________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ ખલનાઓ ખરી નથી
લેખક –પૂજ્ય પંન્યાસ શ્રી. કલ્યાણવિજ્યજી તા. ૨૧ મી મે ૧૯૫૫ ના “જૈન” પત્રમાં શ્રી. નંદલાલ ચુનીલાલ સોમપુરાએ એક કલમના એક લેખમાં જૂનાગઢના નવા જિનમંદિરના શિલ્પની કેટલીક ભૂલેનો નિર્દેશ કર્યો છે. એટલું જ નહિ પણ શેરીસા, રાજગૃહ અને કલકત્તાના જિનમંદિરનાં શિલ્પ–કામોની ભૂલોની પણ ચેતવણી આપી છે. શ્રી નંદલાલના લેખના મૂળ મુદ્દાઓ નીચે પ્રમાણે છે :--
(૧) કેસરી આદિ પ્રસાદમાં “મંદિર પ્રાસાદ” જે જૂનાગઢમાં બનાવાય છે તે માત્ર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અને સૂર્ય–આ ચાર દેને માટે જ હોય છે. બીજા કોઈને માટે નહિ. શ્રી નેમિનાથને માટે અહીંયાં “નેમિવલ્લભ પ્રાસાદ” બનાવ જોઈતો હતો.
(૨) આ મંદિરમાં “કુંભાથી કુંભી ” હીન કરીને વાઢભંગ કર્યો છે.
(૩) આ મંદિરના હિસાબે આમાં પ્રતિષિત પ્રતિમા મોટી ગણાય. આમાં ૨૭-૨૮ ઈંચથી મેટી પ્રતિમા બેસી શકતી નથી, છતાં આમાં ૩૭ ઈંચની પ્રતિમા બેસાડી છે તે યોગ્ય નથી કર્યું.
(૪) પ્રાસાદની આધષ્ઠાતા દેવી પબાસણના મધ્ય ભાગે ન કરતાં નીચે કરી છે,
જુનાગઢના નવા મંદિરના શિલ્પકામમાં ઉપર પ્રમાણે ખલનાઓ બતાવી શ્રી નંદલાલ હવે શેરીસાના પ્રાસાદ અને એ પ્રમાણે કરાતા રાજગૃહના જિનપ્રાસાદને અંગે કહે છે :
(૫) શેરીસાના પ્રાસાદની જેમ રાજગૃહના શ્રી મુનિસુવ્રતના પ્રાસાદમાં પણ થવાનું છે. શેરીસાના મંદિરમાં બાહ્ય પદ ૬ ગજ, ૧ ઇંચનું છે, જ્યારે ગર્ભગૃહ ૬ ગજ, ૨૩ ઇંચનું છે.
(ક) ગર્ભના પદ પ્રમાણે મંડપ સ્તંભનું પદ કરવું જોઈએ, અને ગર્ભગૃહના પદ પ્રમાણે જ તારણ તંભોના વિસ્તારે કરવા,
(૭) ગર્ભગૃહ ચોરસ કરવાને બદલે વિસ્તારમાં ઓછું કરીને “યમચુલ્લી' નામક દોષ ઉપજાવ્યો છે.
એ પછી શ્રી નંદલાલ કલકત્તા કેનીંગ સ્ટ્રીટના મંદિરની ભૂલને વિષે કહે છે :
(૮) કલકત્તા કેનિંગ સ્ટ્રીટનું દહેરાસર પણ તેમણે જ કરેલ છે. કુંબી જૂનાગઢ મુજબ કરેલ છે.
(૯) બારણાની સાથે શરાનો વાઢ મેળવેલ નથી.
(૧૦) વિશેષમાં પરિકર પણ દિવાલથી આગળ બેસાડેલ છે. વિનરાજના સ્થાને પ્રતિમાને ને બેસાડવાની કોશિષ કરી છે પણ પ્રયાસ અશાસ્ત્રીય થઈ ગયો છે. (૧૧) મણિભદ્રવીરની મૂર્તિ અપસવ્ય થયેલ છે.
શ્રી. નંદલાલના આખાયે લેખન સારાંશ ઉપર પ્રમાણે છે. આમાં બતાવેલી ખલનાઆ ખરી નથી, એ વસ્તુનું સ્પષ્ટીકરણ કરતાં પહેલાં અમારે એક વાતનો ખુલાસો કરી દેવો પ્રાસંગિક ગણાશે. શ્રી નંદલાલે પોતાના લેખમાં “શેઠ આણંદજી કલ્યાણજીતી પેઢી” અને
For Private And Personal Use Only