________________
હ૧૩ : સાંપ્રદાયિક વિવાદ અને ઉપસંહાર :
છા. ઉ૫. ૬.૮-૧૬ ની આ ધ્રુવપંક્તિના સંબંધમાં તત્વમસિ વિધાનના ઉપર્યુક્ત વિવેચન ઉપરથી એટલું નિશ્ચિત થાય છે કે, આ વિધાનમાં આવતું તત્ સર્વનામ બ્રહ્મ ના, કે માત્મા, સત્ કે મHI માંથી કોઈના પણ સંદર્ભમાં યોજાયું નથી. આના અનુસંધાનમાં જો કે આ યુવપંક્તિ ઉપર મળી આવતાં ભાષ્યોમાં શાંકરભાષ્ય સૌથી પ્રાચીન હોવાથી અમે શાંકરભાષ્યની સમીક્ષા કરી છે (જુઓ હ૬૨-૩). કા. ઉપ. ના છઠ્ઠા અધ્યાયની પરસ્પર વિષય-સંગતિ, ધ્રુવપંક્તિની વાક્યરચના અને વ્યાકરણ, વગેરે મુદ્દાને ધ્યાનમાં લેતાં તત્ત્વમસિનું વિવરણ શાંકરભાષ્યમાં યથાર્થ થયું નથી એ સ્પષ્ટ થાય છે.
આ રીતે શંકર પછીના અદ્વૈતવેદાંતના કે શંકરના અનુયાયીઓ કે સાંપ્રદાયિક પક્ષકારો તત્ત્વમસિ માં આવતા તત્ સર્વનામનો સંબંધ કોની સાથે અને કેવી રીતે યોજે છે, તેની સમીક્ષા અહીં યોગ્ય નથી.
આ ઉપરાંત, શંકરના કે અદ્વૈત વેદાંતના કેટલાયે પ્રતિપક્ષી વેદાંતમતાવલંબીઓ પણ તત્ત્વમસિ ના તત્ સર્વનામનો બ્રહ્મ સાથે સંબંધ ઈચ્છે છે; પરંતુ ઉપર્યુક્ત તત્ત્વમસિ ના વિસ્તૃત વિવેચન ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે તત્ત્વમણિના તત્ સર્વનામનો સંબંધ બ્રહ્મ સાથે છે જ નહીં (જુઓ ૬ ૭)
અહીં એ પણ નોંધવું આવશ્યક છે કે અદ્વૈતવેદાંતના પ્રતિપક્ષી વેદાંતીઓ તત્ત્વસિમાં આવતા તન અને ત્વમ; બંનેના તાદાત્મ સંબંધથી જુદા કોઈ વિશિષ્ટ સંબંધ માટે દલીલ કરે છે. માધ્વ સંપ્રદાયના વિષ્ણુદાસાચાર્યે તેના વાદરત્નાવલિ નામે ગ્રંથના એક વિભાગમાં પાણિનિની અષ્ટાધ્યાયીનો આધાર લઈ વીસ પ્રકારે એવું પુરવાર કરવા પ્રયાસ કર્યો છે કે તત્ત્વમસિ વિધાનમાં તત્ અને ત્વનો તાદાત્મ સંબંધ સંભવે જ નહીં; જેમકે,
(૧) “તું. તેના જેવો (ત) છે” એવો સંબંધ શક્ય નથી. (પ્રકાર ૩) (૨) ઊંચે દોરીથી બાંધેલા પક્ષીની જેમ “તું તેને (ત) બંધાયેલો નથી” એવો સંબંધ પણ નથી. (પ્રકાર ૪) (૩) “તું તેનો (તત) આશ્રિત છે” એવો સંબંધ પણ નથી. (પ્રકાર ૯) (૪) “તું તે (તત) સ્વરૂપે છે.” એવો સંબંધ પણ નથી. (પ્રકાર ૧૦) વગેરે વગેરે !
અંતે- ઉપસંહાર રૂપે- વિષ્ણુદાસચાર્યે મધ્વાચાર્યના છા.ઉપ. ૬.૮.૭. ઉપરના ભાષ્યના આધારે ધ્રુવપંક્તિનું એક પાઠાંતર સૂચવ્યું છે કે
સ ચ ષો........ ન માત્મા + મૃત ત્વમસિ......
અહીં તને બદલે માત્ પાઠાંતર ધ્યાનમાં લેવા જેવું આકર્ષક લાગે, પણ આ પાઠાંતર અશક્ય છે. (બ્રેરેટન.. પા. ૧૦૯ અને નોંધ. ૩૩ માંથી) !
વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્વમસિ (છા.ઉ૫. ૬.૮-૧૬)નું વિવેચન] [૬૧