________________
હિંસ: |
“ જ્યારે ત્વષ્ટ્રના પુત્ર વિશ્વરૂપને હણ્યો/માર્યો; તેમણે (એક્ત, દ્વિત,અને ત્રિત; ત્રણેએ) જાણ્યું કે તે વધ કરવા યોગ્ય હતો. કદાચ (=ાશ્વત્ + દઈ એને ત્રિતે જ હણ્યો. તે પ્રસંગે (ત) ઈંદ્ર (હણવાના દોષથી) સંપૂર્ણ રીતે મુક્ત થયો, (કારણ કે તે દેવ છે.”
અહીં મિનાર્ડ (૧૯૪૯, ૪ ૫૮૯ : પા. ૨૦૨) જણાવે છે કે એક તત્ સર્વનામ ક્રિયાપદ સાથે સંબંધિત છે; અને બીજું ક્રિયાવિશેષણ છે. આવા અર્થો ઉપરાંત, તત્ સર્વનામ “આના અનુસંધાનમાં” – એવો અર્થ પણ વાક્યમાં દર્શાવે છેઃ જેમ કે
| (iii) શતપથ બ્રાહ્મણ (માધ્યદિન-શાખા): ૧૦-૫-૨-૪ (પા. ૭૯૨); ૧૦-૫-૪-૧૬ (પા. ૮૭), સરખાવો : શતપથ બ્રાહ્મણ (માધ્યદિન-શાખા); ૧૧-૫.૫.૧૨ (પા. ૮૬૫); ૧૨.૩.૨.૭ (પા. ૯૧૨). | (iv) બૃ. ઉપ. ૨-૨-૩, ૪-૪-૬ વગેરે; સરખાવો : બૃ.૧પ : ૪-૩-૧૧, ૪-૪-.
(v) છા.ઉપ. ૨.૨૧.૩, ૩.૧.૧૧, ૫-૨-૯, ૫-૧૦-૯, ૫-૨૪-૫, ૭-૨૬-૨ અને ૮.૬ ૬ વગેરેમાં ટ્રેષ રસ્તો: “આના અનુસંધાનમાં (=ત૬) આ શ્લોક છે”.
ટૂંકમાં, આ બધાં ઉદાહરણોમાં તત્ સર્વનામ કોઈ પુરોવર્તી હેતુ કે પ્રસંગના સંદર્ભમાં યોજાયું હોય છે; અને એ પુરોવર્સી હેતુ/પ્રસંગ અને તત્ સર્વનામથી યુક્ત ઉત્તરવર્તી વિધાન; એ બંનેનો તત્ સર્વનામ સંબંધ દર્શાવે છે.
વળી, તત્વમસિનું તત્વ દર્શક સર્વનામ પણ કોઈક આવા ક્રિયાવિશેષણના અર્થમાં રહ્યું હોય. આવા અર્થની સમાંતર જતું નીચે દર્શાવેલું ઉદાહરણ આ બાબત વધુ સ્પષ્ટ કરશે; જેમ કે
(vi) તૈત્તિરીય સંહિત ૧-૫.૭.૬ (પા. ૬૧૯-૬૨૦) : सं त्वमग्ने सूर्यस्य वर्चसागथा, इत्याहेतत्त्वमसीदम॒हं भूयासमिति वावैतदाह, त्वमग्ने सूर्यवर्चा असीत्याहाशिष मेवैतामाशास्ते।
તું, હે અગ્નિ, સૂર્યના પ્રકાશ (વર્ચ) સાથે અહીં આવ્યો છે. તે કહે છે : તે રીતે (તત) તું છે, તે રીતે (૫) હું હોઉં . તે આમ કહે છે : તું, હે અગ્નિ, સૂર્યનો પ્રકાશ (વર્ચસ) ધરાવે છે; એમ તે કહે છે તે આ આશિષ છે, જે તે જણાવે છે.”
સરખાવો : તત્ત્વમસિ વિધાન; અને અહીં તત્ત્વમસિ તથા ટ્વમાં મૂયાનમ્. અહીં તત્ અને દ્વમ બંને સર્વનામો નિ એ પ્રાપ્ત કરેલી સ્થિતિ ના (સૂર્યવર્વસ) સંદર્ભમાં યોજાય છે. આ રીતે તત્વમસિ વિધાનમાં તત સર્વનામ પણ અગાઉ જણાવેલી સ્થિતિના -વડવૃક્ષ (ચુધી અને સર્વજગતના (છા.ઉપ. ૬-૧૨)- સંદર્ભમાં યોજાયું છે. જગતુ અને વડવૃક્ષ, બંને આંખમાથી સૂક્ષ્મતમ તત્ત્વથી વ્યાપ્ત છે, અને આ મા સત્ય છે; તેમનો આત્મા છે; તે રીતે, શ્વેતકેતુ પણ મનમાંથી વ્યાપ્ત છે. આમ, પ્રસ્તુત ધ્રુવપંક્તિનો અનુવાદ આ રીતે સંભવી શકે :
“તે કે જે આ સૂક્ષ્મતમ તત્ત્વ છે; એ (સૂક્ષ્મતમ તત્ત્વ) કાવ્ય (વાળું) (આત્મસ્વરૂપ) આ આખું જગત છે. એ (સૂક્ષ્મતમ તવ) સત્ય છે; એ (સૂક્ષ્મતમ તત્ત્વ) આત્મા છે, હે શ્વેતકેતુ, આ રીતે (ત) તું છે.”
છા.ઉપ.૬.૧૨ નો યથાર્થ ઉપસંહાર-અંત-આ ધ્રુવપંક્તિથી થયો છે. અહીં આ ધ્રુવપંક્તિનું અસ્તિત્વ મૂળ, યોગ્ય અને સ્વાભાવિક છે; અને તે અહીં ઉપદેશની પરાકાષ્ઠા દર્શાવે છે. આ ૧૨ મા ખંડની સમગ્ર વિચારધારા તર્કસંગત રહી છે; જેમ કે , પ્રથમ, વડવૃક્ષ અદશ્ય તત્ત્વમાંથી ઉદ્દભવે છે એમ સ્પષ્ટ કરી ધ્રુવપંક્તિ દ્વારા વ્યક્ત કર્યું કે આ સર્વજગત એ અદષ્ટ તત્ત્વથી અસ્તિત્વ ધરાવે છે. આ તત્ત્વ સત્ય છે, કારણ કે તે શાશ્વત છે, વાસ્તવિક છે. આ તત્ત્વ વળી આત્મા છે; કારણકે તેના આધારે દરેક જીવી રહ્યું છે; અને અંતે ઉદાલક પોતાની આવી વિચારધારા -ઉપદેશ- વ્યક્તિગત રીતે સમેટે છે કે શ્વેતકેતુએ પોતાની જાતને આ રીતે (તત) વિચારવી જોઈએ. વડવૃક્ષ, આખું જગત, વગેરેની જેમ શ્વેતકેતુ પણ સૂક્ષ્મતત્ત્વથી વ્યાપ્ત છે, તે તેનું સત્ય છે, તેનો આત્મા છે.
jને ન
૬૦]
[સામીપ્ય : ઑકટોબર, ૨૦૦૦-માર્ચ, ૨૦૦૧