુવપંક્તિ તરીકે પુનરાવર્તન પામતા વાક્યમાં સંકલિત “તત્ત્વમસિ” વાક્યનું અહીં વિવેચન કરવામાં આવે છે. પ્રસ્તુત સંશોધન-લેખમાં છાં.ઉપ. (૬.૮-૧૬)ના વિષયવસ્તુનું વિવેચન તદ્દન વસ્તુલક્ષી રીતે (objective) થતું રહે તે ઉપર સતત લક્ષ્ય આપ્યું છે તે વાચકો નોંધે ! ઉપરાંત, ભારતીય વિદ્વાનના કે અન્ય વ્યક્તિના હૃદયમાં વસી રહેલા અને દરેકના મુખે એક “મહાવાક્ય” તરીકે સહજ બોલાઈ જતા, તથા અર્થની દૃષ્ટિએ કે સમજવામાં તદ્દન સરળ ભાસતા આ ઔપનિષદ વાક્ય : “તત્ત્વમસિ”નો યોગ્ય અને અભિપ્રેત અર્થ કયો ઘટી શકે એ બાબતે અહીં (કદાચ ભારતમાં) સૌ પ્રથમવાર વિશદ વર્ણન કરવામાં આવે છે. ૭૨ : ધ્રુવપંક્તિ અને શાંકરભાષ્ય : ",
છાં.ઉપ. ૬.૮-૧૬ માં નીચે મુજબ ધ્રુવપંક્તિ આવે છે :स य एषोऽणिमैतदात्म्यमिदं सर्वं, तत्सत्यं, स आत्मा तत्त्वमसि, श्वेतकेतो इति....1
તે જે આ અણિમા (સૂક્ષ્મતમ) છે, એ સ્વરૂપમય આ બધું (જગ) છે, તે સત્ય છે, તે આત્મા છે, હે શ્વેતકેતુ, તત” તું છે...”
આ ધ્રુવપંક્તિમાં આવતાં તે- અને ત- જેવાં સર્વનામો ક્યાં, કયી સંજ્ઞા માટે યોજયાં છે. અને તેમનો વ્યાકરણની દૃષ્ટિએ શો સંબંધ છે તેવા મુદ્દા માટે અહીં વિવેચન કરવાનું આવશ્યક થઈ પડે છે. - છાં. ઉપ. ઉપરના તેના ભાષ્યમાં શંકર આ ધ્રુવપંક્તિ નીચે મુજબ સમજાવે છે :
स य सदाख्यः, एष उक्तः अणिमा अणुभावो जगतो मूलम् । एतादात्म्यं-एतदात्मा यस्य सर्वस्य तद्-एतदात्म, तस्य भावः, ऐतदात्म्यम् । एतेन सदाख्येनात्मनात्मवत्सर्वमिदं जगत्।..... येन चात्मनात्मवत्सर्वमिदं जगत्-तद्-एव सदारव्यं कारणं, सत्यं परमार्थसत् । अतः स एव आत्मा जगतः प्रत्यक्स्वरूपं सतत्त्वं याथात्म्यम् । आत्मशब्दस्य निरुपपदस्य प्रत्यगात्मनि गवादिशब्दवन्-निरूढत्वात् । अतः, तद् सत् त्वमसीति हे श्वेतकेतो ।....
(પૂના. ૬૬૫ સરખાવો બ્રહ્મસૂત્ર-શાંકરભાષ્ય ૧.૧.૬ પાનું ૧૦૯).
“તે જે “સતુ” સંજ્ઞક (અસ્તિત્વ ધરાવતું તત્ત્વ) છે. (પહેલા) જણાવેલું આ, અણિમા - અણુનો ભાવ - જગતનું મૂળ (કારણો છે. એ આત્મા સર્વનો છે તે “એતદાત્મ”, તેનો ભાવ = ઐતદાભ્ય”. એ “સતુ” સંજ્ઞક આત્માથી આત્મમય આ સર્વજગત છે..... અને જે આત્માથી આત્મમય આ જગત છે તે જ “સ” સંજ્ઞક કારણ સત્ય છે. (ત) પરમાર્થ (દષ્ટિએ) સત્ છે. આથી તે જ આત્મા જગતનું પ્રત્યક (આંતરિક) સ્વરૂપ છે, સાચેસાચ સ્વભાવ છે અને માથાભ્ય (આત્મા) છે, ઉપપદ રહિત આત્મશબ્દ પ્રત્યક્ષ (આંતરિક) આત્માના અર્થમાં જાણીતો (જગતમાં રૂઢ) છે; જેમ કે ગાય વગેરે શબ્દો. તેથી તે સત્ તું છે; હે શ્વેતકેતુ !...”
આ ધ્રુવપંક્તિ ઉપરનું શાંકરભાષ્ય જોતાં જણાશે કે શંકરે અહીં ત- અને ત- સર્વનામો કોઈપણ રીતે સંત (અસ્તિત્ત્વ ધરાવતું કોઈ તત્ત્વ; Existent/Being) ના સંદર્ભમાં લીધાં છે, જેમ કે, *, , . 8: 8: = સલાવ્ય, આ રીતે પતાવ્ય{ ના પ્રથમપદમાં આવતાં તત્ સર્વનામને પણ સત તરીકે લીધું છે.; જેમ કે, તેન=સવાબેન- માત્મા.. અને છેલ્લા વિધાન તત્ત્વમસિ માં આવતા તત્ સર્વનામને પણ સતુ ના સંદર્ભમાં સમજાવ્યું છે, જેમ કે તસતું. જો કે તાત્ત્વિક (દાર્શનિક) વિચારધારાની દૃષ્ટિએ શંકરનું આ રીતનું અર્થઘટન વ્યાજબી ગણી શકાય, અને તત્ત્વજ્ઞાનમાં સને - અસ્તિત્ત્વ ધરાવતા કોઈ તત્ત્વને - નિમન્ (સૂક્ષ્મતમ કોઈ તત્ત્વ)ના અર્થમાં પણ ઘટાવી શકાય. પરંતુ, આ ધ્રુવપંક્તિ જેવી વિશિષ્ટ વાક્યરચનામાં તો સત્ અને મણિમન, બંને જુદા પ્રકારની સંજ્ઞાઓ છે, અને આ વાક્યરચનામાં આવતાં (પણ છેલ્લા તત્ત્વક વિધાનમાં આવતા તત્ સર્વનામ સિવાયના) બધાં સર્વનામો સતના સંદર્ભમાં નહીં, પરંતુ આગમનના સંદર્ભમાં યોજાયાં છે. આ મુદ્દો તથા છેલ્લા તત્વમસિ વિધાનમાં આવતા તત સર્વનામનો યોગ્ય સંદર્ભ, એ મુદ્દો પણ અહીં વિશિષ્ટ વિવેચન માગી લે છે. આ મુદ્ધની ચર્ચાની પહેલાં અહીં દેતાભ્ય વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્વસિ (છા.ઉપ. ૬.૮-૧૬)નું વિવેચન] [૪૭