________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર-વર્ધમાનસ્વામીનાં વર્ષાવાસ
લેખકઃ છે. શ્રીયુત હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનાં વિવિધ નામો છે. એમાં બે નામ મુખ્ય છે: (૧) વર્ધમાન અને (૨) મહાવીર યાને વીર. પ્રથમ નામ એમના પિતા સિદ્ધાર્થે જેલું છે, અને એ એમના કુટુંબમાં, ધનધાન્યાદિની જે વૃદ્ધિ, મહાવીરસ્વામી ક્ષત્રિયાણી ત્રિશલાની કુક્ષિમાં આવ્યા ત્યારથી માંડીને એમના જન્મ-સમય સુધી થઈ તેને આભારી છે. બીજું નામ આ ચરમ તીર્થકરની વીરતાનું ઘાતક છે. આ બંને નામનો સમાવેશ “વીર-વર્ધમાનમાં થાય છે, અને એ જાતનું નામ કોઈ કાઈ પ્રાચીન કૃતિમાં જોવાય છે. દા. ત. આચાર (સુય૦ ૨)ની ત્રીજી ચૂલિકાની શીલાંકરિકૃત ટીકા. આમ પૂર્વાચાર્યોએ આ નામ ચર્યું હોવાથી મેં આ લેખના શિીર્ષકમાં એને સ્થાન આપ્યું છે.
આ તે શીર્ષકના એક અંશની વાત થઈ. હવે બીજા અંશ વિષે થોડુંક કહીશ.
આપણા દેશની પરિસ્થિતિ જોતાં, વર્ષના બારે મહિના પગપાળા પરિભ્રમણ માટે અનુકૂળ નથી. વિશેષમાં ત્યાગીઓ-સંન્યાસીઓ-સાધુસંત અહિંસક જીવન જીવવા ઈછે એ સ્વાભાવિક છે. આથી તે પાદવિહારી શ્રમણે વર્ષાઋતુમાં ચાર મહિના પૂરતા એક જ સ્થળે ઠરી ઠામ, રહે—એ દરમ્યાન વિહાર ન કરે તે સમુચિત છે. આ પરાપૂર્વથી ચાલી આવતી પ્રણાલિકાને મહાવીરસ્વામીએ અપનાવી છે. ચોમાસાના ચાર મહિનાને છોડીને વર્ષના બાકીના આઠ મહિનાને એમણે ઉગ્ર વિહાર કર્યો છે. એઓ ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત રહેતા. આ બાબતની, કલ્પસૂત્ર તરીકે સામાન્ય રીતે ઓળખાવા પસવણાકપ નામને આગમિક ગ્રંથ સાક્ષી પૂરે છે. (જુઓ : સુત્ત ૧૧૮).
વર્ષાવાસ એટલે વર્ષાઋતુ પૂરત મુકામ. આને ચાતુર્માસ્ય' ચાતુમોસ' તેમજ ચોમાસું પણ કહે છે. વર્ષાવાસ માટે પાઈ (પ્રાકૃત) શબ્દ વાસાવાસ” છે, અને એ પ સવણુંકમ્પમાં અનેક વાર વપરાય છે. એમ એન મહાવીરચરિત્ર રૂપ પ્રથમ ખંડનું ૧૨૧ મુ સુત્ત તેમજ સામાચારીરૂપ અંતિમ ખંડ જોતાં જણાય છે.
મહાવીરસ્વામીએ દીક્ષા લીધી–મહાભિનિષ્ક્રમણ કર્યું. ત્યાર પછી વર્ષાવાસના પ્રસંગે બન્યા છે. આજે આપણે બે વિભાગમાં વિભક્ત કરી શકીએઃ (૧) છદ્મસ્થ-જીવનને અંગેના અને (૨) સર્વજ્ઞ-વનને લગતા. મહાવીરસ્વામીનું છમસ્થ જીવન તે વ્યવસ્થિત સ્વરૂપમાં આલેખાયેલું આજે ઘણા પ્રાચીન સમયથી મળે છે. આચાર, પશેસવણાકપ અને આવસ્મય-
નિત્તિ , તેમજ આ પૈકી છેલ્લા બે ગ્રંથો અંગેનાં વિશિષ્ટ વિવરણો આપણને મહાવીરસ્વામીએ છદ્મસ્થ-અવરથામાં ક્યાં ક્યાં વર્ષાવાસ કર્યો તે બાબત પૂરતી અને સિલ સિલાબંધ માહિતી પૂરી પાડે છે, પરંતુ કોણ જાણે કેમ એમના ખાસ મહત્ત્વના સવા
વનને વ્યવસ્થિત ઈતિહાસ કેઈ ઉપલબ્ધ પ્રાચીન ગ્રંથમાં તે મળતું નથી. આ માટે પ્રયાસ આધુનિક યુગમાં પણ કેટલાએ કર્યો છે. મહાવીર સ્વામી જે જે ગામમાં અને નગરમાં વિચર્યા અને જ્યાં જ્યાં એમણે વર્ષાવાસ કર્યો તે તે સ્થળની કાલગણના પૂર્વકની આધારભૂત
For Private And Personal Use Only