Book Title: Jain_Satyaprakash 1955 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521724/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir จรจา อาจล Iๆๆ % 0 Cารง IG (@ વર્ષ 20: અંક 11 หiะ : 23% For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખ : २०३ विषय-दर्शन અક: લેખક : પૃષ્ઠ : 1. માસિક પત્ર બંધ થવું ન જોઈએ: ૧૯૫ ૨. વીર-વર્ધમાનસ્વામીનાં વષવાસ : દે છે. શ્રી હીરાલાલ ર. કાપડિયા : ૧૯૭ ૩. જૈન ઇતિહાસમાં ધારાનગરી: શ્રી. અગરચંદજી નાહટા : . ૪. દ્રાવિડિયન સંસ્કૃતિ ઉપર | જૈનધર્મની અસર ઃ શ્રી. મેહનલાલ દી. ચાકસી : ૨૦૮ ૫. એ ખલનાઓ ખરી નથી : પૂ. ૫. શ્રીકલ્યાણવિજયજી : ૨૧૩ ૬. કર્મમીમાંસા : શ્રી, ખુબચંદ કેશવલાલ માસ્તર : ૨૧૬ ૭. ઉપાધ્યાય જિનમતકા વૈદુષ્ય : . છે. શ્રી. દશરથ શમો : ૨૧૮ ૮. સંપાદકીય નોંધ : ટાઈટલ પેજ બીજું" ૯. ભારતીય સંસ્કૃતિ અને જૈનધર્મ : ડૉ. સુનીતિકુમાર ચેટરજી ટાઈટલ પેજ ત્રીજું સંપાદકીય નેધ માસિક પત્ર બંધ થવું ન જોઈ એ એ વિશે કેટલાક અભિપ્રાય અમને મળ્યા છે તે પૈકી થોડાક અભિપ્રાય અમે અહીં પ્રગટ કર્યા છે. આ અભિપ્રાયોમાં ખાસ કરીને પૂ૦ ઉપાઠ શ્રીપૂર્ણાનંદવિજયજી મં૦ ના ઉત્સાહ નોંધપાત્ર છે. - આવા થાડાએક મુનિરાજે આ માસિક ચલાવવા માટે સક્રિય સાથ આપવા ઉત્સાહ બતાવે તો માસિકને બંધ કરવાનો કે એવાં નિવેદન કરવાનો અવકાશ ન રહે. આ ચતુર્માસના પ્રસંગની યાદ આપતાં અમે પ્રત્યેક મુનિરાજને પોતાની શક્તિ મુજબ ઉત્સાહ બતાવવા વિનવીએ છીએ. શાસન સેવાના આ પુણ્યકાર્ય માં શ્રીસંઘની પ્રત્યેક વ્યકિતને સહકાર અમે ઈચ્છીએ છીએ. | પૂ૦ આ૦ શ્રીવિદયસૂરીશ્વરજી મ અને પૂ૦ આ૦ શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજશ્રીએ પિતાના સમુદાયના મુનિવરોને માસિક પત્રના નિભાવ માટે તે તે સ્થળના શ્રી સંઘને ઉપદેશ આપવા આજ્ઞા ફરમાવતા પત્ર લખવા અમને સૂચના કરી આભારી બનાવ્યા છે. | અમને જણાવતાં હર્ષ થાય છે કે, શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદની પેઢીએ પત્રના નિભાવ માટે રૂા. ૫૦૦) અ કે પાંચસોની તાત્કાલિક મદદ આપી અમને ઉપકૃત કર્યા છે. આમ ચારે તરફથી આ માસિક પત્રને ચાલુ રાખવા ઉત્તરોત્તર જે વાતાવરણ સજા તું જાય છે એ જોતાં આ માસિક પત્ર ચાલુ રહેશે એવી આશા બંધાય છે. નવી મદદ ૫૦૦) શેઠ આણુ દેજી કલ્યાણજીની પેઢી, ઝવેરીવાડ, અમદાવાદ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I 30 થી अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૨૦ વિક્રમ સં. ર૦૧૧:વીર નિ. સં. ૨૪૮૦: ઈ.સ. ૧૫ | કમલા સંવ : ૨ || શ્રાવણ વદિ ૧૨ સેમવાર : ૧૫ ઓગસ્ટ || २३९ માસિક પત્ર બંધ થવું ન જોઈએ [ લાગણીભર્યા અભિપ્રાય ] પૂ. આ. શ્રી વિયેલાવણ્યસૂરીશ્વરજી મ.તા.૧-૭-પપના પત્રથી જણાવે છે કે અખિલ ભારતવષય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસંમેલનના સંભારણા રૂપ અને આક્ષેપના પ્રતિકારનું અજોડ સાધન, સર્વમાન્ય અને તટસ્થ એવું શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિક બંધ થાય તે કોઈ પણ રીતે ઈચ્છવા જેવું નથી. પૂ. આ. શ્રીવિયેલબ્ધિસૂરીશ્વરજી મ. તા. ૪-૮-પષના પત્રથી જણાવે છે કે– “માસિક પત્ર બંધ કરવું ઈષ્ટ લાગતું નથી. ” પૂ. ઉપાધ્યાય શ્રી પૂણાનવિજ્યજી મ. તા. ૨૦-૭-પપના પત્રથી જણાવે છે કે “ખૂબ દુ:ખ સાથે લખવું પડે છે કે શ્રી જન સત્ય પ્રકાશ”ની આવી પરિસ્થિતિનું નિવેદન વાંચીને જ અમે છફ થઈ ગયા અને લાગી આવ્યું કે આવા એકના એક માસિક માટે આપણે શ્રમણવર્ગ કંઈ ધ્યાન નહિ આપે? મને તે આશા છે કે શાસનની લાગણી ધરાવતા પ્રત્યેક જૈન મુનિરાજ જરૂરથી આપણા માસિક માટે ધ્યાન આપશે જ. તે સમિતિને વચન આપું છું કે—પાંચ વર્ષ સુધી પ્રતિવર્ષ રૂપિયા પાંચની મદદ કરાવવા પ્રયત્નશીલ બનીશ. અગાઉના ચાતુર્માસ પ્રસંગે અમારું ધ્યાન ખેંચ્યું હોત તે અમે ઘણું કરી શક્યા હોત. ખેર. પૂજ્યપાદ પરમગુરુ મહારાજ આચાર્યદેવ શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી મ.ને જૈન સત્ય પ્રકાશ” ઉપર હાર્દિક લાગણી હતી. એમની હયાતીમાં આ વાત For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ: ૨૦ મુકાઈ હાત તા આજે આવા નિવેદનની જરૂરત ન રહેત. હશે, જે બનવાનુ ડાય છે તે બને છે. પણ તમને બધાને મારી નમ્રભાવે પ્રેરણા છે કે પત્ર અંધ કરવાની ઉતાવળ ન કરશે. એને ચલાવવા માટે હરેક રીતે પ્રયત્નશીલ મનશે.. * ' મુંબઇ સમાચાર : તા. ૧૮-૭-૫૫ ની જૈન ચર્ચા' માં નીચેની હકીકત પ્રગટ થઈ છે: ‘જૈન સત્ય પ્રકાશ’ બંધ થવું ન જોઈ એ અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસમેલને શરૂ કરાવેલ અને છેલ્લા વીસ વર્ષોથી અમદાવાદથી પ્રગટ થતું શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિનું માસિક મુખપત્ર “ શ્રી. જૈન સત્ય પ્રકાશ ” પૈસાને અભાવે અને ખર્ચ પૂરતી આવક નહિ થવાના કારણથી બંધ થવાની અણી પર છે એવી ખબર પ્રગટ થતાં અમને બહુ દુઃખ થાય છે. એ માસિક છેલ્લા વીસ વર્ષોથી જૈન ધર્મ સામે થતા અને જૈનેતા અને વર્તમાનપત્રોમાં થતા ખાટા અને અવાસ્તવિક હુમલાને અતિસૌમ્ય શબ્દોમાં અને દાખલા-લીલા સહિત વાસ્તવિક હકીકતા અને સત્યેા પ્રગટ કરવાનું મુખ્ય કાર્ય કર્યું છે અને એ રીતે જૈનધમને લગતી ખોટી માન્યતાઓ અને ખોટા વિચારો દૂર કરવાનું કામ બનતી શક્તિથી બજાવ્યું છે. તે જોતાં એ માસિક બંધ થવાના વખત આવ્યા છે, એ બીના જૈન કામ માટે અતિ વિચારવાજોગ બની રહે છે. જૈન કામમાં આશરે એકસા જુદી જુદી જાતનાં વર્તમાનપત્રો, માસિકા, અને અવાડિકા અત્યાર સુધીમાં પ્રગટ થયાં હતાં અને તેમાંના મોટા ભાગ હજી ચાલુ છે અને થાડાક જ અંધ પાળ્યાં છે. તે જોતાં આ માસિક પણ કેમ ચાલુ નહિ રહી શકે એ શ્રીમંત જૈન ક્રામ માટે એક કાયડા છે. જૈન કામમાં અનેક વિદ્વાનો, શ્રીમતા અને ધર્મશ્રદ્ધાળુ, અને કેળવાયેલા સજ્જના વસે છે, તેઓએ એ સબધમાં તપાસ કરવી જોઇએ અને તેને જિવાડવા માટે દરેક પ્રયત્ન કરવા જોઈ એ. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અન્ય રીતે લાખા રૂપિયા જૈન પ્રાચીન શિલ્પા જળવાઈ રહે તે માટે ખર્ચે છે અને ક્ખી ચિતરાવવામાં અને પુસ્તકા પ્રગટ કરવામાં અતિઉદારતાથી કામ કરે છે, તે જોતાં તે પેાતાની પેઢી જે શહેરમાં મુખ્ય મથક ધરાવે છે, તે અમદાવાદમાં પ્રગટ થતા આ માસિકને શું કારણથી મદદ નહિ આપે તે અમે સમજી શકતા નથી. વળી, જે કામ “ જૈન સત્ય પ્રકાશ ' અાવે છે, તે ખરું જોતાં જૈન કારન્સ ઓફિસનુ છે. એ એફિસ જૈન કામના એક ઉપયાગી વાજિંત્ર તરીકે એને શા માટે મદદ આપીને ન જિવાડે તે પણ એક વિચારવાયાગ્ય બાબત છે. અમે આશા રાખીએ છીએ કે, ઉપલી સ'સ્થા અને ખીજા વિદ્વાન, શ્રીમા અને ધર્મપ્રેમી જૈન સત્ય પ્રકાશ ” તે જિવાડવા કાઈ યાજના તૈયાર કરે અને તેને જલદી અમલ કરે. —–જૈન. k For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીર-વર્ધમાનસ્વામીનાં વર્ષાવાસ લેખકઃ છે. શ્રીયુત હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનાં વિવિધ નામો છે. એમાં બે નામ મુખ્ય છે: (૧) વર્ધમાન અને (૨) મહાવીર યાને વીર. પ્રથમ નામ એમના પિતા સિદ્ધાર્થે જેલું છે, અને એ એમના કુટુંબમાં, ધનધાન્યાદિની જે વૃદ્ધિ, મહાવીરસ્વામી ક્ષત્રિયાણી ત્રિશલાની કુક્ષિમાં આવ્યા ત્યારથી માંડીને એમના જન્મ-સમય સુધી થઈ તેને આભારી છે. બીજું નામ આ ચરમ તીર્થકરની વીરતાનું ઘાતક છે. આ બંને નામનો સમાવેશ “વીર-વર્ધમાનમાં થાય છે, અને એ જાતનું નામ કોઈ કાઈ પ્રાચીન કૃતિમાં જોવાય છે. દા. ત. આચાર (સુય૦ ૨)ની ત્રીજી ચૂલિકાની શીલાંકરિકૃત ટીકા. આમ પૂર્વાચાર્યોએ આ નામ ચર્યું હોવાથી મેં આ લેખના શિીર્ષકમાં એને સ્થાન આપ્યું છે. આ તે શીર્ષકના એક અંશની વાત થઈ. હવે બીજા અંશ વિષે થોડુંક કહીશ. આપણા દેશની પરિસ્થિતિ જોતાં, વર્ષના બારે મહિના પગપાળા પરિભ્રમણ માટે અનુકૂળ નથી. વિશેષમાં ત્યાગીઓ-સંન્યાસીઓ-સાધુસંત અહિંસક જીવન જીવવા ઈછે એ સ્વાભાવિક છે. આથી તે પાદવિહારી શ્રમણે વર્ષાઋતુમાં ચાર મહિના પૂરતા એક જ સ્થળે ઠરી ઠામ, રહે—એ દરમ્યાન વિહાર ન કરે તે સમુચિત છે. આ પરાપૂર્વથી ચાલી આવતી પ્રણાલિકાને મહાવીરસ્વામીએ અપનાવી છે. ચોમાસાના ચાર મહિનાને છોડીને વર્ષના બાકીના આઠ મહિનાને એમણે ઉગ્ર વિહાર કર્યો છે. એઓ ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત રહેતા. આ બાબતની, કલ્પસૂત્ર તરીકે સામાન્ય રીતે ઓળખાવા પસવણાકપ નામને આગમિક ગ્રંથ સાક્ષી પૂરે છે. (જુઓ : સુત્ત ૧૧૮). વર્ષાવાસ એટલે વર્ષાઋતુ પૂરત મુકામ. આને ચાતુર્માસ્ય' ચાતુમોસ' તેમજ ચોમાસું પણ કહે છે. વર્ષાવાસ માટે પાઈ (પ્રાકૃત) શબ્દ વાસાવાસ” છે, અને એ પ સવણુંકમ્પમાં અનેક વાર વપરાય છે. એમ એન મહાવીરચરિત્ર રૂપ પ્રથમ ખંડનું ૧૨૧ મુ સુત્ત તેમજ સામાચારીરૂપ અંતિમ ખંડ જોતાં જણાય છે. મહાવીરસ્વામીએ દીક્ષા લીધી–મહાભિનિષ્ક્રમણ કર્યું. ત્યાર પછી વર્ષાવાસના પ્રસંગે બન્યા છે. આજે આપણે બે વિભાગમાં વિભક્ત કરી શકીએઃ (૧) છદ્મસ્થ-જીવનને અંગેના અને (૨) સર્વજ્ઞ-વનને લગતા. મહાવીરસ્વામીનું છમસ્થ જીવન તે વ્યવસ્થિત સ્વરૂપમાં આલેખાયેલું આજે ઘણા પ્રાચીન સમયથી મળે છે. આચાર, પશેસવણાકપ અને આવસ્મય- નિત્તિ , તેમજ આ પૈકી છેલ્લા બે ગ્રંથો અંગેનાં વિશિષ્ટ વિવરણો આપણને મહાવીરસ્વામીએ છદ્મસ્થ-અવરથામાં ક્યાં ક્યાં વર્ષાવાસ કર્યો તે બાબત પૂરતી અને સિલ સિલાબંધ માહિતી પૂરી પાડે છે, પરંતુ કોણ જાણે કેમ એમના ખાસ મહત્ત્વના સવા વનને વ્યવસ્થિત ઈતિહાસ કેઈ ઉપલબ્ધ પ્રાચીન ગ્રંથમાં તે મળતું નથી. આ માટે પ્રયાસ આધુનિક યુગમાં પણ કેટલાએ કર્યો છે. મહાવીર સ્વામી જે જે ગામમાં અને નગરમાં વિચર્યા અને જ્યાં જ્યાં એમણે વર્ષાવાસ કર્યો તે તે સ્થળની કાલગણના પૂર્વકની આધારભૂત For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ: ૨૦ માહિતી પૂરી પાડનારું કોઈ સર્વમાન્ય સાધન છે ખરું, એ જાતને યથાર્થ નકશે મળે છે ખરે, આ પરિસ્થિતિમાં જે પરિશ્રમ લઈને મુનિશ્રી (હવે પંન્યાસ) શ્રી કલ્યાણવિજયજીએ “જેન સત્ય પ્રકાશ” માં પહેલ કરી અને આગળ જતાં ‘શ્રમણ ભગવાન મહાવીર' નામની પિતાની કૃતિમાં એ વિષે સવિસ્તર ઊહાપોહ કર્યો તે પ્રશંસનીય ગણાય. “આગમોદ્ધારક' આનંદસાગરસૂરિએ “સિદ્ધચક્ર”માં આ બાબત, કલ્યાણવિજયજીના વિચારની સમીક્ષારૂપે હાથ તો ધરી, પણ એ કાર્ય આગળ વધ્યું નહિ. અન્ય કોઈએ આ દિશામાં સબળ પ્રયાસ કર્યો હોય એમ જાણવામાં નથી. આથી અત્યારે તે શ્રમણ ભગવાન મહાવીરમાં તીર્થકર ધ્વનને–સર્વજ્ઞ-જીવનને લગતા વર્ષાવાસને જે ક્રમ રજૂ કરાયો છે તેને અનુસરીને હું આ બાબત આ લેખમાં ઉપસ્થિત કરું છું. પ સવણકપ (સુત્ત ૧૨૧)માં મહાવીરસ્વામીના ૪૨ વર્ષાવાસ પૈકી કેટલાં ક્યાં થયાં તેનો ઉલ્લેખ છે. આ ઉલ્લેખમાં નગરોનાં નામ જે ક્રમે રજૂ કરાયાં છે તે સકારણ હેય તે તે શાને આભારી છે એ જાણવું બાકી રહે છે. એ નામ વર્ષાવાસની સંખ્યાને કે વર્ષાવાસનાં સ્થળોના અંતરને લક્ષ્યમાં રાખીને કે જે ક્રમે વર્ષાવાસો કરાયાં તે અમને ઉદ્દેશીને તે યોજાયાં નથી. એ અકારાદિ, ક્રમ જેવા સ્થળ વગીકરણને પણ લક્ષીને રજૂ થયાં નથી. તે આ બાબત વિશેષ પ્રકાશ પાડવા કૃપા કરશે ? પ સવણકપની “શ્રીકલ્પસૂત્ર' એ નામથી ઈ. સ. ૧૯૧૪માં દે. લા. જે. પુ. સંસ્થા તરફથી પ્રકાશિત આવૃત્તિ ( પત્ર ૩૩ આ૩૪ અ)માં નગરોનાં નામ અને એને અંગેના વર્ષાવાસની સંખ્યા દર્શાવાયાં છે. એ હું અહીં એ નગરનાં સંસ્કૃત નામ પૂર્વક રજુ કરું છું – સંખ્યા અટિયગામ (અસ્થિક ગ્રામ) ... ચંપા (ચંપા) અને પિટ્ટચંપા (પુટ ચંપા) સાલી (વૈશાલી નગરી તેમજ વાણિયગામ (વાણિજ્યગ્રામ) રાયગિહ (રાજગૃહ) અને નાલંદા (નાલંદા) મિહિલા ( મિથિલા) ભદિયા (ભદ્રિક) આલંબિયા (આલંભિકા) .. સાવથી (શ્રાવસ્તી) ... પણિયભૂમિ (પ્રણિતભૂમિ) ... પાવા મજઝમાં (પાપા મધ્યમા) આમ ૪ર વર્ષાવાસ વિષે જે માહિતી મળે છે તેમાં ચંપા અને પૃચંપા, વૈશાલી અને વાણિજ્યગ્રામનો તેમજ રાજગૃહ અને નાલંદાનો ભેગો ઉલ્લેખ છે, અર્થાત્ આમ જે છે સ્થળે ગણાવાયાં છે તે પ્રત્યેકનાં વર્ષાવાસ ભિન્ન ભિન્ન દર્શાવાયાં નથી. તે આનું કારણ શું ? આને ઉત્તર મને એમ ભાસે છે કે આ ભેગે ઉલ્લેખ નિકટતાને આભારી છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તે પૃષચંપા એ ચંપાનું એની પશ્ચિમે આવેલું ઉપનગર યાને શાખાપુર ( subarb) હતું, નગર For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૧] વીર-વર્ધમાનસ્વામીનાં વર્ષાવાસ [ ૧૯ એવી રીતે નાલંદા એ રાજગૃહનું ઉપનગર હતું. વાણિજયગ્રામ એ વૈશાલીની પાસે “ગંડકી ' નદીના દક્ષિણ કિનારે આવેલું વેપારનું સમૃદ્ધ મથક હતું. “ શ્રમણ ભગવાન મહાવીર ” પૃ. ૩૮૭) માં આ વાણિજ્યગ્રામ તે બસડપટ્ટીની સમીપ આવેલું બનિયા ગામ જ હોઈ શકે એમ કહ્યું છે. પ્રણિતભૂમિને અનાર્ય દેશ કહ્યો છે. કેટલાક ગ્રંથોમાં પણિયભૂમિને બદલે લાઢ દેશના અને એને વજભૂમિ શુદ્ધભૂમિ નામના પ્રદેશને ઉલ્લેખ જોવાય છે. એવી રીતે આલંબિયાને બદલે આલભિયાને ઉલ્લેખ ઘણે સ્થળે જોવાય છે અને એ સમુચિત જણાય છે એટલે હવે વર્ષાવાસ ગણાવતાં હું “અલસિકા' એવો નિર્દેશ કરીશ. અથિક ગ્રામને પહેલાં વર્ધમાન” કહેતા હતા એમ આવાસય (ભાગ ૧, પત્ર ૨૭૨) વગેરે જેન ગ્રંથોમાં ઉલ્લેખ છે. . વિમલચરણ લે. (law) વિપરીત માન્યતા ધરાવે છે, એમ એમણે રચેલા Mahavira: His Life and Teachings (પૃ. ૩૩) જોતાં જણાય છે. એઓ એમ કહે છે કે અસ્થિક ગ્રામનું કાલાંતરે “વર્ધમાન’ નામ પડયું છે એમ કહેવું કદાચ વધારે સાચું ગણાય. આ પુસ્તક (પૃ. ૩૨)માં પ સવણાકપમાં વર્ષાવાસો જે કંઈ ગણાવાયાં છે તે ક્રમે એ થયાં હોવાનો ઉલ્લેખ છે, પણ એ બ્રાંત છે. આ ભ્રાંતિ પહેલું અને છેલ્લું નામ કમસરનાં હોવાનું જોઈને થયેલી છે. અહીં એ વાત ઉમેરીશ કે “દૂઈજજંત”ના નામથી ઓળખાવતા તાપસના કુળપતિને મેરાક સંનિવેશમાં આશ્રમ હતે. એ કુળપતિ મહાવીરસ્વામીના પિતાને મિત્ર અને પરિચિત હતો. એણે વર્ષાવાસ માટે મહાવીરસ્વામીને આમંત્રણ આપ્યું હતું અને મહાવીરસ્વામીએ હા પાડી હતી અને એ મુજબ એઓ અહીં આવ્યા પણ હતા. પરંતુ એ કુળપતિએ ઝૂંપડીની સંભાળ લેવાની વાત કરી તે મહાવીરસ્વામીને એમની સાધનામાં બાધક જણાતાં એઓ, વર્ષાકાળના પંદર દિવસ વ્યતીત થઈ ગયેલા હોવા છતાં મોરાકથી ચાલી નીકળ્યા અને અસ્થિકગ્રામમાં વર્ષાવાસ પૂર્ણ કર્યો. આમ અસ્થિકગ્રામમાં એઓ ચાતુર્માસાથે વિશેષ રહ્યા એથી મેરાકનો ઉલ્લેખ જો કર લાગે છે અને હું પણ એમ જ કરું છું. હવે હું વર્ષાવાસનાં સ્થળનાં નામ અકારાદિ ક્રમે આપું છું: સ્થળ વર્ષાવાસનો કમાંક વર્ષાવાસની કુલ સંખ્યા અસ્થિક ગ્રામ આલિંકા ચંપા ૩, ૧૨ નાલંદા ૨, ૩૪, ૩૮ પાપી (મધ્યમા) પૃષ્ઠ ચંપા પ્રણિત ભૂમિ ભદ્રિકા મિથિલા ૧૪, ૨૬, ૨૭, ૩૬, ૩૯, ૪૦ રાજગૃહ ૮, ૧૩, ૧૬, ૧૮, ૧૯, ૨૨, ૨૪, ૨૯, ૩૩, ૩૭, ૪૧ ૧૧ વાણિજ્યગ્રામ ૧૫, ૧૭, ૨૧, ૨૩, ૨૯, ૩૦ વૈશાલી ૧૧, ૧૪, ૨૦, ૩૧, ૩૨, ૩૫ શ્રાવસ્તી ૧૦ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૨૦ * આમ એક ંદર તેર સ્થળે વર્ષોવાસ કરાયા છે. તેમાં સૌથી વધારે રાજગૃહમાં છે. આ તેર સ્થળેા પૈકી ત્રણ વિષે મેં અંગુલીનિર્દેશ કર્યો છે એટલે ખાસ કરીને બાકીનાં દસ સ્થળાનો હું સંક્ષિપ્ત પરિચય આપું છું અને એ માટે અત્યારે તે નિમ્નલિખિત ત્રણ જ પુસ્તકાના ઉપયાગ કરું છું:— (૧) શ્રમણ ભગવાન મહાવીર (વિહાર સ્થલ-નામ-કાષ, પૃ. ૩૫૩-૩૯૮ ) (૨) ડૉ. જગદીશચન્દ્ર જૈન કૃત “Life in Ancient India as depicted in the Jain Canons” (પ્ર. ૪, ભૌગોલિક કાશ પૃ. ૨૬ ૭–૩૬૬) 9 ' (૩) ડૉ. લેાકૃત Mahaviva: His Life and Teachings (પૃ. ૩૨-૩૬) અસ્થિક ગ્રામ—આ વિદેહ ' જનપદમાં આવેલું હતું અને વેગવતી ' નદી એની પાસે વહેતી હતી. મહાવીરસ્વામી મારાક સન્નિવેશથી આ અસ્થિક ગામમાં આવ્યા હતા અને અહી'થી એ મારાક થઇ વાચાલા પધાર્યા હતા. M L T (પૃ. ૩૩)માં કહ્યું છે કે અસ્થિકગ્રામ તે વૈશાલીથી પાવા જતાં જે ત્થિગામ આવે છે તે છે. ( લોકાનાં હાડકાં ઉપર ગામ બંધાયેલું હોવાથી એનું અસ્થિક ગ્રામ ’ નામ પડવાની જૈન પરંપરા છે. ' આભિકા ( આલભિકા )શ્ર. ભ. મ. ( પૃ. ૩૫૫ )માં કહ્યું છે કે આલ ભિકા અને આભિકા એ એક જ સ્થાનનો એ નામ હાવાના સાવ છે. આભિકા તે ઈટાવાથી વીસ માઈલ ઈશાન (ઉત્તર-પૂર્વ) ખૂણામાં આવેલું પ્રાચીન નગર હેાવાનુ કેટલાક વિદ્વાને કહે છે, પણ કાશી ' રાષ્ટ્રમાંની એક પ્રસિદ્ધ નગરી હતી એમ જૈન લેખ જોતાં જણાય છે. આલભિકા એ રાજગૃહથી વારાણસી જતાં વચમાં આવતી નગરી હતી. રાજગૃહથી વારાણસી જતાં તેમજ વારાણસીથી રાજગૃહ જતાં વચમાં મહાવીરસ્વામી આ નગરીમાં મુકામ કરતા હતા. L A I (પૃ. ૨૬૫)માં કહ્યુ` છે કે આભિકાથી મહાવીરસ્વામી કુડાક સન્નિવેશ ગયા હતા. એક વેળા એ વાણિજ્યપ્રામથી આભિકા આવ્યા હતા અને શ્રાવસ્તી ગયા હતા. * બૌદ્ધ સાહિત્યમાં આભિયાના આલવી ' તરીકે ઉલ્લેખ છે અને એ શ્રાવસ્તીથી ત્રીસ યેાજતે આવેલી નગરી હતી અને મહર્ષ બુદ્ધે અહીં ચાતુર્માસ માટે નિવાસ કર્યો હતો. ચપા—જૈન આગમમાં જે ર૫ા આ દેશ ગણાવ્યા છે તેમાં અંગ 'તા પણ ઉલ્લેખ છે. એની રાજધાની ચંપા હતી. મહાવીરસ્વામીના જીવનના પૂર્વ ભાગમાં ચંપામાં તિશત્રુ અને દત્ત નામે રાજાનુ રાજ્ય હતું, જ્યારે એમની ઉત્તરાવસ્થામાં ક્રાણિકનું ( અજાતશત્રુનું) રાજ્ય હતું. શ્ર. ભ. મ. (પૃ. ૩૬૯) પ્રમાણે ચ'પા પટનાથી પૂર્વમાં—કઈક દક્ષિણમાં લગભગ સા કાસ ઉપર આવેલી હતી. આજકાલ એને ચંપાનાલા' કહે છે, અને એ સ્થાન ભાગલપુરથી ત્રણ માઈલ દૂર પશ્ચિમમાં છે. LA I (પૃ. ૨૭૫)માં કહ્યું છે કે ભગવતી (સયગ ૫ ) પ્રમાણે આ આગમના પાંચમા સયગના પહેલા અને દસમા ઉદ્દેસગની પ્રરૂપણા મહાવીરસ્વામીએ ચંપામાં કરી હતી. વિશેષમાં અહીં કહ્યું છે કે ચંપાનું ખરુ સ્થળ ભાગલપુર પાસે આવેલાં એ ગામ નામે ચંપાનગર અને ચ ંપાપુર હાવાના ભવ છે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૧] વર-વર્ધમાનસ્વામીનાં વર્ષાવાસ [ ૨૦૧ M LT (પૃ. ૩૩)માં કહ્યું છે કે એક પાલિ' જાતકમાં કાલચંપા ઉલ્લેખ છે. પાપા (મધ્યમા)–8. ભ. મ. (પૃ. ૩૭૫)માં કહ્યું છે કે રપા આ દેશમાં જે “ભંગિ’ દેશને ઉલ્લેખ છે, તેની રાજધાની પાપા હતી. એ દેશ “પારસનાથ' પહાડની આસપાસની ભૂમિમાં ફેલાયેલું હતું. કેટલાક પાપાને “મલય” દેશની રાજધાની ગણે છે તે ભૂલ છે અને એ ભૂલ મલ્લ અને મલયને એક ગણવાની ભૂલનું પરિણામ છે, એમ અહીં કહ્યું છે. આ પાપા ઉપરાંત બીજી એક પાપ (પાવા) છે. એ કેશલથી ઈશાનમાં કુશીનારા તરફ મલ રાજ્યની રાજધાની હતી. કેટલાકના મતે, આધુનિક પડૌના કે જે કાસિયાથી બાર માઈલ દૂર અને ગેરખપુરથી આશરે પચ્ચીસ માઈલ દૂર છે તે આ પાપા (પાવા) છે કે કેટલાક ગોરખપુર જિલ્લામાંના પડરૌનાની પાસે આવેલા પNઉર ગામને પ્રાચીન પાવાપુર માને છે. આ બંને પાપાની વચ્ચે “મધ્યમાં પાપા ” આવેલી હતી, અને એ “મગધ ' જનપદમાં હતી. પહેલી પાપા આ મધ્યમાં પાપાથી અગ્નિ કેણમાં અને બીજી વાયવ્ય કોણમાં અને તે પણ લગભગ સરખે અંતરે આવેલી હતી. આથી તે આને “મધ્યમા પાપ' કહે છે. આજે પણ બિહાર નગરથી ત્રણ કેશ ઉપર દક્ષિણમાં આવેલી પાવા જેનેનું તીર્થધામ છે. L A I (પૃ. ૩૨૧)માં ભંગિને બદલે “ભંગ”ને ૨૫ આર્ય દેશમાં એક દેશ કહ્યો છે. વિશેષમાં અહીં એવો ઉલ્લેખ છે કે મહાભારત (૨-૩૧-૧૧)માં “ભંગ ને ઉલ્લેખ છે એમાં હઝારીબાગ અને માનભૂમ જિલ્લાને સમાવેશ થતો હતે. પ્રણિતભૂમિ–L A I (પૃ. ૩૨૦)માં કહ્યું છે કે આ પણિયભૂમિ “રાઢ” દેશના એક વિભાગ નામે વઈરભૂમિમાં આવેલું એક સ્થળ છે, પણ એ કર્યું તે નક્કી કરાયું નથી. રાઢ એટલે લોઢ. 2. ભ. મ. (પૃ. ૩૮૫)માં એવો ઉલ્લેખ છે કે, મુશદાબાદની આસપાસના પશ્ચિમ બંગાળને પહેલાં “રા' કહેતા હતા અને કોટિવર્ષ નગરની રાજધાની ગણાતું હતું. ૨૫ આ દેશમાં રાઢ ઉલ્લેખ છે. યંતીકાશમાં રાઢનું બીજું નામ “સુહ્મ” હેવાનું લખ્યું છે, પણ જેના સૂત્રોમાં તે એ બેને ભિન્ન ગણ્યા છે. - ભધિકા–આ અંગ' દેશની એક સુપ્રસિદ્ધ નગરી હતી. શ્ર. ભે, મ. (પૃ. ૩૭૯૩૮૦) પ્રમાણે ભાગલપુરથી દક્ષિણે આઠ માઇલ ઉપર આવેલું સ્થાન તે જ પ્રાચીન ભડ્યિા કે ભદ્રિકા નગરી હેવી જોઈએ. કેટલાક મુંગેરને ભદ્રિકા ગણે છે. LAI (પૃ. ૨૭૨ ) માં કહ્યું છે કે પૂર્ણ કલશથી કદલીગ્રામ જતાં તેમ જ શાલિશીર્ષથી મગધ જતાં મહાવીર સ્વામી ભદ્રિકામાં પધાર્યા હતા. રાહુલ સાંકૃત્યાયનના મતે આ નગરી તે Hiels ( Monghyr ) 3. મિથિલા–આ ૨પા આર્ય દેશે પૈકી વિદેહની રાજધાની હતી. જો કે મહાવીરસ્વામીના સમયમાં તે વૈશાલી એ વિદેહની રાજધાની હતી અને મિથિલા એક સમૃદ્ધ નગરી હતી. એ 'સમયે અહીં જનક નામનો રાજા હતા. એ જનક તે “જનક' વંશને કોઈ ક્ષત્રિય હશે એમ 2. ભ. મ. (પૃ. ૩૮૩)માં કહ્યું છે. વિશેષમાં અહીં કહ્યું છે કે સીતામઢીની પાસે આવેલી મુહિલા” તે જ પ્રાચીન મિથિલા છે. વૈશાલીથી મિથિલા ઈશાન કોણમાં ૪૮ માઈલ ઉપર આવેલી હતી. કેટલાક સીતામઢીને જ મિથિલા ગણે છે તે કેટલાક જનકપુરને. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૨ શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૨૦ L AI (પૃ. ૭૧૪) માં કહ્યુ છે કે, રામાયણમાં મિથિલાને જનકપુરી કહી છે. નેપાલની સરહદમાં કે જેની ઉત્તરે મુઝફ્ફરપુર અને દરભંગા જિલ્લાઓ મળે છે ત્યાં જે જનકપુર નામનું નાનું નગર છે તે પ્રાચીન મિથિલા હેાવાનું મનાય છે. રાજગૃહ—નરેશ્વર શ્રેણિક ( નિબિસાર ) ના સમયમાં આ ‘ મગધ ’ દેશની રાજધાનીનું શહેર હતું. ઠાણ (ઠા. ૧૦)માં જે દસ રાજધાની ગણાવી તે પૈકી આ એક છે. શ્ર. ભ. મ. (પૃ. ૩૮૫)માં કહ્યું છે કે રાજગૃહમાં મહાવીરસ્વામી ૨૦૦ કરતાં વધારે વાર સમાસર્યાં હતા. આજ કાલ રાજગૃહને ‘ રાજગિર' તરીકે એળખાવાય છે. અને એની પાસે • મેહાગિરિ' પર્વતમાળાના વૈભારગિરિ, વિપુલાચલ ઈત્યાદિ નામના પાંચ પર્વતો આવેલા છે. રાજગર બિહાર પ્રાંતમાં પટનાથી અગ્નિ કાણુમાં અને ગયાથી ઈશાન કાણુમાં આવેલું છે. L AI (પૃ. ૩૨૭) માં એ ઉલ્લેખ છે કે, એમ કહેવાય છે કે ક્ષિતિપ્રતિક્તિ નાશ પામતાં ચણકપુર સ્થપાયું અને એને નાશ થતાં ઋષભપુર અને એને નાશ થતાં કુશાગ્રપુર અને અંતે રાજગૃહ સ્થપાયું. ' Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશેષમાં રાજગૃહને ગિરિત્રજ' કહે છે, કેમકે એની આસપાસ પાંડવ, ગિકૂટ (મૃત્યુ ફૂટ), વૈભાર, ઋષિચિર અને વૈપુલ એ પાંચ પર્વતો આવેલા છે. મહાભારત (૨–૨૧-૨) માં આ પાંચ પર્વતાનાં નામ નીચે મુજબ છેઃ—વૈભાર, વારાહ, વૃષભ, ઋષિગર અને ચૈત્યક આ રાજગૃહ એના ઝરાઓ માટે સુવિખ્યાત છે. જુએ કલ્પના ભાસની ગા. ૩૪૨૯ની વૃત્તિ (ખંડ ૪, પૃ. ૯૫૯ ). નાલંદા રાજગૃહની ઇશાન ક્રાણુમાં હતું. બૌદ્ધ ગ્રંથામાં નાલંદા રાજગૃહથી એક યેાજન દર હાવાનો ઉલ્લેખ છે. પટણા જિલ્લામાં આવેલા રાજિંગથી સાત માઈલ દૂર વાયવ્ય કાણુમાં આવેલુ અરગાંવ ( Bargaon) તે રાજગૃહ હોવાનું મનાય છે. ' વૈશાલી—ા. ભ. ભ. (પૃ. ૩૮૯–૩૯૦ ) માં કર્યું છે કે, મહાવીરસ્વામીના સમયમાં * વિદેહ ' દેશની રાજધાની જે વૈશાલી હતી તે મુજફ્ફર જિલ્લાનું ખેસાપટ્ટી ગામ છે, અને નકશા પ્રમાણે વૈશાલી ચંપાના વાયવ્ય–કાણમાં સાડાબાર માઈલને અતરે અને રાજગૃહથી આશરે ઉત્તરમાં સત્તર માઈલ દૂર છે. L A I (પૃ. ૩૫૪ ) માં કહ્યુ` છે કે અબપાલી ણિકાએ વૈશાલીને સમૃદ્ધ બનાવવામાં મોટા ફાળા આપ્યા હતા. વિશેષમાં વૈશાલીએ બિહાર પ્રાંતના મુજફ્ફર જિલ્લામાં આવેલું અસરહ (Basarh) છે. શ્રાવસ્તી—જૈન સૂત્રામાં કહેલા ૨૫૫ આ દેશમાંના ‘ કુણાલ ' દેશની રાજધાનીનું નામ શ્રાવસ્તી હતું પરંતુ મહાવીરસ્વામીના સમયમાં એ ઉત્તર કૈાશલની રાજધાની હતી. એમ શ્ર. ભ. મ. ( પૃ. ૩૯૧ ) માં કહ્યુ છે. વિશેષમાં આધુનિક સશોધકના મતે, ગાંડા જિલ્લાના અકોનાથી પૂર્વમાં પાંચ માઈ લે અને બલરામપુરથી પશ્ચિમે બાર માઈલ ઉપર આવેલી રાપતી ’નદીના દક્ષિણુ કિનારા ઉપર જે સહેટમહેટ સ્થાન છે તે આ શ્રાવસ્તીના અવશેષરૂપ છે : L A I (પૃ. ૩૭૨) માં આ જ વાત છે, જો કે અહીં સહેત–મહેત એવા ઉલ્લેખ છે. અંતમાં હું એ ઉમેરીશ કે L AI (પૃ. ૨૫૨)ની સામે મહાવીરસ્વામીના સમયનડૉ. જૈનના મતે ઈ. સ. પૂર્વે ૫૦૦ ના સમયના ભારતવર્ષના નકશે છે. એમાં ઉપર્યુક્ત સ્થળે દર્શાવાયાં છે, પણ એ બરાબર છે કે કેમ તેની ચકાસણી કરવી બાકી રહે છે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ઈતિહાસમાં ઘા રા ન ગ રી લેખકઃ શ્રીયુત અગરચંદ નાહટા [ ગતાંકથી પૂર્ણ ] * . -- - - કર . ' આ વચ્ચેના કેટલાયે બીજા ઉલેખો પણ મળે છે, જેની ચર્ચા કરી લેવી અહીં આવશ્યક છે. “સંમતિતના ટીકાકાર શ્રી અભયદેવસૂરિના શિષ્ય શ્રી ધનેશ્વરસૂરિએ ધારાધિપતિ મુંજની સભામાં વિજય મેળવ્યો હતો. શ્રીધર્મઘોષસૂરિના શિષ્ય શ્રીસમુદ્રા ધારાના નરવર્મરાજાની રાજસભામાં પોતાની પ્રતિભા બતાવી હતી :– " यो मालवोपात्तविशिष्टतर्कविधानवद्यो प्रशमप्रधानः । विद्वजनामिश्रितपादपद्मः, केषां न विद्यागुरुतामधत्त ॥ धारायां नरवर्मदेवनृपतिश्रीगोहृदक्ष्मापति, श्रीमसिद्धपतिं च गुर्जरपुरे विद्वज्जने साक्षिणि । स्वैयों रञ्जयति स्म सद्गुणगणैर्विद्यामविद्याशयो, लब्धिः प्राक्तनगौतमादिगणभृत्संवादिनीरियन् ।। સં. ૧૨૩૨ માં ધારાનગરીના આગ્રદેવના પુત્ર નરપતિએ “નરપતિજયચય' નામક સ્વોદય અને શકુન સંબંધી ગ્રંથ બનાવ્યો. સં. ૧૨૫૪ માં જિનપતિસૂરિએ ધારાના શાંતિનાથ દેવગૃહમાં વિધિ પ્રવર્તિત કરી "सं० १२५४ श्रीधारायां श्रीशांतिनाथदेवगृहे विधिः प्रवर्तितः ॥" સં. ૧૨૯૫માં શ્રીસુમતિગણિએ ધારા અને નાલછાથી વિહાર કરતાં “ગણધર-સાધ-શતક -સુહદ્રવૃત્તિ ની પૂર્ણાહુતિ મંડપદુર્ગ (માંડવીમાં કરી, જેની તાડપત્રીય પ્રતિ જેસલમેરના બહ જ્ઞાનભંડારમાં છે. તેની પુપિકા આ પ્રકારે છે – " सं० १२९५ वर्षे श्रीधारापुरी-नलकच्छकादिकृतविहारक्रमेण सुमतिगणिना श्रीमंडपदुर्गे वृत्तिरियं समर्थितेति ॥" ૧૪ મી શતાબ્દીના પ્રારંભમાં માંડવગઢના ધનિક શ્રી પેથડશાહે ભારતનાં વિભિન્ન સ્થાનમાં ૮૪ જૈનમંદિર બનાવ્યાં હતાં, તેમાં ધારાનગરીમાં જૈનમંદિર નિર્માણ કરાવ્યાને પણ ઉલ્લેખ મળે છે. “વાદિદેવરિપ્રબંધ' અનુસાર તેમણે ધારાના ધરણીધર પંડિતને વાદમાં પરાજિત કર્યો હતો. ૧૪ મી શતાબ્દી સુધીના ઉલ્લેખોની ચર્ચા ઉપર કરવામાં આવી છે. ૧૫ મી શતાબ્દીનો કોઈ મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ જાણવામાં આવ્યું નથી. પરંતુ ૧૬ મી શતાબ્દીના પ્રારંભની એક મહત્વપૂર્ણ પ્રશસ્તિ અમારા સંગ્રહમાં છે, જેનો સાર આ પ્રકારે છે આ પ્રશસ્તિ એક સ્વર્ણાક્ષરી સચિત્ર કલ્પસૂત્રની પ્રતિ લખાવનારની છે; (જે આ માસિકને ચાલુ વર્ષના અંક: ૬ માં પ્રગટ કરવામાં આવી છે.) ૨૮ શ્લોકોમાં ૧૬ મી શતાબ્દીના સુપ્રસિદ્ધ ભાષા–બાલાવબંધના લેખક મેસુંદર મુનિએ આની રચના કરી છે. એ મુજબ માલવમંડલની ધારાનગરીના નિવાસી પર્વત અને આંબા નામના સંધના બે મુખ્ય જેન For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra જયંત હસ શ્રી. જૈન સત્ય પ્રકાશ ૨૦૪] [ વર્ષ : ૨૦ શ્રાવકાએ આ સ્વર્ણાક્ષરીની વિશિષ્ટ પ્રતિ લખાવી હતી. તેમણે ખીજા પણ લગભગ એક લાખ શ્લોકપ્રમાણ ગ્રંથા લખાવ્યા હતા. જૈન ચૈત્ય પ્રતિમા–પ્રતિષ્ઠા અને તીર્થયાત્રાદિમાં ધણું એક દ્રવ્ય ખર્ચ કરીને જૈન શાસનની પ્રભાવના કરી હતી. સ. ૧૫૧૨ માં આ પ્રતિ ખરતર– ગચ્છના જિનચંદ્રસૂરિના ઉપદેશથી લખાવવામાં આવી હતી. પર્વત અને આંબા શ્રીમાલવ શના બહકટાગોત્રીય હતા. તેમનું વંશવૃક્ષ પ્રશસ્તિ અનુસાર આ પ્રકારે ખતે છે:-- શ્રીમાલ બહુકા ગાત્રીય થાણું જગમાલ (પત્ની—ગામતો ) દુલહ સામલ www.kobatirth.org નરિસહ વરસંગ લાખા (પત્ની-પાંચી) ખીમા પત ( ૧. પત્ની-કપૂરી ) ( ૨. પત્ની લક્ષ્મી ) ઉદયકરણ મુક્ષ્મણ જિનદેવ કમા ખેતા મલ્લ જગત જયમલ્લ ( લીલાદેવી ) જવણ ( પત્ની–જીવણી ) બાડ Acharya Shri Kailassagarsuri Gyanmandir * કણ આંબા ( પત્ની–કુઅરી ) પુત્રીઓ ( પર્વત અને આંબાની બહેનેા) શિવા શાભા માંડણ રણવીર ઝબ હરમ હી સ્વર્ણાક્ષરી સચિત્ર પ્રતિ લખાવવામાં સેકડા રૂપિયાને ખર્ચ થાય છે. આથી પર્વત અને આંબા આ નગરના સારા સમૃદ્ધ વ્યક્તિઓ પ્રતીત થાય છે. એમના પૂર્વજ જવણે શત્રુંજયના ત્રણ વાર સુધ કાઢીને ધણું ધન સુકૃતમાં લગાવ્યું હતું. આ પ્રકારે જગતચંદ્રની પત્ની લીલાદેવીએ પણ શત્રુંજય અને ગિરનારની ત્રણ વાર યાત્રા કરી હતી અને સાત ક્ષેત્રામાં ધણુ ધન ખચ્યું હતું. For Private And Personal Use Only આ પછીના કાઈ મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ હજી સુધી ધ્યાનમાં આવ્યો નથી. Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૧ ] જૈન ઇતિહાસમાં ધારાનગરી [ ૨૦૫ ધારાનગરીમાં શાંતિનાથ વગેરેનાં કેટલાયે જિનમંદિરો હતાં. એ સંબંધી અમને વધુ જાણ નથી કે ત્યાં કેટલાં જૈન મંદિરે હતાં અને પ્રાચીન મંદિરને ક્યારે વિનાશ થયો. મધ્યપ્રાંત, મધ્યભારત તથા રાજપૂતાને કે પ્રાચીન જૈન સ્મારક' અને યતીવિહાર દિગદર્શન' ભા. ૪ થી વિદિત થાય છે કે, સને ૧૪૦૫ માં જૈન મંદિરોને તેડી નાખી, દિલાવરખએ લાટ મજિદ બનાવી. - વર્તમાનમાં અહીં બે વેતાંબર જૈન મંદિર છે. એક બનિયાવાડીમાં છે, તે પ્રાચીન છે અને બીજું સદર બજારમાં શિખરબદ્ધ છે તે નવું બનેલું છે. પહેલું મંદિર શ્રી આદિનાથ અને બીજું મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે. પહેલા મંદિરમાં–શ્રી આદિનાથ મંદિરમાં ૭૫ ધાતુમય પ્રતિમાઓ અને કેટલીક પાષાણ પ્રતિમાઓ પણ છે. મૂળનાયકની પ્રતિમા સં. ૧૨૦૩ માં પ્રતિષ્ઠિત કરેલી છે. સં. ૧૩૨૮, સં. ૧૩૬૨ અને સં. ૧૫૪૭ની સાલની બીજી પ્રતિમાઓ છે. જૈન ઈતિહાસ સાથે સંબંધ રાખતા ધારાનગરીના યથાસાત ઉલ્લેખ પછી હવે જૈન ગ્રંથમાં ધારાનગરીના ઉત્થાન અને પતનની જે હકીકતો મળે છે, તેનો પણ સંક્ષિપ્ત પરિચય આપી દે ઉચિત છે. ગુજરાત અને માળવા મધ્યકાળથી વેતાંબર જૈન સંપ્રદાયનાં સૌથી અધિક પ્રચારકે રાજસ્થાન અને ગુજરાતમાં હતાં. ૯ મી શતાબ્દીની આસપાસ શ્રીમાલનગરથી ઘણું જેનોનું ગુજરાત તરફ પ્રયાણ શરૂ થયું અને પાટણની દિવસે દિવસે ઉન્નતિ થવા લાગી. ગુજરાતની રાજધાની અણહિલપુરપાટણના સ્થાપક વનરાજ ચાવડા પર જૈનાચાર્ય શીલગુણસૂરિને ભારે ઉપકાર હતો. પરિણામે ગુજરાતના રાજાઓની સાથે જૈનાચાર્ય અને શ્રાવકને સંબંધ વૃદ્ધિ પામે. મંત્રી અને સેનાપતિ જેવા ઉચ્ચ પદ પર જૈન શ્રાવકોએ લાંબા સમય સુધી ગુજરાતની સમૃદ્ધિ વધારવાને ભારે પ્રયત્ન કર્યો. બીજી તરફ ગુજરાતના રાજાઓ પર જૈનાચાર્યોની વિદ્વત્તા અને ચારિત્ર્યની છાપ ઘણી સારી પડી હતી. આ મધુર સંબંધના કારણે જૈન વિદ્વાનો દ્વારા રચાયેલ અિતિહાસિક પ્રબંધ આદિ ગ્રંથોમાં ગુજરાતના ઈતિહાસની ભરપુર સામગ્રી મળે છે. ગુજરાત અને માળવા એ સમયે ઘણા સમૃદ્ધિશાળી પ્રદેશ હતા. અહીંના રાજાઓને પ્રતાપ ઘણે જબરે હતું. પરિણામે બંને સ્થાનના શાસકોમાં ઈર્ષ્યા અને પ્રતિસ્પર્ધા થવી સ્વાભાવિક છે. આગળ ઉપર આ પ્રતિસ્પર્ધાએ સંઘર્ષનું રૂપ લીધું, જેનું પરિણામ ભારે ઘાતક નીવડ્યું. પ્રબંધ ચિંતામણિ' અનુસાર ગૂર્જરનરેશ વલ્લભરાજે ધારાનગરી પર ચઢાઈ કરી. તેણે કિલ્લાને ઘેરી લીધે. એ જ સમયે સં. ૧૦૬૬માં શીલીરાગથી એનું મૃત્યુ થયું. એ પછી દુર્લભરોજ, જે તેને નાનો ભાઈ હતા તે રાજા બન્યો. સાડી અગિયાર વર્ષ સુધી રાજ્ય કર્યા પછી તેના પુત્ર ભીમને રાજ્યાભિષેક કરી પિતે તીર્થોપાસના માટે વારાણસી તરફ ગયો. માલવમંડલમાં પહોંચતાં ત્યાંના મહારાજા મુંજે તેને અટકાવીને કહ્યું – “છત્ર–ચામરાદિ રાજ્યચિહ્નોને પરિત્યાગ કરીને કાર્પટિક (સંન્યાસી)ની માફક આગળ જઈ શકશે; નહિતર યુદ્ધ માટે તૈયાર થાઓ.” દુર્લભરાજે આને ધાર્મિક વિશ્વ માન્યું અને તે ભીમરાજને આ અપમાનની સૂચના આપીને પોતે કાઈટિક વેશ પહેરી તીર્થયાત્રા કરતાં પલેક સીધાવ્યો. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૦૬] શ્રી. જેન સત્ય પ્રકાશ [ વર્ષ: ૨૭ આ પ્રસંગથી ગુજરાત અને માળવાના રાજાઓમાં હમેશ માટે વિરોધ અને સંઘર્ષની ભાવના જન્મી, ભેજ અને ભીમનો સંઘર્ષ ચાલુ રહ્યો. જ્યારે જેણે મોં જોયો ત્યારે તેણે આક્રમણને, પ્રયત્ન કર્યો. “પ્રબંધચિંતામણિમાં લખ્યું છે કે વર્ષો ન થવાના કારણે ગુજરાતમાં જ્યારે અન્ન અને ઘાસ મળવાં મુશ્કેલ બન્યાં ત્યારે એવા કુસમયમાં ભોજે ગુજરાત પર આક્રમણની તૈયારી કરી. ભીમને ભારે ચિંતા થઈ, પરંતુ તેના કુશળ સાંધિવિગ્રહિક ડામરે ભારે કુશળતાથી ભેજને પ્રસન્ન કરી ગમે તે પ્રકારે એ આક્ત અટકાવી. બીજી વાર ફરીને જ્યારે ભીમરાજા સિંધુ દેશને વિજ્ય કરવામાં રોકાયા હતા ત્યારે ભેજના સેનાપતિ દિગંબર કુલચંદ્ર ગુજરાત પર આક્રમણ કર્યું. ભોજ અને ભીમ બને એ સમયના ભારે પ્રતાપશાળી રાજાઓ હતા. સાંધવિગ્રહિક ડામરે ભારે ચતુરાઈથી બંનેને મેળાપ કરાવ્યો. ભોજ અને ભીમના અનેક પ્રસંગો “પ્રબંધ ચિંતામણિમાં મળે છે. ભોજ અને કર્ણને સંઘર્ષવૃત્તાંત પણ ઉક્ત ગ્રંથમાં મળે છે. કર્ણ અને ભીમ -એ બંનેએ મળીને ભેજ પર આક્રમણ કર્યું. એ પછી સિદ્ધરાજે તો આ સંઘર્ષને ચરમ સીમાએ પહોંચાડવો. તેણે ધારાનગરીને જે નિર્દયતાથી ધ્વંસ કર્યો અને ત્યાંના રાજાને અપમાનિત કર્યો -તેની કથા અત્યંત વેદનાપૂર્ણ છે. “પ્રબંધ ચિંતામણિ' અનુસાર સિદ્ધરાજ સિંહ જે સમયે સેમેશ્વરની યાત્રાએ ગયો હતો એ જ સમયે માલવાના છલાવેલી રાજા યશવમીએ ગૂર્જર દેશમાં ઉપદ્રવ કરવા માંડ્યો. સાંત્ મંત્રીએ કઈ રીતે યશોવર્માનું કહેવું માનીને આ આફતથી છૂટકારે લીધે પરંતુ સિદ્ધરાજને જ્યારે આ હકીકત જાણવામાં આવી ત્યારે તેને એ વાત ખૂંચવા લાગી. પરિણામે તેણે માળવા ઉપર ચડાઈ કરી. ૧૨ વર્ષ સુધી યુદ્ધ થતું રહ્યું છે જ્યારે ધારાને કિલ્લો તૂટો નહીં, ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી કે –- “કિલ્લાને તેડવા વિના આજે અન્ન ગ્રહણ નહિ કરું.' સાયંકાળ થવા છતાં જ્યારે સફળતા નહીં મળી ત્યારે મંત્રીઓએ આટાની ધારાનગરી બનાવી ગમે તે રીતે પરમાર રજપૂતને મરાવી નાખી પ્રપંચથી પ્રતિતાને નિર્વાહ કર્યો. અને ભારે પ્રયત્ન પછી કઈ ધારાનિવાસીથી એ ભેદ મળે કે દક્ષિણ દરવાજા તરફથી હુમલો કરતાં કિલ્લાને તેડવાને સંભવ શક્ય છે. ત્યારે સિદ્ધરાજે પિતાને બળવાન પટ્ટહસ્તી પર બેસીને દરવાજાને તેડવાનો શક્ય પ્રયત્ન કર્યો. કમાડ તે તૂટી ગયાં પરંતુ સાથોસાથ હાથીનાં હાડકાં પણ ભાંગી ગયાં. હાથી ત્યાં જ પડી ગયો. કિલ્લાને તેડીને યશોવર્માને બાંધી સિદ્ધરાજ પાટણ આવ્યો. તેણે પ્રતિજ્ઞા કરી હતી કે યશોવર્માના હાથમાં મ્યાન વિનાની છરી આપીને અને તેને પિતાની પાછળ બેસાડી, તે હાથી પર સવાર થઈને, નગરમાં પ્રવેશ કરશે. મુંજાલ મંત્રીને આ રીત અનુચિત લાગી પરંતુ રાજાની પ્રતિજ્ઞાને ભંગ થશે એમ સમજીને તેણે તેમ કરવા દીધું. સં. ૧૮૦૫માં શ્રી રાજશેખરસૂરિએ રચેલા “પ્રબંધકોશમાં “મદનવને પ્રબંધ' છે, તેમાં આ ઘટના યશવમના સ્થાને નરવર્માની સાથે સંબંધિત બતાવી છે. એ મુજબ, ધારાનગરીના ત્રિપળિયાના લેટાને આંગળા સોમનાથ –(આ ગ્રંથરચનાના સમય)માં વિદ્યમાન છે. સિદ્ધરાજ સિંહે પ્રતિજ્ઞા કરી હતી કે, ધારાનરેશ નરવર્માની ચામડીથી બનેલી મ્યાનમાં જ મારી તલવાર પ્રવેશ કરશે. અને એ પ્રતિજ્ઞા પૂર્તિ માટે હાથી પર આરૂઢ નરવને પૃથ્વી પર For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧૧] જૈન ઈતિહાસમાં ધારાનગરી [ ૨૦૭ પછાડી પગની એક વેંત ચામડી ઉતરાવી. એ તે એથી વધુ ચામડી ઉતરાવવા માટે તૈયાર થઈ ગયા હતા પરંતુ “રાજાને વધ ન થાય' એવું નીતિવચન મંત્રીઓએ સંભળાવીને કોઈ પણ રીતે એ કાર્યને રોકી દીધું. આમ છતાં નરવર્માને લાકડાના પાંજરામાં રાખવામાં આવ્યું. આ રીતે સિદ્ધરાજ દ્વારા સમૃદ્ધિશાલિની ધારાનગરીને અતિકરુણ રીતે ધ્વંસ થશે. પ્રબંધ ચિંતામણિ” અને “પુરાતન પ્રબંધસંગ્રહ' આદિમાં ધારાના ઇતિહાસની ઘણાએક કડીઓ સંગ્રહાયેલી છે. મુંજરાજ, ભોજરાજ અને ધનપાલ સિવાયના પણ કેટલાયે પ્રબ ધારાના ઈતિહાસ સાથે સંબદ્ધ છે. ઉપર્યુક્ત ત્રણ પ્રબંધન સંબંધ તે પૂર્ણરૂપે ધારાની સાથે છે જ. સિદ્ધરાજે જૈનાચાર્ય હેમચંદ્રસુરિ દ્વારા જે વ્યાકરણ બનાવરાવ્યું, તેમાં પણ ધારાના વંસ સમયે ભોજરાજનો જે પુસ્તક ભંડાર મળ્યો હતો, તેમાંથી “ભોજ વ્યાકરણ' મળી આવ્યું તે દ્વારા નવું વ્યાકરણ ગુજરાતમાં પણ બનાવવાની પ્રેરણા મળી. ધારાનગરી પંવારવંશીય નરેશેએ વસાવી હતી. ત્યાં આ વંશની રાજસત્તા સં. ૧૩૧૦ સુધી રહી હતી. એ પછી તે મુસલમાન સમ્રાટને આધીન થઈ. ધારાની ઉત્તરે એક નાની પહાડી પર જે કિલ્લે છે, તે સં. ૧૩૨૫માં મહમદ તઘલખે બનાવ્યો હતે. જીરાપુર (ધાર)ની પાસે જે માન સરોવર તળાવ છે તે બારે માસ પાણીથી ભરપુર રહે છે, તે પણ મુસલમાન સમ્રાટોએ જ બંધાવ્યું હતું. આ સમ્રાટોના શાસનકાળમાં હિંદુઓનાં અનેક પ્રાચીન સ્મારક નષ્ટભ્રષ્ટ કરી દેવામાં આવ્યાં, પ્રાચીન મંદિર તેડી નાખી મસ્જિદો બનાવી દેવામાં આવી અને શિલાલેખાદિ બરબાદ કરી નાખવામાં આવ્યા. બે વર્ષ પૂર્વે જ્યારે હું ધારાનગરીમાં ગયો હતો તે સમયે જે કે હું થોડા કલાકો માટે જ રોકાયો હતો, છતાં મહારાજ ભોજની પાઠશાળા આદિ અનેક મહત્ત્વપૂર્ણ પ્રાચીન સ્મારકોને મસ્જિદરૂપે જોઈને મને ભારે દુ:ખ થયું. ચાર-પાંચ સ્મારકોને છોડીને અત્યારે બધાં પ્રાચીન અવશેષે પણ નષ્ટ થઈ ચૂક્યાં છે. સમૃદ્ધિશાલિની ધારાની આ અવસ્થા જોઈને કયા સહૃદયને દુઃખ નહિ થાય? આ રીતે આપણી અનેક પ્રાચીન નગરીઓ ધ્વસ્ત થયેલી છે. તેની કથા પણું ભારે રોમાંચક છે. પ્રાચીન ઈતિહાસના વિદ્યાર્થીઓની સામે જ્યારે તેમને પ્રાચીન વૈભવ અને વર્તમાન વિનાશનું દૃશ્ય ઉપસ્થિત થાય છે ત્યારે તે મર્માહત બને છે. ધારાની પાસે જે માંડવેગઢ પણ કરુણ કહાની લઈને ઊભું છે. હું ત્યાં પણ ગયા હતા. ત્યાં પણ આલીશાન મસ્જિદો અને અન્ય મંદિર તથા મકાનને ખંડિયેર રૂપમાં જોઈને મને ભારે પરિતાપ થયો. ૧૩ મી શતાબ્દીથી ૧૫ મી શતાબ્દી સુધીની માંડવગઢની સમૃદ્ધિ જે રીતે જૈન ગ્રંથમાં વર્ણિત છે તેનું ચિત્ર મારી સામે ઘૂમવા લાગ્યું. જ્યાં કઈ સમયે ૩૨ જેટલાં જૈન મંદિરો હતાં, ત્યાં એક પણ પ્રાચીન અવશેષ રહ્યું નથી એ કાળની જ બલિહારી છે. ઉત્થાન અને પતનની આ કથા માનવ માટે એક શિખામણરૂપ છે. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SSSSSSShri NDIANiiiitilgrimum umammoniu m ph છે 'જો , રિઝ3 * * * * vrutritoriurethra truerrerunnilinutri દ્રાવિડિયન સંસ્કૃતિ ઉપર જૈનધર્મની અસર લેખક: શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી. The Literary History of India. નામક મિ. કેયરના ગ્રંથ ઉપરથી સહજ જાણી શકાય છે કે, તામિલ આદિ દક્ષિણની જે ભાષાઓ છે એમાં ઉચ્ચ વિચાર અને ધ્યેયપ્રગભતાનાં જે દર્શન થાય છે, એ જૈનધર્મને આભારી છે. શરૂઆતમાં પશુબલિ દેવામાં, દેવી કે માતાને સંતુષ્ટ કરવા સારુ જીવોને ઘાત કરવામાં, અથવા તે પિશાચપૂજા જેવી કરણીમાં, દ્રાવિડ ધર્મ માનતા હતા પણ જૈન અને બૌદ્ધ ધર્મના ઉપદેશકોના સંસર્ગમાં આવ્યા પછી એ ધર્મોના ઉદાર વિચાર અને ઉમદા તોએ જનસમૂહમાં સુંદર છાપ બેસાડી ઉત્તરોત્તર એનો વિસ્તાર વધતો ગયે અને અમુક કાળે જૈનધર્મે, રાષ્ટ્રધર્મ તરીકેનું અનોખું પદ પ્રાપ્ત કર્યું. સિલપદિકામ ” અને “મણિમેખલે' નામક બે પ્રસિદ્ધ ગ્રંથના આધારે વિના રોકટોકે કહી શકાય કે, ઈ. સનના બીજા સૈકાથી તામિલ દેશમાં જૈન અને બૌદ્ધ ધર્મ ઠીક ઠીક પગરવા માંડ્યા હતા. એ સંબંધી સંખ્યાબંધ ઉલ્લેખ એમાં સંઘરાયેલા દષ્ટિગોચર થાય છે. લ' અને “પાંડ' વંશના રાજાઓએ જૈનધર્મ” ને સારા પ્રમાણમાં આશ્રય આપે છે. “લ” રાજાઓની રાજધાની “કવિરિષ્પમદિનમ' તથા “ઉપર” “મદુરા' આદિ નગરમાં જૈન મુનિ સ્થાને અથતિ ઉપાશ્રયો કે વસતીસ્થાને હતાં. વળી, જેનધમી આર્યાઓ માટે જુદા આશ્રમે પણ હતા. જિનમંદિરોમાં અરિહંત પ્રતિમાઓની પૂજા નિયમિત થતી. “મણિમેખલે માં દર્શાવાયેલી ઉપરની બાબત ઉપરથી તેમજ મુનિઓ અને આર્યાએ પણ અહીં વસતી પ્રજામાંથી જ વૈરાગ્ય પામી થયેલાં એવી નેધ ઉપલબ્ધ થતી હોવાથી એ પણ સહજ ક૯પી શકાય છે કે તામિલ દેશમાં વસતા નર-નારી વર્ગમાં જેનધર્મના સંસ્કાર ઊંડા જામેલા હતા અને એની જડ જામવામાં સંખ્યાબંધ વર્ષો વ્યતીત થયાં હતાં. એ કાળમાં રચાયેલ અન્ય સાહિત્ય ઉપરથી પણ જોઈ શકાય છે કે રાજાઓ પરમતસહિષ્ણુ હતા. રાજ્યધર્મ તરીકે ગમે તે ધર્મ થવાનું હોય, છતાં દેશમાં પ્રસરેલા બીજા ધર્મો પ્રત્યે તેઓની દ્રષ્ટિ સમભાવપૂર્ણ રહેતી. પ્રજા પિતાને રુચે તે ધર્મ પાળવાને સ્વતંત્ર હતી. જુદા જુદા ધર્મોનો અભ્યાસ જિજ્ઞાસાવૃત્તિથી થત. એમાં સાંપ્રદાયિક બંધનોની ગંધ સરખી જણાતી નહીં. ઈસ. ની બીજી સદીથી આરંભી લગભગ અગિયારમી સદી પર્યત આ પ્રદેશમાં જૈનધર્મ પ્રચલિત હતું. એ વાતમાં જરા પણ શંકાને સ્થાન નથી. બાકી, જેમ દરેકમાં ચડતી પડતીને કાળ આવે છે એમ જૈનધર્મના પ્રચારમાં પણ બનવા પામ્યું હોય, એ વાત અસંભવિત ન ગણાય. તામિલ વાયમાં જે પાંચ મહાકાવ્ય સુપ્રસિદ્ધ મનાય છે. એમાંના બીજા નંબરના નાલદિયારની રચના કલસ્ર રાજાના રાજ્યકાળમાં થયેલી છે. જૈનધર્મને એ રાજવી તરફનો મેટો આશ્રય હત; કારણ કે તે વાડ્મયને ખાસ ઉપાસક હતો. ઈસ. ના પાંચમા સૈકામાં For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૧] દ્રવિડિયન સંસ્કૃતિ ઉપર [૨૦૯ દક્ષિણમાં જૈનધર્મ પ્રબળતા પ્રાપ્ત કરી હતી, અને પાંડN દેશને રાષ્ટ્રધર્મ બન્યું હતું. ત્યાર બાદ લગભગ ત્રણથી ચાર વર્ષ પર્યત જૈનોએ ધર્મપ્રચાર અંગે ભારે પ્રયત્ન કર્યાની નોંધ પાપ્ત થાય છે. એ વેળા દક્ષિણમાં જૈનધર્મની ધ્વજા જોરથી ફરકતી હતી. જે લખાણ ઉપલબ્ધ થાય છે એ જોતાં ઈ. સની ૧૧મી સદી સુધીમાં જૈનધર્મ વિરુદ્ધ કાઈ ઈતર ધર્મ આગળ આવ્યો હોય એમ જણાતું નથી. આમ છતાં સત્યને ખાતર કહેવું જોઈએ કે એનાં વિધી બીજો એ પૂર્વેને દોઢસો-બસે વર્ષોમાં વવાવાં શરૂ થયાં હતાં. " राजमहेंद्रीचा राजा राजनरेन्द्र याच्या कारकीर्दीत (इ. स. १०२२ नेतर) या द्वेषांकुरास जोराची पालवी फुटत गेली व या पुढीळ ३०० वर्षांत हजारों जैनांचा बली घेण्या इनका हा विषवृक्ष वाढला." કર્નાટક, તામિલ, તેલગુ ભાષા જ્યાં પ્રચલિત હતી એવા દક્ષિણના સર્વપ્રદેશમાં તેમજ મહારાષ્ટ્રમાં અને કંકણમાં અગિયારમા સૈકાથી માંડીને આશરે બસો વર્ષનો સમય જેનધર્મ તેમજ જેને માટે ઘણે વિષમ ગયા. એ વેળા જૈન સમાજને પિતાની દલિત અને માલ મિલકતનો તે ભેગ આપ પડયો પણ જૈનધર્મ જેવા પિતાના પ્રાણપ્યારા ધર્મના ટેકને સાચવવા સારુ પ્રાણની આહૂતિ સુધ્ધાં આપવાનો સમય આવ્યો. જે એ કાળે જેનોએ સમભાવ અને વીરત્વ ન દાખવ્યું હોત તે જેનધર્મ એ પ્રદેશમાં અસ્ત થઈ ગયા હેત પણ એ વેળા ધર્મને માટે પ્રાણ ન્યોછાવર કરવાનું દીર્ઘદર્શ સાહસ જેનોએ દાખવ્યું. અનુયાયીઓનું સંખ્યાબળ જે કે ઓછું થયું છતાં એના સંસ્કાર કાયમ રહ્યા અને અનુયાયી વર્ગ પણ નામશેષ ન થઈ ગયે. એ કાળે ધર્માધતાને જે વાયુ વાયો અને એ દ્વારા જે વાતાવરણ સર્જાયું તે ખરેખર ઈતિહાસના પાને કલંકરૂપ પ્રકરણ છે. એના ઉપર રાજ્યવંશમાં ચાલતી પરસ્પરની ઈર્ષા અને લોભ, એક તરફથી અંકુશરૂપ નીવડ્યાં અને બીજી બાજુએ મુસલમાન આક્રમણકારીઓનું આગમન થતાં સંગઠનની આવશ્યકતા સામે ડોકિયાં કરી રહી. આ જાતની વિષમ સ્થિતિ ખડી થવાથી ધાર્મિક અસહિષ્ણુતા ઓગળવા માંડી અને વધુ પ્રમાણમાં વણસી જતી સ્થિતિ સ્થગિત થઈ આ રીતે દક્ષિણના પ્રદેશમાં વર્તતી દશાનું વધુ અવેલેકને આગળ ઉપર રાખી, એ સંબંધી બધપાઠ રૂપે તારવણી કરીએ તે વિના અટક્ય કહેવું પડશે કે ભગવંત શ્રીમહાવીરદેવનાં ઉમદા અને ઉદાર વચનોને અમલ કરવામાં અને એને આમ જનસમૂહમાં વિસ્તારવામાં એ કાળના શ્રમણ તેમજ શ્રાદ્ધ પાછી પાની નથી કરી. જે આ નજર સામેનું સાચું ચિત્ર છે તે આજે જ્યારે સર્વ પ્રકારની સાનુકૂળતા છે અને રાજકીય દ્રષ્ટિએ કોઈ જાતનું જોખમ કે અગવડ નથી ત્યારે આપણી--શ્રી મહાવીરદેવના પુત્રોની શી ફરજ હોઈ શકે ? એક તે ત્યાં દ્રષ્ટિગોચર થતો અને વિખરાયેલે મુતિ-મંદિરરૂપી વારસો એકત્રિત કરી એનો વહીવટ વ્યવસ્થિત કરવારૂપ ફરજઅને બીજી ફરજ-જે આપણા આત્મયકારી સાહિત્યનું, તે તે ભાષાઓમાંથી વિદ્વાનોના હાથે ભાષાંતર કરાવી વર્તમાનમાં બહુજનલાભદાયી એવી. અંગ્રેજી તેમજ હિંદીમાં અવતરણ કરવાની. વિશેષમાં એ સાહિત્યનું ગેટઅપ સુંદર હોવું જોઈએ અને પ્રચારની નજરે એનું મૂલ્ય જેમ બને તેમ સતું હોવું ઘટે. આત્મકલ્યાણ અને ધર્મપ્રભાવના માટે આ ધોરી માર્ગ છે. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ ખલનાઓ ખરી નથી લેખક –પૂજ્ય પંન્યાસ શ્રી. કલ્યાણવિજ્યજી તા. ૨૧ મી મે ૧૯૫૫ ના “જૈન” પત્રમાં શ્રી. નંદલાલ ચુનીલાલ સોમપુરાએ એક કલમના એક લેખમાં જૂનાગઢના નવા જિનમંદિરના શિલ્પની કેટલીક ભૂલેનો નિર્દેશ કર્યો છે. એટલું જ નહિ પણ શેરીસા, રાજગૃહ અને કલકત્તાના જિનમંદિરનાં શિલ્પ–કામોની ભૂલોની પણ ચેતવણી આપી છે. શ્રી નંદલાલના લેખના મૂળ મુદ્દાઓ નીચે પ્રમાણે છે :-- (૧) કેસરી આદિ પ્રસાદમાં “મંદિર પ્રાસાદ” જે જૂનાગઢમાં બનાવાય છે તે માત્ર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અને સૂર્ય–આ ચાર દેને માટે જ હોય છે. બીજા કોઈને માટે નહિ. શ્રી નેમિનાથને માટે અહીંયાં “નેમિવલ્લભ પ્રાસાદ” બનાવ જોઈતો હતો. (૨) આ મંદિરમાં “કુંભાથી કુંભી ” હીન કરીને વાઢભંગ કર્યો છે. (૩) આ મંદિરના હિસાબે આમાં પ્રતિષિત પ્રતિમા મોટી ગણાય. આમાં ૨૭-૨૮ ઈંચથી મેટી પ્રતિમા બેસી શકતી નથી, છતાં આમાં ૩૭ ઈંચની પ્રતિમા બેસાડી છે તે યોગ્ય નથી કર્યું. (૪) પ્રાસાદની આધષ્ઠાતા દેવી પબાસણના મધ્ય ભાગે ન કરતાં નીચે કરી છે, જુનાગઢના નવા મંદિરના શિલ્પકામમાં ઉપર પ્રમાણે ખલનાઓ બતાવી શ્રી નંદલાલ હવે શેરીસાના પ્રાસાદ અને એ પ્રમાણે કરાતા રાજગૃહના જિનપ્રાસાદને અંગે કહે છે : (૫) શેરીસાના પ્રાસાદની જેમ રાજગૃહના શ્રી મુનિસુવ્રતના પ્રાસાદમાં પણ થવાનું છે. શેરીસાના મંદિરમાં બાહ્ય પદ ૬ ગજ, ૧ ઇંચનું છે, જ્યારે ગર્ભગૃહ ૬ ગજ, ૨૩ ઇંચનું છે. (ક) ગર્ભના પદ પ્રમાણે મંડપ સ્તંભનું પદ કરવું જોઈએ, અને ગર્ભગૃહના પદ પ્રમાણે જ તારણ તંભોના વિસ્તારે કરવા, (૭) ગર્ભગૃહ ચોરસ કરવાને બદલે વિસ્તારમાં ઓછું કરીને “યમચુલ્લી' નામક દોષ ઉપજાવ્યો છે. એ પછી શ્રી નંદલાલ કલકત્તા કેનીંગ સ્ટ્રીટના મંદિરની ભૂલને વિષે કહે છે : (૮) કલકત્તા કેનિંગ સ્ટ્રીટનું દહેરાસર પણ તેમણે જ કરેલ છે. કુંબી જૂનાગઢ મુજબ કરેલ છે. (૯) બારણાની સાથે શરાનો વાઢ મેળવેલ નથી. (૧૦) વિશેષમાં પરિકર પણ દિવાલથી આગળ બેસાડેલ છે. વિનરાજના સ્થાને પ્રતિમાને ને બેસાડવાની કોશિષ કરી છે પણ પ્રયાસ અશાસ્ત્રીય થઈ ગયો છે. (૧૧) મણિભદ્રવીરની મૂર્તિ અપસવ્ય થયેલ છે. શ્રી. નંદલાલના આખાયે લેખન સારાંશ ઉપર પ્રમાણે છે. આમાં બતાવેલી ખલનાઆ ખરી નથી, એ વસ્તુનું સ્પષ્ટીકરણ કરતાં પહેલાં અમારે એક વાતનો ખુલાસો કરી દેવો પ્રાસંગિક ગણાશે. શ્રી નંદલાલે પોતાના લેખમાં “શેઠ આણંદજી કલ્યાણજીતી પેઢી” અને For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૧ ] એ સ્કૂલનાઓ ખરી નથી [ ૨૧૧ પેઢીના શિલ્પકારોને યાદ કર્યા છે. આનું ખરું રહસ્ય શું હશે એ તો શ્રી. નંદલાલ જાણે પણ આથી એટલું તે ધ્વનિત થાય છે કે શ્રી. નંદલાલનું મન પેઢી તથા પેઢીના શિલ્પકારે વિષે અસંતુષ્ટ હોવું જોઈએ. અન્યથા એ લેખ લખવાને શ્રી નંદલાલને બીજું કોઈ કારણું ન હતું. પેઢીના શિલ્પકારોને જે જે કાને ભૂલભરેલાં બતાવી એઓએ ટીકા કરી છે, એ જ કામો શ્રી. નંદલાલના બીજા ભાઈઓ પણ (અને કદાચ શ્રી. નંદલાલ પણ બાકી નહિ હોય) કરે છે, છતાં પેઢી અને પેઢીના શિલ્પકારે જ શ્રી. નંદલાલની નજરે ચઢે એનું બીજું શું કારણ હોઈ શકે ? એ વિષયમાં અમાએ જૂનાગઢ, શેરીસા, રાજગૃહ અને કલકત્તા કેનીંગ સ્ટ્રીટના દેરાસરના કામને અંગે જે કાંઈ પૂછવા જેવું હતું તે એ કામોના જાણકાર અને લાગતાવળગતાઓને પૂછીને ખુલાસા મેળવ્યા છે એ અમારે આ સ્થળે જણાવી દેવું જોઈએ. શ્રી. નંદલાલે બતાવેલ ખલનાઓના અનુક્રમે ખુલાસા નીચે પ્રમાણે છે :-- (1) કેશરી આદિ ૨૫ પ્રાસાદો પૈકીને જૂનાગઢમાં નવો બનેલો “મંદિર” પ્રાસાદ ૬ો છે, જ્યારે શ્રી નંદલાલે આપેલ– " हरो हिरण्यगर्भश्च, हरिर्दिनकरस्तथा । અને વાદ સ્થિત રિૌ, નાચેષ સ જાનન | ૬૭ ||" આ “અપરાજિતપૃચ્છાને લેક એ પ્રાસાદો પૈકીના ૨૫ મા “મેર” પ્રાસાદને અંગે જ લખાયેલ છે એ વાત શ્રી. નંદલાલે પિતે પણ જાણતા હતા, એથી જ એમણે આ કમાંથી “એ” એ નામ ઉડાડીને ત્યાં “” શબ્દ ગેહવ્યો છે, પણ આમ કરવાથી વાસ્તવિકતા ક્યાં સુધી છુપાવી શકાશે અને શ્રી. નંદલાલે વિચાર કર્યો નથી. અને આ માં ઘાલમેલ કરી એક સ્થાનની હકીકત વિચારપૂર્વક બીજે જોડીને શ્રી. નંદલાલે પ્રમાણિકતાને આંચ લગાડી છે. વળી, “જિંનોને માટે કહેલ પ્રાસાદો પૈકીનો જ જિનપ્રાસાદ થવો જોઈએ' એ શ્રી. નંદલાલનું મંતવ્ય પણ ભૂલભરેલું છે. જિનપ્રાસાદો તરીકે બતાવેલ પ્રાસાદ ઉપરાંતના પણ જે પ્રાસાદો વર્જિત નથી અથવા અમુક પ્રાસાદ અમુક દેવને માટે જ છે' એ જેને અંગે નિર્ધાર નથી એવા હજારે પ્રાસાદો શાસ્ત્રોક્ત છે, જે સર્વે સર્વ દેવોને માટે કરી શકાય છે. આજે ભારતવર્ષમાં લગભગ ચાલીસ હજાર જિનમંદિરે છે પણ આ સર્વેમાં શ્રી. નંદલાલ કહે છે તેવા “જિનવલ્લભ' પ્રાસાદોની સંખ્યા બસો-પાંચસોની પણ નહિ હોય. એ તેઓ જાણે છે છતાં જૂનાગઢને પ્રાસાદ નેમિવલ્લભ” થે જોઈતા હતાઆવા આશયનું તેમનું કથન શું પેઢીને ડબલ ખર્ચમાં ઉતારવાની સલાહ આપવા જેવું નથી ? જૂનાગઢના બાવન ભાગના તળના પ્રાસાદના મૂલ્યમાં ૨૨ ભાગના તળને “મિવલ્લભ” પ્રાસાદ બનાવી આપવાની શ્રી. નંદલાલ શક્તિ ધરાવતા હોય તે જણાવે. અમે એમના કામની કદર કરીશું. (૨) કુંભાથી કુંભી હીન કરીને પિઢીના શિલ્પકારે શ્રેણીભંગ કર્યો નથી. પણ ઉદુંબર તથા કુંભીનો વાઢ મેળવ્યો છે એ કહેવું જોઈએ. “કુંમર સમા ગુંમા એ નિયમના અપવાદરૂપે લખાવેલ– " उदुम्बरं तथा वक्ष्ये, कुम्भिकान्तं तदुच्छ्रयः । तस्यार्धेन त्रिभागेन, पादोनरहितं तथा ॥ ९॥" For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨] શ્રી. જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૨૦ આ ઉદ્બર-કુંભીના વાઢમેળના નિયમને કેમ ભૂલી જાય છે? કુંભક-ભીના વાઢમેળે કરતાં, ઉદુંબર-કુંભીને વાઢમેળ અંતરંગ છે. જ્યાં ઉદુબર સ્વસ્થ માનને હેય ત્યાં કુંભકકુંભી–ઉદુબરનો વાઢ મળી જ રહે છે. પણ જ્યાં ઉદ્દે બરે અધ ભાગે વિભાગે કે ચતુર્થભાગે હીન કરાય છે ત્યાં કુંભી પણ ઉદુમ્બરની સાથે વાઢ મેળવવા માટે તેટલા પ્રમાણમાં હીન કરવી જ પડે છે. “મિરાતે : આ કથનનું એ જ રહસ્ય છે. કુંભાની સાથે કુંભીને વાઢ મળે યા ન મળે પણ ઉબરની સાથે કુંભીને વાઢ તે મેળવે જ જોઈએ. સ્વયંભૂ શિલ્પકારેને ઉદ્દેશીને શિલ્પશાસ્ત્રી શ્રી. નર્મદાશંકર મલજીભાઈ સોમપુરાએ કરેલ નીચેની ટકેર પણ શ્રો. નંદલાલને માર્ગદર્શક થઈ પડશે એમ જાણી નીચે આપીએ છીએ. ઉબર કુંભાથી નીચે ઉતારવાનું કહેલ છે પરંતુ કેટલાક હાલના શિ૯પીઓ વગર સમયે શાખાના તલકડાથી નીચે ઉતારે છે પણ શોખાના તલરૂપ તલકડાને નીચે ઉતારતા નથી એ ભયંકર ભૂલ કરે છે. ઉંબરે કુંભાથી જેટલા અંશે નીચે ઉતાર્યો હોય એ પ્રમાણે તલકડા સ્તંભની કુંભીઓ સહિત એક સૂત્રમાં રાખવા જોઈએ. ” (“શિલ્પ રત્નાકર' પૃ. ૧૧૨) (૩) ૫ ગજ, ૫ ઇંચના પ્રાસાદમાં ૩૭ ઈંચની પ્રતિમા માનાધિક ગણાય નહિ. “દેવતામૂર્તિ પ્રકરણ”ના એ કને જ શ્રી. નંદલાલે પ્રતિમા–માનને અંતિમ સિદ્ધાન્ત માનવ જોઈએ નહિ. શાસ્ત્રમાં અધિકમાં અધિક & હાથની પ્રતિમા પ્રાસાદમાં પ્રતિષ્ઠિત કરવા શાસ્ત્રીય લેખ છે. એ માન દેવતામૂર્તિ પ્રકરણના ઉક્ત નિયમાનુસાર મળી શકે તેમ નથી. ૫૦ હાથ સુધીના પ્રાસાદ હોય છે અને એવા પ્રાસાદમાં પ્રતિમાઓ પણ પ-૭-૯ હાથ સુધીની બેસે છે. ઉક્ત દેવતામૂર્તિ પ્રકરણને લેકે પ્રમાણે પ૦ હાથના પ્રાસાદની ઊભી અને બેઠી પ્રતિમાનું માન અનુક્રમે ૯૩ અને ૮૨ આંગળનું આવે છે, જે હસ્તમાને ૩ હાથ અને ૨૧ તથા ૧૦ આંગળનું થાય છે. હવે શ્રી. નંદલાલ એ કહેશે કે શાસ્ત્રોક્ત ૯ હાથની પ્રતિમાને માટે તેઓ કયા માનને નવા પ્રાસાદો નિર્માણ કરશે ? શિલ્પશાસ્ત્રોક્ત પ્રાસાદમાનના નિયભાનુસારે ૫ણ ૫ ગજ, ૫ ઇંચને પ્રાસાદ ૬૯ ઈંચની ઊંચાઈનું દ્વાર માગે છે અને ૬૯ ઈંચનું દ્વાર ૩૪ ઈચની પ્રતિમા તે માગે જ છે, અને તે ૭૦ ભાગની ઉંચાઈની નહિ પણ ૫૬ ભાગની ઉંચાઈની સમજવાની છે. મૂર્તિ વેચનારાઓ આજે ૭૦ ભાગની ઉંચાઈના આંગળ ગણીને મૂલ્ય વસૂલ કરે છે તેમ મિસ્ત્રીઓ પણ આજે ૭૦ ભાગની ઉંચાઈના આંગળ ગણીને ૧ અપરાજિતyછા રાત્રઃ ૨૦૯ માં કારમાને પ્રતિમામાન આ પ્રમાણે લખ્યું છે – " तत्त्वयुग्मोद्भवे द्वारे, ह्यय॑मानं निधोदितम् । વજી તરવેન્દ્રમાં, ૪ સંસ્થા જતા /૧૧|| आसनस्था पूर्वमाने, :शऋविश्वसूर्यांशतः । स्थिता पुनर्चा केशान्ते, प्रमाणं सूत्रतः स्मृतम् ॥१२॥" અથોત–દ્વારની ઊંચાઈને ૨૫ ભાગ કરી તેમાં ૧૬-૧૫–૧૪ ભાગ જેટલી અનુક્રમે ઉત્તમ, મધ્યમ, જધન્ય માનવી ઉંચાઈની પ્રતિમા કરવી એ ઊભી પ્રતિમાનું માન છે. આસનસ્થ પ્રતિમાની ઉત્તમ, મધ્યમ, જાન્યભેદે ઉંચાઈ તેના દ્વારની ઉંચાઈના ૧૪-૩-૧ર ભાગ જેટલી કરવી. બે આસનની પ્રતિમાની ઉંચાઈ કેશાંત પર્વતની કહી છે. | [ શાનિત કૃ૦ જૂન ૨૦૬ વેગ પર ] For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧૧] એ ખલનાએ ખરી નથી [૧૩ પ્રાસાદમાને પ્રતિમાનું માન ગણે છે, જે યથાર્થ નથી. જ્યાં જ્યાં શાસ્ત્રમાં ઊભી અથવા બેઠી પ્રતિમાનું નિરૂપણ છે ત્યાં સર્વત્ર ઊભી પ્રતિમાના ૧૦૮ આંગળ અને બેડીની ઉંચાઈ પ૬ આંગળની જ લખી છે, ઊભીનું પીઠ કે બેડીનું મસૂરક અને બન્નેનું કેશાન્ત મસ્તક સંમિલિત ગણાતું નથી. મસુરના આઠ આંગળ અને લલાટ ઉપરના કેશાન્ત મસ્તકના ૬ આંગળા બેઠી પ્રતિમાને ઉંચાઈમાંથી બાદ કરતાં ૩૭ આંગળની પ્રતિમા વાસ્તવમાં ૩૧ આંગળથી પણ નાની થઈ જાય છે. આ સંબંધમાં શાસ્ત્ર પ્રમાણ નીચે પ્રમાણે છે: " प्रतिमोच्छ्यमाने तु, कर्तव्याश्चतुरंशकाः । तत्रांशेषु प्रकुर्वीत, चामुलानि चतुर्दश ॥ ११८ ॥ तेनाङ्गुलप्रमाणेन, षट्पञ्चाशत्समुच्छ्यः । વિસ્તારસ્વરપ્રમાણેન, waઃ સર્વશ્રામઃ || | ” અર્થાત-બેઠી પ્રતિમાની ઉંચાઈના ચાર ભાગ કરવા, તે પ્રત્યેકની ૧૪–૧૪ આંગળ કરવા. આ આંગળના માને બેઠી પ્રતિમાની ઉંચાઈ ૫૬ આંગળની કરવી અને તેજ પ્રમાણનો એટલે કે પ૬ આંગળને તેને વિસ્તાર કરે એ શુભદાયક છે. ઉપરની વિધાનથી સિદ્ધ થયું કે બેઠી પ્રતિમાની ઉંચાઈનું અને તેના વિસ્તાર એટલે કે પલાંઠીનું એક જ માન છે. માટે બેઠી પ્રતિમાની પલાંઠીના માને તેનું માન ગણીએ તોય તેની મસરક-કેશાન્ત મસ્તક વિનાની ઉંચાઈનું જ માન આવે છે. એટલે દ્વારના વિસ્તારમાને અથવા તે ગર્ભના ત્રીજા ભાગે પ્રતિમા કહી છે તે પલાંઠીના માને જ સમજવાની છે. આ સર્વ શાસ્ત્ર પ્રમાણેથી સિદ્ધ થયું કે શ્રી. નંદલાલે પ્રતિમાના ભાન વિષે જે ખલના બતાવી છે તે વાસ્તવિક નથી. (૪) પબાસનના મધ્ય ભાગે કરાતી દેવીને જેઓ “પ્રાસાદ દેવી ” અથવા “પ્રાસાદની અધિષ્ઠાતા દેવી” કહે છે, તેમની પાસે કંઈ પણ શાસ્ત્ર પ્રમાણ નથી. પબાસન મળે કરાતાં આવાં દેવીનાં રૂપક રૂપકે માત્ર હોય છે. શોભાને માટે આવાં રૂપે કરવાં હોય તે કરી શકાય છે અને ન કરે તે પણ ચાલે છે. વાસ્તવમાં આવાં રૂપકે માટે શાસ્ત્રમાં ખાસ વિધાન નથી. આવી સ્થિતિમાં આવી અપકને અંગે શ્રી. નંદલાલે બતાવેલ ખલનાનો કશો અર્થ જ નથી. (૫) શેરીસાના જિનપ્રાસાદનો ગભારે રસ નથી એ વાત સાચી છે. પણ તે શ્રી. નંદલાલના કહેવા પ્રમાણે દૈર્યમાં નહિ પણ વિસ્તારમાં ૨૨ આંગળ અધિક કરવો પડ્યો છે, કારણ કે તેમ કર્યા વિના પ્રતિમાજીનો સમાવેશ થાય તેમ ન હતે. વિસ્તારભાગે ગભારે. આયત કરવાથી કોઈ દોષ ઉપજ નથી એ વાત યા તે શ્રી. નંદલાલ સમજ્યા નથી અથવા તે તેઓ જાણી જોઈને વિસ્તારને શૈર્થ માની અસોભાવન કરે છે, જે પ્રકૃતિ સારી ગણાય નહિ. (૬) શેરીસાના પ્રાસાદનું ગર્ભગૃહ કંઈક વિસ્તૃત છે છતાં ભિત્યન્તરે હોવાથી એને દોષ ગણાતું નથી, એ વિષે શાસ્ત્ર કહે છે – " मुखमंडपसंघाटे, यदा भित्यन्तरं भवेत् । न दोषः स्तम्भपट्टादौ, समेऽपि विषमे तले ॥१॥" For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૧૪ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૨૦ અથોત્——ગર્ભગૃહની આગળના પીઠ પર બનતા મંડપાદિકના કામેામાં જો વચ્ચે ભીતનું અંતર હાય તો થાંભલા, પાટડા, અથવા તલભૂમિમાં સમ–વિષમતા આવતી હોય તે પણ દોષ ગણાતા નથી. એ જ વિષયમાં અપરાજિતપૃચ્છા 'કાર્ પણ કહે છે :~ < “ સમ તનું ૨ વિષમ, સંધાટો મુવમંડવઃ | મિલ્યન્તરે થવા સ્તન્મ—પટ્ટાનિવ દૂબળમ્ || ૨૦ ||” '' kr અર્થાત્ - – મૂલ પ્રાસાદના તલથી બીજા ભાગોનું તલ સમ હાય કે વિષમ, પીડ મુખમંડપ (ત્રિક મંડપ ), સ્તંભ, પાટ આદિ સમ હોય યા વિષમ, જો વચ્ચે ભીંતનુ' અતર હાય તો દોષ નથી. (છ) ગર્ભગૃહ ચેારસ નથી પણ વિસ્તૃત છે. એ વાત કહેવાઈ જ ગઈ છે, છતાં શ્રી, નાલાલ એ ગર્ભગૃહને “ વિતરે ઓછુ ” કર્યાનું લખે છે અને એમ કરી ‘યભચુલી ’દોષ ઉપન્યાનું કહે છે એમાં એ ભૂલે છે. શેરીસા પ્રાસાદના ગર્ભ વિસ્તારે છે! નહિ પણ અધિક છે. એની શ્રી, નોંદલાલ આજે પણ તપાસ કરી શકે છે. “ ચમચુલ્લી ” દેષ પાર્શ્વયતમાં નહિ પણ મુખાયતમાં ઉપજે છે એ વાત શ્રી. નદલાલ ન સમજ્યા હાય તા સમજી લે. યમન્ચુલ્લી દોષનુ · અપરાજિતપૃચ્છા 'માં નિમ્નાક્ત વિધાન છે ઃ— : 'एक-द्वि- त्रिकमात्राभिर्गर्भगेहं यदाऽऽयतम् । " “ યમપુટ્ટી ” તદ્દા નામ મનુર્નવિનાશિા || ર્ ॥” " Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થાત્ પ્રાસાદવાસ્તુની મુખ દિશામાં એક, બે કે ત્રણ આંગળ પણ ગભારા લાંખા હાય તો ગૃહપતિના ધરના વિનાશ કરનારા · ચમચુલ્લી ' દોષ ઉપજે છે. ' એ સિવાય “ શોમન ન મુલાયતમ્ ।” એટલે કે ‘ દ્વારની તરફ લાંબુ ગર્ભગૃ શુભ નથી, ’ આવા પ્રકારનાં વિધાના શાસ્ત્રમાં હોવા છતાં શ્રી. નંદલાલ પ્રાસાદાસ્તુના વિસ્તારલાગે ગર્ભગૃહના દ્વૈતે માનશે ત્યારે તો એમને ગુજરાતના નગરામાં બનેલાં આવાં સેકડ ગર્ભગૃહાને યમન્ચુલ્લી માનવાં પડશે. કદાપિ શ્રી. નંદલાલ તે એ બધાને યમચુક્ષી માની લે પણ એમને એ વિષયમાં શાસ્ત્રનેા સાથ મળશે નહિ. વળી, રાજગૃહના મુનિ સુન્નતના પ્રાસાદનું ગર્ભગૃહ શેરીસાની જેમ વિસ્તૃત નહિ પણ ચારસ જ થવાનું છે એ જાણીને શ્રી. ન દલાલને પ્રસન્નતા થશે. (૮) કલકત્તા-મૅનિંગ સ્ટ્રીટના દેરાસરની કુંભી જૂનાગઢની જેમ કરી હાય તે આનું સમાધાન શ્રી. નક્લાલે ફકરા નબર ખીજામાં વાંચી લેવુ. પૃથક્ પિષ્ટપેષણની આવશ્યક્તા નથી. (૯) બારણાની સાથે શરાનો વાઢ મળવા જ જોઈએ. એ જરૂરી નથી. ૪ ગજના કે એની આસપાસના માનના પ્રાસાદોમાં કઢાપિ સ્વાભાવિક રીતે જ વાઢ મળી જશે, કેમકે તેવા પ્રાસાદોનાં દ્વારા ઉદયમાં અધિક હોય છે પણ તેથી અધિક માનના પ્રાસાદોના દ્વારાનુ ઉદયમાન એકદમ ઘટી જાય છે. જ્યારે પ્રાસાદોને ઉદય એછા પ્રમાણમાં ધટે છે. તેથી બારણા અને શરાના વાઢના મેળ રહેતા નથી, આમ છતાં જે “ વાઢ મેળવવા જ જોઈ એ ” એવે આગ્રહ ધરાવે છે તે યા તો દ્રારમાન વધારે છે અથવા સ્તંભમાન ઘટાડે છે, અથવા બન્નેમાં ન્યૂનાધિક કરીને બારણા-શરાના વાઢ મેળવે છે. એ અમારી દૃષ્ટિએ તે ઠીક કરતા "3 For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અક : ૧૧ 1 એ સ્ખલના ખરી નથી [ ૨૧૫ નથી. અશાસ્ત્રીય દ્વાર–શરાના વાઢ મેળને ખાતર દ્વાર–સ્તંભના શાસ્ત્રોક્ત માનમાં ન્યૂનાધિકથ કરવુ એ ચે।ગ્ય નથી. શ્રી. નંદલાલ અને એમના જેવી જ માન્યતા ધરાવતા મિસ્રીએ એકવાર મારવાડના જૈનપ્રાસાદો જોવા નીકળી જાય. તે જોશે કે આ દ્વાર-શરાના વાઢમેળનું ભૂત ત્યાં નથી. હજારા પ્રાસાદોમાં કવચિત્ જ સ્વાભાવિક રીતે વાઢ મળેલા તેમને દિષ્ટાચર થશે. આવા વાઢમેળનાં ભૂતાને વશ પડી શ્રી, નલાલ જેવા શિલ્પીઓ બીજી વી ભૂલા કરી ખેસે છે એ વસ્તુના કાઈ ખીન્ન પ્રસંગે સ્ફોટ થશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) પરિકર પિંડે ઓછું હશે તો અગર પ્રતિમા નાની હશે તો ભીતથી આગળ ખેંચાયુ હશે. પરિકર અને પ્રતિમા પ્રાસાદના પ્રમાણથી જ હાય તો તે આગળ ખેંચ્યા વિના જ પ્રતિમા વિદ્મરાજના મંડળમાં જ બેસે એવું. પરિકરનુ નિર્માણુ છે. છતાં પરિકરના કાઈ અંગ વિભાગમાં પિંડ છે હાય અથવા પ્રતિમા નાની હોવાથી પ્રમાણ નાનું હોય તે તેટલા અંશે ભીતની આગળ લેવું જ પડે એમાં અશાસ્ત્રીયતા શી છે ? (૧૧) મણિભદ્રવીરની મૂર્તિ અપસવ્ય થયાનુ તો લખ્યું પણ તે મૂર્તિ કાં ખેડી છે એ વિષે શ્રી. નંદલાલ કા ઉલ્લેખ કરતા નથી. અમને તપાસ કરતાં જણાયું છે કે શ્રી. નક્લાલ જે મૂર્તિને અપસવ્ય થયાનું લખે છે, તે મૂર્તિ જિનપ્રાસાદની હદમાં નહિ પણ તેના પ્રવેશદારની બહાર ખેડેલી છે. આવી રીતે જિનાવગ્રહની બહાર બેઠેલા વીરના સભ્ય-અપસવ્યપણાના વિચાર તે શ્રી. નલાલ જેવા જ કરી શકે. જેમાં શાસ્ત્રીય ખાધ ન હેાય તેવી વાતાને મહત્ત્વ આપીને કાઈની ભૂલા બતાવવી એ સજ્જનાના માર્ગ હાતા નથી. ઉપસ’હાર :— શ્રી. નંદલાલ ચુનીલાલ સેામપુરાએ જૂનાગઢ, શેરીસા, રાજગૃહ, કલકત્તાનાં જૈનમદિરાના શિલ્પકામમાં જે સ્ખલના બતાવેલ, તેના ઉત્તર્ અમારે આપવા પડયો છે. એનું કારણુ એ છે કે આ વિષયમાં પરસ્પર વિરુદ્ધ પાટિઆ બનીને એકબીજાના કામેામાં ખરી કે ખાટી ભૂલો કાઢે એમાં લાભ તો નથી, પણ હાનિ અવશ્યંભાવી છે. શ્રો. નલાલે જે જે મદિરામાં સ્ખલનાઓ બતાવી છે તે જિનમ ંદિરના કરાવનારા કે વ્યવસ્થાપકોને એથી વહેમ ઊભા થાય તા એ તેમના હિતમાં સારા નથી. ખીજી તરફ પેઢીના શિલ્પકાર કે જેમના કામમાં શ્રી. નંદલાલે સ્ખલના બતાવનારા લેખ પ્રકાશિત કર્યાં છે, તે પોતાના કામોમાં બતાવેલ સ્ખલનાઆના ક્રિયા આપવાની સાથે શ્રી. નંદલાલના કામેામાં સ્ખલના બતાવે તે એનુ પરિણામ શિલ્પીએ જ નહિ પણ મંદિર કરાવનાર જૈતાના હકમાં પણ ખરાબ આવે એમ વિચારીને આ દ્વેષજનક ચર્ચા આટલેથી જ પૂરી થાય એ આશાથી અમારે આ સંબંધમાં આટલું લખવું પડયુ છે. અમે આશા રાખીએ છીએ કે શેડ શ્રી. આણંદ્રજી કલ્યાણજીની પેઢીના શિલ્પકારો તેમજ શ્રી, નદલાલ આ વિષયને અહીંથી જ સમાપ્ત કરી લે, એમ છતાં પણ એમને પોતપોતાની સચ્ચાઇના વિશ્વાસ હોય તો કાઈ યેાગ્ય અધિકારીની સમક્ષ શાસ્ત્રાર્થ-સભાનુ આયેાજન કરી એવી વાતાને નિર્ણય કરાવી લે. બાકી આવા લેખોથી તે કલેશાપ્તિ સિવાય ખીજું કંઇ જ પરિણામ આવવાનુ નથી. Ø For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મ મીમાંસા (લેખાંક આઠમે ] લેખક : માસ્તર ખુબચંદ કેશવલાલ સીરહી (રાજસ્થાન) અગાઉના લેખોમાં દર્શાવેલ ઉદન, અપવર્તન, સંક્રમણ, અને ઉદીરણાનું સ્વરૂપ તે કર્મલિકેટમાં ફેરફાર થવારૂપ છે, પણ પૂર્વબદ્ધ કર્મના ક્ષયરૂપે નથી. ક્ષય થવારૂપે હોય તેને નિર્જરા કહેવાય છે. નિર્જરા પ્રયત્ન આત્મામાં ન હોય તે કર્મલિક પ્રતિ સમયે આત્મામાં વૃદ્ધિ પામતાં જ જાય અને તેથી સર્વથા છુટકારો થવારૂપ મેક્ષપ્રાપ્તિ સંભવી શકે જ નહિ. આ જીવ સમયે સમયે આયુષ્ય સિવાય સાતે કર્મ બાંધે છે. આમ સમયે સમયે આત્મામાં કર્મપ્રવાહ ચાલુ જ છે. એક સમય પણ આત્માની સ્થિતિ કર્મના પ્રવાહ વિનાતી નથી. તે પછી સાથે સાથે નિર્જરાનો પ્રયત્ન પણ આત્માએ ચાલું રાખવો જ જોઈએ. મકાનમાં હંમેશાં પવનને અંગે ધૂળ આવ્યા જ કરે છે પણ સાથે સાથે વાળવાઝાપવાનું કામ ચાલુ હોય તે ધૂળના થર જામવા પામે નહિ. અહીં નિર્જરા એટલે પૂર્વબદ્ધ કર્મ આત્મામાંથી ઓછાં કરવાં. સર્વથા ક્ષય કરવારૂપ નિર્જરા તો છેલ્લા મરણ સમયે એટલે કેવલી મરણ સમયે હોય. તેવી નિર્જરા કર્યા બાદ તે ફરી કર્મ વળગે નહિ, કર્મોની ફરી નિર્જરા કરવી પડે નહિ. આવી નિર્જરા ન થવા પામે ત્યાં સુધીમાં પણ કર્મની ધીમે ધીમે ય કરવારૂપ નિર્જરો આત્મામાં ચાલુ હોય તે સર્વથા ક્ષય થવારૂપ નિર્જરાની પ્રાપ્તિ પણ ભવિષ્યમાં થઈ શકે છે. નિર્જરા કર્મથી છૂટવા માટે છે. કર્મથી બે પ્રકારે છૂટી શકાય. કાંતે એ કમ ભેગવી લેવાય તે છૂટી શકે, અને કાંતિ તપસ્યાથી ભોગવાય તે છુટાય. માત્ર ભોગવીને જ છુટકારે થતું હોય તો તે આ જગતમાં તેવો એક પણ જીવ નથી કે સમયે સમયે નિર્જરા ન કરે. હોય. જેમ સમયે સમયે બંધ છે તેમ સમયે સમયે નિર્જરા પણ છે. તે નિર્જરા વિપાક વેદનાની છે, પણ અધ્યવસાયની નહિ. સૂક્ષ્મ નિગોદથી માંડી ચૌદમાં ગુણસ્થાનક સુધી પહોંચેલા જીવોમાં સમયે સમયે કર્મની નિર્જરા ન કરતે હોય એવો કોઈ પણ જીવ જગતમાં છે જ નહિ. સર્વ જી સમયે સમયે કર્મની નિર્ભર કરે છે. આઠે કર્મના ભગવટા વિનાને કઈ પણ સંસારી જીવ હોતા જ નથી (માત્ર કેવલીઓ ચાર કર્મના ભગવાવાળા હોય છે). આથી જેટલાં કર્મો જીવ ભગવે છે તેટલાં તૂટે છે. આનું નામ પણ નિજર છે. પરંતુ જોગવટાની આ નિર્જરાથી મેનો માર્ગ મળતું નથી. મોક્ષને માર્ગ તે બાર પ્રકારની તપથી-કર્મની નિર્જરાથી જ મળે છે. જે ભગવટાની નિર્જ રાથી મોક્ષ મળતે હેત તે તે જીવ રખડતા હત શેને ? કેમકે તેવી નિર્જરા તો આ જીવ અનાદિથી કરી રહ્યો છે માટે શાસ્ત્રકારોએ મેક્ષ માટે જે નિર્જરા કહી તે ભોગવટાથી થતી નિર્જરા નહિ પણ બાર પ્રકારની તપથી કરાતી નિર્જરા છે અને જે જે આત્માઓએ મેક્ષ પ્રાપ્ત કર્યું છે તે તપથી કરાતી નિર્જરા વડે જ થયું છે. ઉદયની એટલે ભગવટાની નિર્જરામાં તે “આંધળે વણે અને વાછરડું ચાવે તેવી For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૧] કર્મ મીમાંસા [૨૧૭ હાલત છે, કેમકે પાછો જીવ નવાં કર્મ તે બાંધતી જ જાય છે. ભગવાથી થતી નિર્જરામાં નિર્જરા અલ્પ છે, બંધ વધારે છે, સજજડ છે. તિર્યંચગતિ મિશ્ચાદૃષ્ટિ કે અજ્ઞાનતામાં વેદે તે કરતાં સવાયા બાંધતા જાય. મિથ્યાષ્ટિ નિર્જરા ઘણી અલ્પ કરે, બાંધે ઘણું. એવી નિર્જરા તે આ વ અનાદિકાળથી કરતો આવ્યો છે, પણ તેમાં શું સીઝયું? માયા કરી, માયાને ઉદય તે કેટલો? બાંધ્યો કેટલો ! તેમ જ લેભ, મોહનીય વગેરેમાં સમજવું. મેક્ષ માટેની નિર્જરા તે તેવી હોવી જોઈએ કે જેમાં કર્મો તૂટે ઘણાં અને બંધાય ડાં. તેવી નિર્જરા બાર પ્રકારના તપથી થાય છે. મોક્ષ માટે તે જ નિર્જરા ઉપયોગી છે. તપના ભેદ બાર માટે નિર્જરાના ભેદ પણ બારે છે. આ બાર ભેદે નિર્જરા કરનારને મોક્ષ મેળવવામાં મુશ્કેલી પડતી નથી. બાર પ્રકારના તપની એકેક નિર્જરામાં અનંત ભનાં પાપો ક્ષય કરવાની સત્તા છે–શક્તિ છે. તપનું માહાત્મ્ય નવ પદની પૂજામાં આપણે સાંભળીએ છીએ કે “વિકાલિકપણે-કમેકષાય ટાળે, નિકાચિતપણે બાંધિયા તેહ બાળે; કહ્યું તેહ તપ બાહ્ય અંતર દુભે, ક્ષમાયુક્ત નિહેતુ દુર્યાન છે જાસ મહિમા થકી લબ્ધિ સિદ્ધિ, અવાં છકપણે કમ આવરણ શુદ્ધિ; તો તે તપ જે મહાનંદ હેતે, હેય સિદ્ધિ સીમંતિની જિમ સંકેતે. ઈચ્છાધન તપ નમે, બાહ્ય અત્યંતર ભેદેજી; આતમ સત્તા એકતા, પરપરિણતિ ઉછેદે છે. ઉરછેદ કર્મ અનાદિ સંતતિ, જેહ સિદ્ધપણું વરે; યોગ સંગે આહાર ટાળી, ભાવ અયિતા કરે. અંતર મુહૂરત તન્ય સાથે, સર્વ સંવરતા કરી, નિજ આત્મસત્તા પ્રગટ ભાવે, કરો તય ગુણ આદરી.” કર્મ ખપાવવા માટે તીર્થંકર પરમાત્માઓ પણ તપને જ આદરે છે. ભગવાન મહાવીરે દીક્ષા લીધા બાદ બાર વર્ષ સુધી ઘોર તપશ્ચર્યા કરી ઘાતકર્મ ખપાવી ક્વલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. બાર પ્રકારના તપના પણ બે વિભાગ છે. છ બાહ્ય તપ અને છ અત્યંતર તપ (૧) અનશન (ચારે પ્રકારના આહારને થડા વા ઘણા સમય સુધી ત્યાગ. (૨) ઉણોદરી (સુધા કરતાં પાંચ સાત કેળિયા ન્યૂન ખાવું. (૩) વૃત્તિસંક્ષેપ-દ્રવ્યાદિક વસ્તુનો સંક્ષેપ.) (૪) રસત્યાગ( વિગઈ ત્યાગ.) (૫) કાયકલેશ (લેચાદિક કષ્ટ સહન કરવાં.) (૬) સલીનતા-(અંગોપાંગ સકોચી રાખવાં)-આમ છ પ્રકારે બાહ્ય તપ છે. તથા (1) પ્રાયશ્ચિત્ત-(શુદ્ધ મને ગુરુ પાસે આલોચના લેવી.) (૨) વિનય-(દેવ-ગુરુ-સંઘે-સાધર્મિકને વિનય) સાચવે. (૩) વૈયાવચ્ચે (બાલ-વૃદ્ધ-લોને–તપસ્વી પ્રમુખનું વૈયાવચ્ચ કરવું. (૪) સ્વાધ્યાય-(વાંચના–પૂછના–પરાવર્તનાઅનુપ્રેક્ષા–ધર્મકથા એ પાંચ પ્રકારે અભ્યાસ કરવો. (૫) ધ્યાન-(ધર્મધ્યાન શુક્લધ્યાન ધ્યાવ) (૬) કાઉસ્સગ-(દસ-વીસ યા યથેચ્છ કાઉસ્સગ કરવો)–એ છ પ્રકારે અભ્યતર તપ છે. આ બાર પ્રકારના તપનું સ્વરૂપ વિશેષપણે અન્ય ગ્રંથેથી જાણી સમજી લેવું. કમ નિર્જરા માટે બોર પ્રકારના તપ સિવાય અન્ય કોઈ માર્ગ નથી. જૈન ધર્મને પામેલા આત્માનું પ્રતિસમય મુખ્ય ધ્યેય કર્મને ક્ષય કરવાનું જ હોવું જોઈએ. મિથ્યાત્વાદિ હેતુ વડે અનાદિકાળથી કમની વર્ગણા આત્મા બાંધતો આવ્યો છે. એટલે તે કર્મવર્ગણાને વિખેરી નાખી આત્માને શુદ્ધ [ જુઓ : અનુસંધાન પૃષ્ઠ : ૨૧૮ ] For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir उपाध्याय जिनमतका वैदुष्य लेखक : श्रीयुत दशरथ शर्मा, एम. ए. डी. लिट् 9 श्री जैन सत्यप्रकाशके वर्ष २०, अङ्क ७ में हमने यह प्रमाणित किया था कि 'राक्षसकाव्य' की विक्रम सम्वत् १२१५ की टीकाके लेखक वास्तवमें श्रीजिनचन्द्रसूरिके शिष्य जिनमत हैं । श्रीजिनपालरचित 'खरतरगच्छ पट्टावली' का पुनः अवलोकन करने पर श्री जिनमतके वे वैदुष्यके हमें कुछ और प्रमाण मिले हैं । सम्वत् १२३४में श्रीजिनपतिसूरिने इन्हें उपाध्याय - पदसे भूषित किया । श्रीजिनपालके कथनानुसार 'जगदसाधारणगुणगण' जिनमतको जिनपतिसूरि आचार्यपद देना चाहते थे, किन्तु इससे अपने ध्यान, शास्त्राध्ययन, और धर्मरतिमें विघ्न होगा, यह सोचकर श्रीजिनमतने आचार्यपद स्वीकार नहीं किया । सम्वत् १२३९ में ऊकेशगच्छीय पद्मप्रभसे शास्त्रार्थका प्रसङ्ग आने पर श्रीजिनपतिसूरिने जिनमतोपाध्यायको उस पर विजय प्राप्त करने के लिये फलवद्धिंका ( वर्तमान फलोधी) भेजा । किन्तु संघने सोचा, 'यह दुरात्मा असत्यभाषी (पद्मप्रभ ) कहेगा कि मैंने इससे पहले जिनपतिसूरि को हराया था, इस लिये मेरे सामने ठहरनेमें असमर्थ होने के कारण उसने अपने पण्डितको भेजा है। यह विचार कर समुदाय श्री जनमतोपाध्यायके साथ अजमेर गया, और स्वयं 'जिनपतिसूरिने पद्मप्रभको शास्त्रार्थमें परास्त किया । उपाध्याय जिनमत इस शास्त्रार्थमें श्रीजिनपतिसूरिके पार्श्व में बैठे और पृथ्वीराज की सभा मध्यस्थ पण्डितों से उचित उत्तर- प्रत्युत्तर करते रहे । सम्वत् १२४२ की माघ शुक्ल पूर्णिमाके दिन श्रीजिनमतका देहावसान हुआ । इनका पूर्ण जीवनवृत्त हमें नहीं मिलता । किन्तु जो कुछ मिलता है उससे इनके असाधारण वैनुष्य और जैन-सा चिन निरीह जीवनकी अच्छी झलक मिलती है । I / [ अनुसंधान पृष्ठ : २१७ थी या ] વરૂપમય પ્રગટ કરવાને ખાર પ્રકારના તપના આદર જીવનમાં રાખવા જોઈએ અને યથાશક્તિ તેમાં પ્રવૃત્તિ કરવાના ઉદ્યમ સેવવા ોઇએ. અન્ય દર્શના કરતાં જૈનદર્શનમાં તપ અધિક ઉચ્ચ કાટિના છે. સાચા ત્યાગ-ઈદ્રિયદમન વગેરે જૈનદર્શનકથિત તપમાં જેટલું છે તેવું અન્ય દર્શન કથિત તપમાં નથી. આજના ભૌતિકવાદના જમાનામાં પણ આશ્ચર્યમુગ્ધ બને એવી દી તપસ્યાઓ જેવી કે માસક્ષમણુ, બે માસિક ઉપવાસ, ત્રિમાસિક ઉપવાસ, વર્ધમાન તપની સંપૂર્ણ ઓળી કરતા અનેક ઉત્તમાત્માએ આજે જૈનદર્શનને અનુસરનારામાં છષ્ટગાચર થાય છે. ખરેખર ! જૈનદર્શનની બલિહારી છે. સુસ’સ્કારિક કુટુંબમાં લઘુ વયનાં બાલિકાઓ પણ આવાં તપમાં જોડાય છે. એવી તપશ્ચર્યાએ અન્યને પણ અનુમેદન રૂપે ખની કર્મક્ષયમાં સહાયક भने छे. ( यालु) For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય સંસ્કૃતિ અને જૈનધર્મ ડૉ. સુનીતિકમોર ચેટરજી, એમ. એ. ડી. લિ., એફ. એ. એસ. ભારત સદાકાળ સંસ્કૃતિથી સમૃદ્ધ દેશ રહ્યો છે. અનાદિકાળથી આપણા દેશ ઋષિઓ અને વિદ્વાનોનું સાંસ્કૃતિક પુણ્યસ્થળ રહ્યું છે. વિચારસ્વાતંત્ર્ય, તર્ક અને ચિંતન દ્વારા જ આપણી સંસ્કૃતિ આગળ વધી છે. એ જ કારણે આપણી સંસ્કૃતિને મુખ્યતઃ વૈદિક, જૈન અને બોધ-આ ત્રણે ભાવધારાઓની ત્રિવેણી પણ કહેવામાં આવે તો અત્યુક્તિ નહિ ગણાય. જૈન સંસ્કૃતિમાં ભગવાન મહાવીરને ચાવીસમા તીર્થકર માનવામાં આવે છે અને હવે તે ઇતિહાસકારાના અનુશીલનથી એ સિદ્ધ પણ થઈ ચૂકયું છે કે, ભગવાન મહાવીરના કાળથી લગભગ ૨૫૦ વર્ષ પૂર્વના શ્રી પાર્શ્વનાથ તેમજ એમનાથીયે ૨૦૦ વર્ષ પૂર્વના શ્રી. અરિષ્ટનેમિ ઐતિહાસિક પુરુષ માનવામાં આવ્યા છે, ભારતવર્ષમાં જૈન સંસ્કૃતિ ખૂબ ફાલી ફૂલી. વરસ્તુત : ભારતીય દર્શન-પરંપરામાં જૈનધર્મ અત્યંત પ્રાચીન અને પ્રાગૂ ઐતિહાસિક ધર્મ છે. એક જ શાશ્વત સત્ય એક જ સનાતન ભાવનાથી ઉરિત હોવાના કારણે પિતાના આચાર-વ્યવહારગત વિભિન્નતાઓના હેતુથી પણ વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે ધર્મોમાં સાધ્ય પ્રત્યે એક અદ્ભુત સામ્યભાવે છે. (૧) ત્રણે ધર્મો જીવનની પાછળ એક શાશ્વત સત્યના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. (૨) ત્રણે ધમની એ માન્યતા છે કે જીવનમાં દુ:ખ છે અને એના નિરાકરણ દ્વારા જ માનવ આત્મકલ્યાણના પથ પર આગળ વધી શકે છે. આ દુ:ખવાદ જ ત્રણેની દાર્શનિક વિચારધારાને મૂલાધાર છે. (૩) ત્રણે ધર્મો રિા ઘો વર્ષઃ 'માં પૂર્ણ વિશ્વાસ રાખે છે. “ શામર રતેy’ના વ્યાપક સિદ્ધાંત આપણી ભારતીય સંસ્કૃતિનું અમર દાન છે. જ્યાં જેનામાં અહિંસાના નિષેધાત્મક (Nagative ) સ્વરૂપ પર અધિક બળ આપવામાં આવ્યું છે, ત્યાં બૌદ્ધોએ એને સ્વીકારાત્મક (Positive ) રૂપ પર વિશેષ બળ આપ્યું છે. | (૪) પરમસહિષ્ણુતા આપણી સંસ્કૃતિનું સૌથી મહત્ત્વપૂર્ણ દાન છે. પેતાનાથી વિરોધી વિચાર રાખનારાઓના મનોભાવોને આદર અને સહિષ્ણુતાપૂર્વક સાંભળવા-સમજ્વાની પરંપરાના, જો કે બીજી સંસ્કૃતિઓમાં અભાવ નથી છતાં, આપણો ભારતીય સંસ્કૃતિમાં આની ઉપર અપેક્ષાક્ત અધિક જોર આપવામાં આવ્યું છે. સમિતિના ચાર પૂજ્યોનાં ચાતુર્માસ સ્થળ ૧. પૂ૦ આ૦ શ્રીવિજયલાવણ્યસૂરીશ્વરજી મ૦, જૈન દેરાસરની પેઢી, ઢેબી નાકા, થાણા (સેંટ્રલ રેલ્વે) ૨. પૂ૦ આ૦ શ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજી મ૦, જૈન પેઢી, જૂના બજાર, ઈડર (એ. પી. રેલ્વે) ૩. પૂ૦ આ૦ શ્રીચંદ્રસાગરસૂરીશ્વરજી મક, પો. બા. ન. ૩૪૪, નાગપુર સીટી ન. ૨ ૪. પૂ૦ મુનિરાજ શ્રીદ નવિજયજી મ૦ (ત્રિપુટી), ચેકડા બજાર, સરધના | (જિ૦ મિરઠ(યૂ પી. ) For Private And Personal use only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No. B. 8801 શ્રી જૈન પરત્વ કપાયા શ્રી જૈન સત્ય પ્રકારો અંગે સૂચના યોજના - 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3] 1. શ્રી. જૈનધર્મ' સત્ય પ્રકાશક સમિતિ ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે. દ્વારા શ્રી. જૈન સત્ય પ્રકાશ ' માસિક 19 વર્ષ 3. માસિક વી. પી. થી ન મંગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે. જેમના ફા. 31 મનીઓર્ડરદ્વારા મોકલી આપ૨. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકૂળતા રહેશે. રૂા. 5001 આ૦ દાતા તરીકે રૂા. 200] આ૦e સદસ્ય તરીકે રૂા. 101] રાખવામાં આવેલા 4. આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને કાયમને માટે શરૂ થાય છે. પરંતુ ગ્રાહક ગમે તે એ કથી માસિક મોકલવામાં આવે છે. બની શકાય. વિનતિ 5. ગ્રાહકોને એક મોકલવાની પૂરી સાવ૧. પૂજ્ય આચાર્યાદિ મુનિવરેશ ચતુર્માસનું ચેતી રાખવા છતાં અંક ન મળે તે સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા પોસ્ટ ઑફિસમાં તપાસ કર્યા પછી અમને હોય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય સૂચના આપવી. ) એના 15 દિવસ અગાઉ મોકલતા રહે અને તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકો 6. સરનામું બદલાવવાની સૂચના ઓછામાં બનાવવાનો ઉપદેશ આપતા રહે એવી વિનતિ છે. ઓછા 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે. 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકોને સૂચના અવશેષો કે ઐતિહાસિક માહિતીની સૂચના આપવા વિનંતિ છે. 1. લેખો કાગળની એક તરફ વાંચી શકાય 3. જૈનધર્મ ઉપર આક્ષેપાત્મક લે છે તેવી રીતે શાહીથી લખી મોકલવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે. 2. લેખા ટૂંકા, મુદ્દાસર અને વ્યક્તિગત એવી વિનતિ છે. ટીકાત્મક ન હોવા જોઈ એ. ગ્રાહકોને સૂચના 3. લેખ પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1. " શ્રી જૈન સત્ય પ્રકાશ " માસિક પ્રત્યેક પત્રની નીતિને અનુસરીને સુધારાવધારા કરવાના અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. હક તંત્રી આધીન છે. મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનકોર નાકા, અમદાવાદ. પ્રકારાક : ચીમનલાલ ગોકળદાસ શાહ, શ્રી. જૈનધર્મ" સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ, For Private And Personal use only