________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ: ૨૦ માહિતી પૂરી પાડનારું કોઈ સર્વમાન્ય સાધન છે ખરું, એ જાતને યથાર્થ નકશે મળે છે ખરે, આ પરિસ્થિતિમાં જે પરિશ્રમ લઈને મુનિશ્રી (હવે પંન્યાસ) શ્રી કલ્યાણવિજયજીએ “જેન સત્ય પ્રકાશ” માં પહેલ કરી અને આગળ જતાં ‘શ્રમણ ભગવાન મહાવીર' નામની પિતાની કૃતિમાં એ વિષે સવિસ્તર ઊહાપોહ કર્યો તે પ્રશંસનીય ગણાય. “આગમોદ્ધારક' આનંદસાગરસૂરિએ “સિદ્ધચક્ર”માં આ બાબત, કલ્યાણવિજયજીના વિચારની સમીક્ષારૂપે હાથ તો ધરી, પણ એ કાર્ય આગળ વધ્યું નહિ. અન્ય કોઈએ આ દિશામાં સબળ પ્રયાસ કર્યો હોય એમ જાણવામાં નથી. આથી અત્યારે તે શ્રમણ ભગવાન મહાવીરમાં તીર્થકર
ધ્વનને–સર્વજ્ઞ-જીવનને લગતા વર્ષાવાસને જે ક્રમ રજૂ કરાયો છે તેને અનુસરીને હું આ બાબત આ લેખમાં ઉપસ્થિત કરું છું.
પ સવણકપ (સુત્ત ૧૨૧)માં મહાવીરસ્વામીના ૪૨ વર્ષાવાસ પૈકી કેટલાં ક્યાં થયાં તેનો ઉલ્લેખ છે. આ ઉલ્લેખમાં નગરોનાં નામ જે ક્રમે રજૂ કરાયાં છે તે સકારણ હેય તે તે શાને આભારી છે એ જાણવું બાકી રહે છે. એ નામ વર્ષાવાસની સંખ્યાને કે વર્ષાવાસનાં સ્થળોના અંતરને લક્ષ્યમાં રાખીને કે જે ક્રમે વર્ષાવાસો કરાયાં તે અમને ઉદ્દેશીને તે યોજાયાં નથી. એ અકારાદિ, ક્રમ જેવા સ્થળ વગીકરણને પણ લક્ષીને રજૂ થયાં નથી. તે આ બાબત વિશેષ પ્રકાશ પાડવા કૃપા કરશે ?
પ સવણકપની “શ્રીકલ્પસૂત્ર' એ નામથી ઈ. સ. ૧૯૧૪માં દે. લા. જે. પુ. સંસ્થા તરફથી પ્રકાશિત આવૃત્તિ ( પત્ર ૩૩ આ૩૪ અ)માં નગરોનાં નામ અને એને અંગેના વર્ષાવાસની સંખ્યા દર્શાવાયાં છે. એ હું અહીં એ નગરનાં સંસ્કૃત નામ પૂર્વક રજુ કરું છું –
સંખ્યા અટિયગામ (અસ્થિક ગ્રામ) ... ચંપા (ચંપા) અને પિટ્ટચંપા (પુટ ચંપા) સાલી (વૈશાલી નગરી તેમજ વાણિયગામ (વાણિજ્યગ્રામ) રાયગિહ (રાજગૃહ) અને નાલંદા (નાલંદા) મિહિલા ( મિથિલા) ભદિયા (ભદ્રિક) આલંબિયા (આલંભિકા) .. સાવથી (શ્રાવસ્તી) ... પણિયભૂમિ (પ્રણિતભૂમિ) ... પાવા મજઝમાં (પાપા મધ્યમા)
આમ ૪ર વર્ષાવાસ વિષે જે માહિતી મળે છે તેમાં ચંપા અને પૃચંપા, વૈશાલી અને વાણિજ્યગ્રામનો તેમજ રાજગૃહ અને નાલંદાનો ભેગો ઉલ્લેખ છે, અર્થાત્ આમ જે છે સ્થળે ગણાવાયાં છે તે પ્રત્યેકનાં વર્ષાવાસ ભિન્ન ભિન્ન દર્શાવાયાં નથી. તે આનું કારણ શું ? આને ઉત્તર મને એમ ભાસે છે કે આ ભેગે ઉલ્લેખ નિકટતાને આભારી છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તે પૃષચંપા એ ચંપાનું એની પશ્ચિમે આવેલું ઉપનગર યાને શાખાપુર ( subarb) હતું,
નગર
For Private And Personal Use Only