________________
વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ તત્ત્વમસિ (છા. ઉપ. ૬.૮-૧૬)નું વિવેચન.
ભા.
પ્રો.ડૉ. બંસીધર ભટ્ટ (જર્મની) હ૧ : પ્રાસ્તાવિક :
ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃત ભાષા-ક્ષેત્રનું સાહિત્ય અને પ્રાકૃત-ભાષા-ક્ષેત્રનું સાહિત્ય, બંને પરસ્પર સંકળાયેલાં (interdisciplinary) રહ્યાં છે. આ ક્ષેત્રોનાં સાહિત્ય સર્વલક્ષી (આર્ય/આપેંતર) સામગ્રી ધરાવે છે. તેમાં ધર્મ, દર્શન, સમાજ, અર્થવ્યવસ્થા, રાજનીતિ, ઇતિહાસ, સાહિત્ય (કાવ્ય, નાટક, અલંકાર), છંદ, વ્યાકરણ, પુરાતત્ત્વ, ઇત્યાદિ પ્રકારના ગ્રંથો કે વિષયો મળી આવે છે; અને તે બધા ગ્રંથોમાં/વિષયોમાં પણ પરસ્પર વિચાર વિનિમય થતો રહ્યો છે; એટલે કે સંસ્કૃત કે પ્રાકૃત ભાષાના ગ્રંથોમાં ઉપર્યુક્ત વિષયો ક્યાંકને ક્યાંક મળી જ આવે છે. પરંતુ, સંસ્કૃત ગ્રંથોમાં અધ્યયન-સંશોધન કરનારા આપણા ભારતીય વિદ્વાનો પ્રાકૃત ગ્રંથોની અક્ષમ્ય ઉપેક્ષા કરે છે, તે રીતે પ્રાકૃત ગ્રંથોમાં અધ્યયન-સંશોધન કરનારા વિદ્વાનો પણ સંસ્કૃત-ગ્રંથોની અક્ષમ્ય ઉપેક્ષા કરે છે. વળી, આ રીતે અધ્યયન-સંશોધન કરનારા વિદ્વાનો પોતપોતાની રુચિના વિષયના “ખાબોચિયામાં” જ રાચ્યા રહે છે. જેમ કે, ઔપનિષદ કે દર્શનશાસ્ત્રના વિદ્વાનો વ્યાકરણ પ્રત્યે કે દાર્શનિક વિચારોની ઉત્ક્રાંતિ માટે જાતક કથાઓ અને પ્રાકૃત-પાલિ સાહિત્ય પ્રત્યે પણ દુર્લક્ષ્ય સેવે છે. તેમ વ્યાકરણ શાસ્ત્રના વિદ્વાનો પાણિનિ-અષ્ટાધ્યાયીના “કુંડાળામાંથી” બહાર નીકળીને પ્રાતિશાખ્યો, નિરુક્ત, - ઉપનિષદો, રામાયણ-મહાભારત કે પુરાણો, અને જાતક કથાઓ કે પાલિ-પ્રાકૃત સાહિત્ય જેવા વિષય-ગ્રંથોમાં પ્રાપ્ત ભાષા-લોકભાષા માટે ડોકિયું પણ કરતા નથી; તે રીતે અલંકારશાસના “કૂપમંડૂકો” પ્રાકૃત-સંસ્કૃત-ભાષા, છંદવિકાસ, વૈદિક વાય, વગેરેનું અનુશીલન કરતા જ નથી. આ વિદ્વાનોને કોણ સમજાવે કે દાર્શનિક વિચારધારાના કે નાટ્યશાસ્ત્રના કે વ્યાકરણશાસ્ત્રના તથા લોકભાષાના સંકેતો કે વિકાસ માટે સમાંતર જતા સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું કે તેમાં મળી રહેતા વિષયોનું અધ્યયન પણ અત્યંત આવશ્યક છે. અને વળી વૈદિકગ્રંથોના વિદ્વાન/પંડિતો તો પોતાની એક આગવી પુરાણી દુનિયામાં જ સંતુષ્ટ રહે છે. અને વૈદિક સાહિત્ય માટે ખાસ જરૂરી મુદ્દા (વાક્યરચના, ભાષાકીય ક્લિષ્ટતા, ભાષાવ્યુત્પત્તિશાસ્ત્ર, વગેરે) વિષે અજ્ઞાન ધરાવે છે.
ઉપર્યુક્ત પ્રકારના વિદ્વાનો એવો દાવો તો કરે છે કે, તેઓએ તેમના મુખ્ય ક્ષેત્રના/વિષયના અધ્યયન-સંશોધન માટે ઈતર ક્ષેત્રનું/વિષયોનું પણ અધ્યયન કર્યું છે. પરંતુ તેમનો આવો દાવો યોગ્ય લાગતો નથી. જેમકે, અલંકારશાસ્ત્રના વિદ્વાને વૈદિક વામનું કે અન્ય ભાષાકીય સાહિત્યનું અધ્યયન કર્યું હોય, પણ વૈદિક કે અન્ય ભાષાકીય સાહિત્યના અધ્યયન-સંશોધનની પકડ તો તેને હોતી જ નથી, આથી તે તે વિષયોનાં કે ક્ષેત્રોનાં પાશ્ચાત્ય અને ભારતીય સંશોધનોમાંથી મુખ્ય મુખ્ય આધુનિક સંશોધનોનો આધાર લેવો જ જોઈએ. આવો આધાર આ વિદ્વાનો લેતા નથી. વળી, ગ્રંથ-વિશ્લેષણપ્રક્રિયાનું પણ તેમને પૂરતું જ્ઞાન હોતું નથી. સંસ્કૃત વ્યાકરણ-શાસ્ત્ર કિલષ્ટ રહ્યું છે. આથી ઉપર્યુક્ત અમારું વિધાન વાંચી કોઈ વ્યાકરણશાસ્ત્રનો વિદ્વાન તરત એવી ટકોર કરશે કે : પાણિનિ-અષ્ટાધ્યાયીના ““કુંડાળામાં” તમે તો જરા પગપેસારો કરી જુઓ ! આ બાબતે અહીં જણાવવું પડે કે : ભાષા પાણિનિ-અષ્ટાધ્યાયીમાં નિયમોથી બંધાઈ ચૂકી તે પહેલાંની વૈદિક ગ્રંથોમાં, શિલાલેખોમાં, જાતકકથાઓમાં, પાલિ-પ્રાકૃત ગ્રંથોમાં મળી આવતી ભાષા/લોકભાષાનાં વિશ્લેષણ કરી, અને તે સંબંધી ભાષા-વ્યુત્પત્તિ-શાસ્ત્રના વિદ્વાનોનાં સંશોધનોમાં રહેલી આ વ્યાકરણશાસ્ત્ર કરતાં ય વધારે કિલષ્ટ પ્રક્રિયા સમજવા/સમજાવવા તે પોતાની બુદ્ધિ કસી જુએ અને “કુંડાળાને” જ લિષ્ટ, વિષય-સર્વસ્વ માની લેવાનો ભ્રમ ના રાખે !
ઉપર જે તે તરી આવતાં, સંશોધનનાં આવશ્યક લક્ષણોને આવરી લેતો - તેના આદર્શ ઉદાહરણરૂપે - એક સંશોધન લેખ અહીં પ્રસિદ્ધ કરીએ છીએ. તેમાં વૈદિક - ઔપનિષદૂ સાહિત્યમાં જાણીતા અમેરિકાના વિદ્વાન જોયલ પી.
૪૬]
[સામીપ્ય : ઑકટોબર, ૨૦૦-માર્ચ, ૨૦૦૧