SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૧] કર્મ મીમાંસા [૨૧૭ હાલત છે, કેમકે પાછો જીવ નવાં કર્મ તે બાંધતી જ જાય છે. ભગવાથી થતી નિર્જરામાં નિર્જરા અલ્પ છે, બંધ વધારે છે, સજજડ છે. તિર્યંચગતિ મિશ્ચાદૃષ્ટિ કે અજ્ઞાનતામાં વેદે તે કરતાં સવાયા બાંધતા જાય. મિથ્યાષ્ટિ નિર્જરા ઘણી અલ્પ કરે, બાંધે ઘણું. એવી નિર્જરા તે આ વ અનાદિકાળથી કરતો આવ્યો છે, પણ તેમાં શું સીઝયું? માયા કરી, માયાને ઉદય તે કેટલો? બાંધ્યો કેટલો ! તેમ જ લેભ, મોહનીય વગેરેમાં સમજવું. મેક્ષ માટેની નિર્જરા તે તેવી હોવી જોઈએ કે જેમાં કર્મો તૂટે ઘણાં અને બંધાય ડાં. તેવી નિર્જરા બાર પ્રકારના તપથી થાય છે. મોક્ષ માટે તે જ નિર્જરા ઉપયોગી છે. તપના ભેદ બાર માટે નિર્જરાના ભેદ પણ બારે છે. આ બાર ભેદે નિર્જરા કરનારને મોક્ષ મેળવવામાં મુશ્કેલી પડતી નથી. બાર પ્રકારના તપની એકેક નિર્જરામાં અનંત ભનાં પાપો ક્ષય કરવાની સત્તા છે–શક્તિ છે. તપનું માહાત્મ્ય નવ પદની પૂજામાં આપણે સાંભળીએ છીએ કે “વિકાલિકપણે-કમેકષાય ટાળે, નિકાચિતપણે બાંધિયા તેહ બાળે; કહ્યું તેહ તપ બાહ્ય અંતર દુભે, ક્ષમાયુક્ત નિહેતુ દુર્યાન છે જાસ મહિમા થકી લબ્ધિ સિદ્ધિ, અવાં છકપણે કમ આવરણ શુદ્ધિ; તો તે તપ જે મહાનંદ હેતે, હેય સિદ્ધિ સીમંતિની જિમ સંકેતે. ઈચ્છાધન તપ નમે, બાહ્ય અત્યંતર ભેદેજી; આતમ સત્તા એકતા, પરપરિણતિ ઉછેદે છે. ઉરછેદ કર્મ અનાદિ સંતતિ, જેહ સિદ્ધપણું વરે; યોગ સંગે આહાર ટાળી, ભાવ અયિતા કરે. અંતર મુહૂરત તન્ય સાથે, સર્વ સંવરતા કરી, નિજ આત્મસત્તા પ્રગટ ભાવે, કરો તય ગુણ આદરી.” કર્મ ખપાવવા માટે તીર્થંકર પરમાત્માઓ પણ તપને જ આદરે છે. ભગવાન મહાવીરે દીક્ષા લીધા બાદ બાર વર્ષ સુધી ઘોર તપશ્ચર્યા કરી ઘાતકર્મ ખપાવી ક્વલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. બાર પ્રકારના તપના પણ બે વિભાગ છે. છ બાહ્ય તપ અને છ અત્યંતર તપ (૧) અનશન (ચારે પ્રકારના આહારને થડા વા ઘણા સમય સુધી ત્યાગ. (૨) ઉણોદરી (સુધા કરતાં પાંચ સાત કેળિયા ન્યૂન ખાવું. (૩) વૃત્તિસંક્ષેપ-દ્રવ્યાદિક વસ્તુનો સંક્ષેપ.) (૪) રસત્યાગ( વિગઈ ત્યાગ.) (૫) કાયકલેશ (લેચાદિક કષ્ટ સહન કરવાં.) (૬) સલીનતા-(અંગોપાંગ સકોચી રાખવાં)-આમ છ પ્રકારે બાહ્ય તપ છે. તથા (1) પ્રાયશ્ચિત્ત-(શુદ્ધ મને ગુરુ પાસે આલોચના લેવી.) (૨) વિનય-(દેવ-ગુરુ-સંઘે-સાધર્મિકને વિનય) સાચવે. (૩) વૈયાવચ્ચે (બાલ-વૃદ્ધ-લોને–તપસ્વી પ્રમુખનું વૈયાવચ્ચ કરવું. (૪) સ્વાધ્યાય-(વાંચના–પૂછના–પરાવર્તનાઅનુપ્રેક્ષા–ધર્મકથા એ પાંચ પ્રકારે અભ્યાસ કરવો. (૫) ધ્યાન-(ધર્મધ્યાન શુક્લધ્યાન ધ્યાવ) (૬) કાઉસ્સગ-(દસ-વીસ યા યથેચ્છ કાઉસ્સગ કરવો)–એ છ પ્રકારે અભ્યતર તપ છે. આ બાર પ્રકારના તપનું સ્વરૂપ વિશેષપણે અન્ય ગ્રંથેથી જાણી સમજી લેવું. કમ નિર્જરા માટે બોર પ્રકારના તપ સિવાય અન્ય કોઈ માર્ગ નથી. જૈન ધર્મને પામેલા આત્માનું પ્રતિસમય મુખ્ય ધ્યેય કર્મને ક્ષય કરવાનું જ હોવું જોઈએ. મિથ્યાત્વાદિ હેતુ વડે અનાદિકાળથી કમની વર્ગણા આત્મા બાંધતો આવ્યો છે. એટલે તે કર્મવર્ગણાને વિખેરી નાખી આત્માને શુદ્ધ [ જુઓ : અનુસંધાન પૃષ્ઠ : ૨૧૮ ] For Private And Personal Use Only
SR No.521724
Book TitleJain_Satyaprakash 1955 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy