________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SSSSSSShri
NDIANiiiitilgrimum umammoniu
m
ph છે
'જો ,
રિઝ3
* * *
* vrutritoriurethra truerrerunnilinutri
દ્રાવિડિયન સંસ્કૃતિ ઉપર જૈનધર્મની અસર
લેખક: શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી. The Literary History of India. નામક મિ. કેયરના ગ્રંથ ઉપરથી સહજ જાણી શકાય છે કે, તામિલ આદિ દક્ષિણની જે ભાષાઓ છે એમાં ઉચ્ચ વિચાર અને ધ્યેયપ્રગભતાનાં જે દર્શન થાય છે, એ જૈનધર્મને આભારી છે. શરૂઆતમાં પશુબલિ દેવામાં, દેવી કે માતાને સંતુષ્ટ કરવા સારુ જીવોને ઘાત કરવામાં, અથવા તે પિશાચપૂજા જેવી કરણીમાં, દ્રાવિડ ધર્મ માનતા હતા પણ જૈન અને બૌદ્ધ ધર્મના ઉપદેશકોના સંસર્ગમાં આવ્યા પછી એ ધર્મોના ઉદાર વિચાર અને ઉમદા તોએ જનસમૂહમાં સુંદર છાપ બેસાડી ઉત્તરોત્તર એનો વિસ્તાર વધતો ગયે અને અમુક કાળે જૈનધર્મે, રાષ્ટ્રધર્મ તરીકેનું અનોખું પદ પ્રાપ્ત કર્યું.
સિલપદિકામ ” અને “મણિમેખલે' નામક બે પ્રસિદ્ધ ગ્રંથના આધારે વિના રોકટોકે કહી શકાય કે, ઈ. સનના બીજા સૈકાથી તામિલ દેશમાં જૈન અને બૌદ્ધ ધર્મ ઠીક ઠીક પગરવા માંડ્યા હતા. એ સંબંધી સંખ્યાબંધ ઉલ્લેખ એમાં સંઘરાયેલા દષ્ટિગોચર થાય છે.
લ' અને “પાંડ' વંશના રાજાઓએ જૈનધર્મ” ને સારા પ્રમાણમાં આશ્રય આપે છે. “લ” રાજાઓની રાજધાની “કવિરિષ્પમદિનમ' તથા “ઉપર” “મદુરા' આદિ નગરમાં જૈન મુનિ સ્થાને અથતિ ઉપાશ્રયો કે વસતીસ્થાને હતાં. વળી, જેનધમી આર્યાઓ માટે જુદા આશ્રમે પણ હતા. જિનમંદિરોમાં અરિહંત પ્રતિમાઓની પૂજા નિયમિત થતી. “મણિમેખલે માં દર્શાવાયેલી ઉપરની બાબત ઉપરથી તેમજ મુનિઓ અને આર્યાએ પણ અહીં વસતી પ્રજામાંથી જ વૈરાગ્ય પામી થયેલાં એવી નેધ ઉપલબ્ધ થતી હોવાથી એ પણ સહજ ક૯પી શકાય છે કે તામિલ દેશમાં વસતા નર-નારી વર્ગમાં જેનધર્મના સંસ્કાર ઊંડા જામેલા હતા અને એની જડ જામવામાં સંખ્યાબંધ વર્ષો વ્યતીત થયાં હતાં. એ કાળમાં રચાયેલ અન્ય સાહિત્ય ઉપરથી પણ જોઈ શકાય છે કે રાજાઓ પરમતસહિષ્ણુ હતા. રાજ્યધર્મ તરીકે ગમે તે ધર્મ થવાનું હોય, છતાં દેશમાં પ્રસરેલા બીજા ધર્મો પ્રત્યે તેઓની દ્રષ્ટિ સમભાવપૂર્ણ રહેતી. પ્રજા પિતાને રુચે તે ધર્મ પાળવાને સ્વતંત્ર હતી. જુદા જુદા ધર્મોનો અભ્યાસ જિજ્ઞાસાવૃત્તિથી થત. એમાં સાંપ્રદાયિક બંધનોની ગંધ સરખી જણાતી નહીં. ઈસ. ની બીજી સદીથી આરંભી લગભગ અગિયારમી સદી પર્યત આ પ્રદેશમાં જૈનધર્મ પ્રચલિત હતું. એ વાતમાં જરા પણ શંકાને સ્થાન નથી. બાકી, જેમ દરેકમાં ચડતી પડતીને કાળ આવે છે એમ જૈનધર્મના પ્રચારમાં પણ બનવા પામ્યું હોય, એ વાત અસંભવિત ન ગણાય.
તામિલ વાયમાં જે પાંચ મહાકાવ્ય સુપ્રસિદ્ધ મનાય છે. એમાંના બીજા નંબરના નાલદિયારની રચના કલસ્ર રાજાના રાજ્યકાળમાં થયેલી છે. જૈનધર્મને એ રાજવી તરફનો મેટો આશ્રય હત; કારણ કે તે વાડ્મયને ખાસ ઉપાસક હતો. ઈસ. ના પાંચમા સૈકામાં
For Private And Personal Use Only