________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧૧] એ ખલનાએ ખરી નથી
[૧૩ પ્રાસાદમાને પ્રતિમાનું માન ગણે છે, જે યથાર્થ નથી. જ્યાં જ્યાં શાસ્ત્રમાં ઊભી અથવા બેઠી પ્રતિમાનું નિરૂપણ છે ત્યાં સર્વત્ર ઊભી પ્રતિમાના ૧૦૮ આંગળ અને બેડીની ઉંચાઈ પ૬ આંગળની જ લખી છે, ઊભીનું પીઠ કે બેડીનું મસૂરક અને બન્નેનું કેશાન્ત મસ્તક સંમિલિત ગણાતું નથી. મસુરના આઠ આંગળ અને લલાટ ઉપરના કેશાન્ત મસ્તકના ૬ આંગળા બેઠી પ્રતિમાને ઉંચાઈમાંથી બાદ કરતાં ૩૭ આંગળની પ્રતિમા વાસ્તવમાં ૩૧ આંગળથી પણ નાની થઈ જાય છે. આ સંબંધમાં શાસ્ત્ર પ્રમાણ નીચે પ્રમાણે છે:
" प्रतिमोच्छ्यमाने तु, कर्तव्याश्चतुरंशकाः । तत्रांशेषु प्रकुर्वीत, चामुलानि चतुर्दश ॥ ११८ ॥ तेनाङ्गुलप्रमाणेन, षट्पञ्चाशत्समुच्छ्यः ।
વિસ્તારસ્વરપ્રમાણેન, waઃ સર્વશ્રામઃ || | ” અર્થાત-બેઠી પ્રતિમાની ઉંચાઈના ચાર ભાગ કરવા, તે પ્રત્યેકની ૧૪–૧૪ આંગળ કરવા. આ આંગળના માને બેઠી પ્રતિમાની ઉંચાઈ ૫૬ આંગળની કરવી અને તેજ પ્રમાણનો એટલે કે પ૬ આંગળને તેને વિસ્તાર કરે એ શુભદાયક છે.
ઉપરની વિધાનથી સિદ્ધ થયું કે બેઠી પ્રતિમાની ઉંચાઈનું અને તેના વિસ્તાર એટલે કે પલાંઠીનું એક જ માન છે. માટે બેઠી પ્રતિમાની પલાંઠીના માને તેનું માન ગણીએ તોય તેની મસરક-કેશાન્ત મસ્તક વિનાની ઉંચાઈનું જ માન આવે છે. એટલે દ્વારના વિસ્તારમાને અથવા તે ગર્ભના ત્રીજા ભાગે પ્રતિમા કહી છે તે પલાંઠીના માને જ સમજવાની છે.
આ સર્વ શાસ્ત્ર પ્રમાણેથી સિદ્ધ થયું કે શ્રી. નંદલાલે પ્રતિમાના ભાન વિષે જે ખલના બતાવી છે તે વાસ્તવિક નથી.
(૪) પબાસનના મધ્ય ભાગે કરાતી દેવીને જેઓ “પ્રાસાદ દેવી ” અથવા “પ્રાસાદની અધિષ્ઠાતા દેવી” કહે છે, તેમની પાસે કંઈ પણ શાસ્ત્ર પ્રમાણ નથી. પબાસન મળે કરાતાં આવાં દેવીનાં રૂપક રૂપકે માત્ર હોય છે. શોભાને માટે આવાં રૂપે કરવાં હોય તે કરી શકાય છે અને ન કરે તે પણ ચાલે છે. વાસ્તવમાં આવાં રૂપકે માટે શાસ્ત્રમાં ખાસ વિધાન નથી. આવી સ્થિતિમાં આવી અપકને અંગે શ્રી. નંદલાલે બતાવેલ ખલનાનો કશો અર્થ જ નથી.
(૫) શેરીસાના જિનપ્રાસાદનો ગભારે રસ નથી એ વાત સાચી છે. પણ તે શ્રી. નંદલાલના કહેવા પ્રમાણે દૈર્યમાં નહિ પણ વિસ્તારમાં ૨૨ આંગળ અધિક કરવો પડ્યો છે, કારણ કે તેમ કર્યા વિના પ્રતિમાજીનો સમાવેશ થાય તેમ ન હતે. વિસ્તારભાગે ગભારે. આયત કરવાથી કોઈ દોષ ઉપજ નથી એ વાત યા તે શ્રી. નંદલાલ સમજ્યા નથી અથવા તે તેઓ જાણી જોઈને વિસ્તારને શૈર્થ માની અસોભાવન કરે છે, જે પ્રકૃતિ સારી ગણાય નહિ.
(૬) શેરીસાના પ્રાસાદનું ગર્ભગૃહ કંઈક વિસ્તૃત છે છતાં ભિત્યન્તરે હોવાથી એને દોષ ગણાતું નથી, એ વિષે શાસ્ત્ર કહે છે –
" मुखमंडपसंघाटे, यदा भित्यन्तरं भवेत् । न दोषः स्तम्भपट्टादौ, समेऽपि विषमे तले ॥१॥"
For Private And Personal Use Only