________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૧ ] એ સ્કૂલનાઓ ખરી નથી
[ ૨૧૧ પેઢીના શિલ્પકારોને યાદ કર્યા છે. આનું ખરું રહસ્ય શું હશે એ તો શ્રી. નંદલાલ જાણે પણ આથી એટલું તે ધ્વનિત થાય છે કે શ્રી. નંદલાલનું મન પેઢી તથા પેઢીના શિલ્પકારે વિષે અસંતુષ્ટ હોવું જોઈએ. અન્યથા એ લેખ લખવાને શ્રી નંદલાલને બીજું કોઈ કારણું ન હતું. પેઢીના શિલ્પકારોને જે જે કાને ભૂલભરેલાં બતાવી એઓએ ટીકા કરી છે, એ જ કામો શ્રી. નંદલાલના બીજા ભાઈઓ પણ (અને કદાચ શ્રી. નંદલાલ પણ બાકી નહિ હોય) કરે છે, છતાં પેઢી અને પેઢીના શિલ્પકારે જ શ્રી. નંદલાલની નજરે ચઢે એનું બીજું શું કારણ હોઈ શકે ?
એ વિષયમાં અમાએ જૂનાગઢ, શેરીસા, રાજગૃહ અને કલકત્તા કેનીંગ સ્ટ્રીટના દેરાસરના કામને અંગે જે કાંઈ પૂછવા જેવું હતું તે એ કામોના જાણકાર અને લાગતાવળગતાઓને પૂછીને ખુલાસા મેળવ્યા છે એ અમારે આ સ્થળે જણાવી દેવું જોઈએ.
શ્રી. નંદલાલે બતાવેલ ખલનાઓના અનુક્રમે ખુલાસા નીચે પ્રમાણે છે :--
(1) કેશરી આદિ ૨૫ પ્રાસાદો પૈકીને જૂનાગઢમાં નવો બનેલો “મંદિર” પ્રાસાદ ૬ો છે, જ્યારે શ્રી નંદલાલે આપેલ–
" हरो हिरण्यगर्भश्च, हरिर्दिनकरस्तथा ।
અને વાદ સ્થિત રિૌ, નાચેષ સ જાનન | ૬૭ ||" આ “અપરાજિતપૃચ્છાને લેક એ પ્રાસાદો પૈકીના ૨૫ મા “મેર” પ્રાસાદને અંગે જ લખાયેલ છે એ વાત શ્રી. નંદલાલે પિતે પણ જાણતા હતા, એથી જ એમણે આ
કમાંથી “એ” એ નામ ઉડાડીને ત્યાં “” શબ્દ ગેહવ્યો છે, પણ આમ કરવાથી વાસ્તવિકતા ક્યાં સુધી છુપાવી શકાશે અને શ્રી. નંદલાલે વિચાર કર્યો નથી. અને આ માં ઘાલમેલ કરી એક સ્થાનની હકીકત વિચારપૂર્વક બીજે જોડીને શ્રી. નંદલાલે પ્રમાણિકતાને આંચ લગાડી છે.
વળી, “જિંનોને માટે કહેલ પ્રાસાદો પૈકીનો જ જિનપ્રાસાદ થવો જોઈએ' એ શ્રી. નંદલાલનું મંતવ્ય પણ ભૂલભરેલું છે. જિનપ્રાસાદો તરીકે બતાવેલ પ્રાસાદ ઉપરાંતના પણ જે પ્રાસાદો વર્જિત નથી અથવા અમુક પ્રાસાદ અમુક દેવને માટે જ છે' એ જેને અંગે નિર્ધાર નથી એવા હજારે પ્રાસાદો શાસ્ત્રોક્ત છે, જે સર્વે સર્વ દેવોને માટે કરી શકાય છે. આજે ભારતવર્ષમાં લગભગ ચાલીસ હજાર જિનમંદિરે છે પણ આ સર્વેમાં શ્રી. નંદલાલ કહે છે તેવા “જિનવલ્લભ' પ્રાસાદોની સંખ્યા બસો-પાંચસોની પણ નહિ હોય. એ તેઓ જાણે છે છતાં જૂનાગઢને પ્રાસાદ નેમિવલ્લભ” થે જોઈતા હતાઆવા આશયનું તેમનું કથન શું પેઢીને ડબલ ખર્ચમાં ઉતારવાની સલાહ આપવા જેવું નથી ? જૂનાગઢના બાવન ભાગના તળના પ્રાસાદના મૂલ્યમાં ૨૨ ભાગના તળને “મિવલ્લભ” પ્રાસાદ બનાવી આપવાની શ્રી. નંદલાલ શક્તિ ધરાવતા હોય તે જણાવે. અમે એમના કામની કદર કરીશું.
(૨) કુંભાથી કુંભી હીન કરીને પિઢીના શિલ્પકારે શ્રેણીભંગ કર્યો નથી. પણ ઉદુંબર તથા કુંભીનો વાઢ મેળવ્યો છે એ કહેવું જોઈએ. “કુંમર સમા ગુંમા એ નિયમના અપવાદરૂપે લખાવેલ–
" उदुम्बरं तथा वक्ष्ये, कुम्भिकान्तं तदुच्छ्रयः । तस्यार्धेन त्रिभागेन, पादोनरहितं तथा ॥ ९॥"
For Private And Personal Use Only