________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૧] દ્રવિડિયન સંસ્કૃતિ ઉપર
[૨૦૯ દક્ષિણમાં જૈનધર્મ પ્રબળતા પ્રાપ્ત કરી હતી, અને પાંડN દેશને રાષ્ટ્રધર્મ બન્યું હતું. ત્યાર બાદ લગભગ ત્રણથી ચાર વર્ષ પર્યત જૈનોએ ધર્મપ્રચાર અંગે ભારે પ્રયત્ન કર્યાની નોંધ પાપ્ત થાય છે. એ વેળા દક્ષિણમાં જૈનધર્મની ધ્વજા જોરથી ફરકતી હતી. જે લખાણ ઉપલબ્ધ થાય છે એ જોતાં ઈ. સની ૧૧મી સદી સુધીમાં જૈનધર્મ વિરુદ્ધ કાઈ ઈતર ધર્મ આગળ આવ્યો હોય એમ જણાતું નથી. આમ છતાં સત્યને ખાતર કહેવું જોઈએ કે એનાં વિધી બીજો એ પૂર્વેને દોઢસો-બસે વર્ષોમાં વવાવાં શરૂ થયાં હતાં.
" राजमहेंद्रीचा राजा राजनरेन्द्र याच्या कारकीर्दीत (इ. स. १०२२ नेतर) या द्वेषांकुरास जोराची पालवी फुटत गेली व या पुढीळ ३०० वर्षांत हजारों जैनांचा बली घेण्या इनका हा विषवृक्ष वाढला."
કર્નાટક, તામિલ, તેલગુ ભાષા જ્યાં પ્રચલિત હતી એવા દક્ષિણના સર્વપ્રદેશમાં તેમજ મહારાષ્ટ્રમાં અને કંકણમાં અગિયારમા સૈકાથી માંડીને આશરે બસો વર્ષનો સમય જેનધર્મ તેમજ જેને માટે ઘણે વિષમ ગયા. એ વેળા જૈન સમાજને પિતાની દલિત અને માલ મિલકતનો તે ભેગ આપ પડયો પણ જૈનધર્મ જેવા પિતાના પ્રાણપ્યારા ધર્મના ટેકને સાચવવા સારુ પ્રાણની આહૂતિ સુધ્ધાં આપવાનો સમય આવ્યો. જે એ કાળે જેનોએ સમભાવ અને વીરત્વ ન દાખવ્યું હોત તે જેનધર્મ એ પ્રદેશમાં અસ્ત થઈ ગયા હેત પણ એ વેળા ધર્મને માટે પ્રાણ ન્યોછાવર કરવાનું દીર્ઘદર્શ સાહસ જેનોએ દાખવ્યું. અનુયાયીઓનું સંખ્યાબળ જે કે ઓછું થયું છતાં એના સંસ્કાર કાયમ રહ્યા અને અનુયાયી વર્ગ પણ નામશેષ ન થઈ ગયે.
એ કાળે ધર્માધતાને જે વાયુ વાયો અને એ દ્વારા જે વાતાવરણ સર્જાયું તે ખરેખર ઈતિહાસના પાને કલંકરૂપ પ્રકરણ છે. એના ઉપર રાજ્યવંશમાં ચાલતી પરસ્પરની ઈર્ષા અને લોભ, એક તરફથી અંકુશરૂપ નીવડ્યાં અને બીજી બાજુએ મુસલમાન આક્રમણકારીઓનું આગમન થતાં સંગઠનની આવશ્યકતા સામે ડોકિયાં કરી રહી. આ જાતની વિષમ સ્થિતિ ખડી થવાથી ધાર્મિક અસહિષ્ણુતા ઓગળવા માંડી અને વધુ પ્રમાણમાં વણસી જતી સ્થિતિ સ્થગિત થઈ
આ રીતે દક્ષિણના પ્રદેશમાં વર્તતી દશાનું વધુ અવેલેકને આગળ ઉપર રાખી, એ સંબંધી બધપાઠ રૂપે તારવણી કરીએ તે વિના અટક્ય કહેવું પડશે કે ભગવંત શ્રીમહાવીરદેવનાં ઉમદા અને ઉદાર વચનોને અમલ કરવામાં અને એને આમ જનસમૂહમાં વિસ્તારવામાં એ કાળના શ્રમણ તેમજ શ્રાદ્ધ પાછી પાની નથી કરી. જે આ નજર સામેનું સાચું ચિત્ર છે તે આજે જ્યારે સર્વ પ્રકારની સાનુકૂળતા છે અને રાજકીય દ્રષ્ટિએ કોઈ જાતનું જોખમ કે અગવડ નથી ત્યારે આપણી--શ્રી મહાવીરદેવના પુત્રોની શી ફરજ હોઈ શકે ? એક તે ત્યાં દ્રષ્ટિગોચર થતો અને વિખરાયેલે મુતિ-મંદિરરૂપી વારસો એકત્રિત કરી એનો વહીવટ વ્યવસ્થિત કરવારૂપ ફરજઅને બીજી ફરજ-જે આપણા આત્મયકારી સાહિત્યનું, તે તે ભાષાઓમાંથી વિદ્વાનોના હાથે ભાષાંતર કરાવી વર્તમાનમાં બહુજનલાભદાયી એવી. અંગ્રેજી તેમજ હિંદીમાં અવતરણ કરવાની. વિશેષમાં એ સાહિત્યનું ગેટઅપ સુંદર હોવું જોઈએ અને પ્રચારની નજરે એનું મૂલ્ય જેમ બને તેમ સતું હોવું ઘટે. આત્મકલ્યાણ અને ધર્મપ્રભાવના માટે આ ધોરી માર્ગ છે.
For Private And Personal Use Only