________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ: ૨૦ મુકાઈ હાત તા આજે આવા નિવેદનની જરૂરત ન રહેત. હશે, જે બનવાનુ ડાય છે તે બને છે. પણ તમને બધાને મારી નમ્રભાવે પ્રેરણા છે કે પત્ર અંધ કરવાની ઉતાવળ ન કરશે. એને ચલાવવા માટે હરેક રીતે પ્રયત્નશીલ મનશે..
*
'
મુંબઇ સમાચાર : તા. ૧૮-૭-૫૫ ની જૈન ચર્ચા' માં નીચેની હકીકત પ્રગટ થઈ છે:
‘જૈન સત્ય પ્રકાશ’ બંધ થવું ન જોઈ એ
અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસમેલને શરૂ કરાવેલ અને છેલ્લા વીસ વર્ષોથી અમદાવાદથી પ્રગટ થતું શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિનું માસિક મુખપત્ર “ શ્રી. જૈન સત્ય પ્રકાશ ” પૈસાને અભાવે અને ખર્ચ પૂરતી આવક નહિ થવાના કારણથી બંધ થવાની અણી પર છે એવી ખબર પ્રગટ થતાં અમને બહુ દુઃખ થાય છે. એ માસિક છેલ્લા વીસ વર્ષોથી જૈન ધર્મ સામે થતા અને જૈનેતા અને વર્તમાનપત્રોમાં થતા ખાટા અને અવાસ્તવિક હુમલાને અતિસૌમ્ય શબ્દોમાં અને દાખલા-લીલા સહિત વાસ્તવિક હકીકતા અને સત્યેા પ્રગટ કરવાનું મુખ્ય કાર્ય કર્યું છે અને એ રીતે જૈનધમને લગતી ખોટી માન્યતાઓ અને ખોટા વિચારો દૂર કરવાનું કામ બનતી શક્તિથી બજાવ્યું છે. તે જોતાં એ માસિક બંધ થવાના વખત આવ્યા છે, એ બીના જૈન કામ માટે અતિ વિચારવાજોગ બની રહે છે. જૈન કામમાં આશરે એકસા જુદી જુદી જાતનાં વર્તમાનપત્રો, માસિકા, અને અવાડિકા અત્યાર સુધીમાં પ્રગટ થયાં હતાં અને તેમાંના મોટા ભાગ હજી ચાલુ છે અને થાડાક જ અંધ પાળ્યાં છે. તે જોતાં આ માસિક પણ કેમ ચાલુ નહિ રહી શકે એ શ્રીમંત જૈન ક્રામ માટે એક કાયડા છે. જૈન કામમાં અનેક વિદ્વાનો, શ્રીમતા અને ધર્મશ્રદ્ધાળુ, અને કેળવાયેલા સજ્જના વસે છે, તેઓએ એ સબધમાં તપાસ કરવી જોઇએ અને તેને જિવાડવા માટે દરેક પ્રયત્ન કરવા જોઈ એ. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અન્ય રીતે લાખા રૂપિયા જૈન પ્રાચીન શિલ્પા જળવાઈ રહે તે માટે ખર્ચે છે અને ક્ખી ચિતરાવવામાં અને પુસ્તકા પ્રગટ કરવામાં અતિઉદારતાથી કામ કરે છે, તે જોતાં તે પેાતાની પેઢી જે શહેરમાં મુખ્ય મથક ધરાવે છે, તે અમદાવાદમાં પ્રગટ થતા આ માસિકને શું કારણથી મદદ નહિ આપે તે અમે સમજી શકતા નથી. વળી, જે કામ “ જૈન સત્ય પ્રકાશ ' અાવે છે, તે ખરું જોતાં જૈન કારન્સ ઓફિસનુ છે. એ એફિસ જૈન કામના એક ઉપયાગી વાજિંત્ર તરીકે એને શા માટે મદદ આપીને ન જિવાડે તે પણ એક વિચારવાયાગ્ય બાબત છે. અમે આશા રાખીએ છીએ કે, ઉપલી સ'સ્થા અને ખીજા વિદ્વાન, શ્રીમા અને ધર્મપ્રેમી જૈન સત્ય પ્રકાશ ” તે જિવાડવા કાઈ યાજના તૈયાર કરે અને તેને જલદી અમલ કરે. —–જૈન.
k
For Private And Personal Use Only