________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧૧] જૈન ઈતિહાસમાં ધારાનગરી
[ ૨૦૭ પછાડી પગની એક વેંત ચામડી ઉતરાવી. એ તે એથી વધુ ચામડી ઉતરાવવા માટે તૈયાર થઈ ગયા હતા પરંતુ “રાજાને વધ ન થાય' એવું નીતિવચન મંત્રીઓએ સંભળાવીને કોઈ પણ રીતે એ કાર્યને રોકી દીધું. આમ છતાં નરવર્માને લાકડાના પાંજરામાં રાખવામાં આવ્યું. આ રીતે સિદ્ધરાજ દ્વારા સમૃદ્ધિશાલિની ધારાનગરીને અતિકરુણ રીતે ધ્વંસ થશે.
પ્રબંધ ચિંતામણિ” અને “પુરાતન પ્રબંધસંગ્રહ' આદિમાં ધારાના ઇતિહાસની ઘણાએક કડીઓ સંગ્રહાયેલી છે. મુંજરાજ, ભોજરાજ અને ધનપાલ સિવાયના પણ કેટલાયે પ્રબ ધારાના ઈતિહાસ સાથે સંબદ્ધ છે. ઉપર્યુક્ત ત્રણ પ્રબંધન સંબંધ તે પૂર્ણરૂપે ધારાની સાથે છે જ. સિદ્ધરાજે જૈનાચાર્ય હેમચંદ્રસુરિ દ્વારા જે વ્યાકરણ બનાવરાવ્યું, તેમાં પણ ધારાના વંસ સમયે ભોજરાજનો જે પુસ્તક ભંડાર મળ્યો હતો, તેમાંથી “ભોજ વ્યાકરણ' મળી આવ્યું તે દ્વારા નવું વ્યાકરણ ગુજરાતમાં પણ બનાવવાની પ્રેરણા મળી.
ધારાનગરી પંવારવંશીય નરેશેએ વસાવી હતી. ત્યાં આ વંશની રાજસત્તા સં. ૧૩૧૦ સુધી રહી હતી. એ પછી તે મુસલમાન સમ્રાટને આધીન થઈ. ધારાની ઉત્તરે એક નાની પહાડી પર જે કિલ્લે છે, તે સં. ૧૩૨૫માં મહમદ તઘલખે બનાવ્યો હતે. જીરાપુર (ધાર)ની પાસે જે માન સરોવર તળાવ છે તે બારે માસ પાણીથી ભરપુર રહે છે, તે પણ મુસલમાન સમ્રાટોએ જ બંધાવ્યું હતું. આ સમ્રાટોના શાસનકાળમાં હિંદુઓનાં અનેક પ્રાચીન સ્મારક નષ્ટભ્રષ્ટ કરી દેવામાં આવ્યાં, પ્રાચીન મંદિર તેડી નાખી મસ્જિદો બનાવી દેવામાં આવી અને શિલાલેખાદિ બરબાદ કરી નાખવામાં આવ્યા. બે વર્ષ પૂર્વે જ્યારે હું ધારાનગરીમાં ગયો હતો તે સમયે જે કે હું થોડા કલાકો માટે જ રોકાયો હતો, છતાં મહારાજ ભોજની પાઠશાળા આદિ અનેક મહત્ત્વપૂર્ણ પ્રાચીન સ્મારકોને મસ્જિદરૂપે જોઈને મને ભારે દુ:ખ થયું. ચાર-પાંચ સ્મારકોને છોડીને અત્યારે બધાં પ્રાચીન અવશેષે પણ નષ્ટ થઈ ચૂક્યાં છે. સમૃદ્ધિશાલિની ધારાની આ અવસ્થા જોઈને કયા સહૃદયને દુઃખ નહિ થાય? આ રીતે આપણી અનેક પ્રાચીન નગરીઓ ધ્વસ્ત થયેલી છે. તેની કથા પણું ભારે રોમાંચક છે. પ્રાચીન ઈતિહાસના વિદ્યાર્થીઓની સામે જ્યારે તેમને પ્રાચીન વૈભવ અને વર્તમાન વિનાશનું દૃશ્ય ઉપસ્થિત થાય છે ત્યારે તે મર્માહત બને છે.
ધારાની પાસે જે માંડવેગઢ પણ કરુણ કહાની લઈને ઊભું છે. હું ત્યાં પણ ગયા હતા. ત્યાં પણ આલીશાન મસ્જિદો અને અન્ય મંદિર તથા મકાનને ખંડિયેર રૂપમાં જોઈને મને ભારે પરિતાપ થયો. ૧૩ મી શતાબ્દીથી ૧૫ મી શતાબ્દી સુધીની માંડવગઢની સમૃદ્ધિ જે રીતે જૈન ગ્રંથમાં વર્ણિત છે તેનું ચિત્ર મારી સામે ઘૂમવા લાગ્યું. જ્યાં કઈ સમયે ૩૨ જેટલાં જૈન મંદિરો હતાં, ત્યાં એક પણ પ્રાચીન અવશેષ રહ્યું નથી એ કાળની જ બલિહારી છે.
ઉત્થાન અને પતનની આ કથા માનવ માટે એક શિખામણરૂપ છે.
For Private And Personal Use Only