Page #1
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મને પ્રાણ બ્રાહ્મણ અને શ્રમણ પરંપરા : વૈષમ્ય અને સામ્યદષ્ટિ
અત્યારે જે આચાર-વિચાર “જૈનધર્મને નામે ઓળખાય છે, તે ભગવાન પાર્શ્વનાથના સમયમાં–ખાસ કરીને મહાવીરના સમયમાં – “નિગ્રંથધર્મને નામે પણ ઓળખાતો હતો, પણ એ “શ્રમધર્મ” પણ કહેવાતું હતું. એમાં ફેર હોય છે એટલે જ કે એકલો જૈનધર્મ જ શ્રમણધર્મ નથી; &મણુધર્મની બીજી પણ અનેક શાખાએ ભૂતકાળમાં હતી અને અત્યારે પણ બૌદ્ધ વગેરે કેટલીક શાખાઓ જીવિત છે. નિગ્રંથધર્મ યા જૈનધર્મમાં શ્રમધર્મનાં સામાન્ય લક્ષણ હેવા છતાંય એમાં આચાર-વિચારની કેટલીક એવી વિશેષતાઓ છે, જે એને શ્રમણધર્મની બીજી શાખાઓથી જુદા પાડે છે. જૈન ધર્મના આચારવિચારની એવી વિશેષતાઓ જાણતાં પહેલાં સારું એ છે કે આપણે શરૂઆતમાં જ જમણુધર્મની વિશેષતાને સારી રીતે જાણી લઈએ, કે જે એને બ્રાહ્મણધર્મથી જુદો પાડે છે. - પ્રાચીન ભારતીય સંસ્કૃતિને પટ વિવિધરંગી છે, જેમાં અનેક ધર્મપરંપરાઓના રંગ ભળેલા છે. આમાં મુખ્યત્વે ધ્યાનમાં આવનારી બે ધર્મ પરંપરાઓ તે—(૧) બ્રાહ્મણ (૨) શ્રમણ. આ બે પરંપરાઓનું પૂર્વાપરપણું તેમ જ એનું સ્થાન વગેરે વિવાદાસ્પદ પ્રશ્નોને બાજુએ રાખીને અહીં તે ફક્ત એવા મુદ્દાઓની ડીક ચર્ચા કરવામાં આવે
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મને પ્રાણ
છે કે જે સર્વસંમત જેવા છે, અને જેમના દ્વારા શ્રમણધર્મની મૂળ દીવાલને ઓળખવાનું અને એની મારફત નિગ્રંથ કે જૈનધર્મને સમજવાનું સહેલું થઈ પડે છે.
બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાઓ વચ્ચે નાના-મેટા અનેક વિષયમાં મૌલિક અંતર છે, પણ એ અંતરને ટૂંકમાં કહેવું હોય તે એટલું જ કહેવું બસ છે કે બ્રાહ્મણ-વેદિક પરંપરા વૈષમ્ય ઉપર પ્રતિષ્ઠિત છે, જ્યારે શ્રમણ પરંપરા સામ્ય ઉપર પ્રતિષ્ઠિત છે. આ વૈષમ્ય અને સામ્ય મુખ્યત્વે ત્રણ બાબતમાં જોવામાં આવે છે: (૧) સમાજવિષયક (૨) સાધ્યવિષયક અને (૨) જીવ-જગત તરફની દૃષ્ટિવિષયક સમાજવિષયક વૈષમ્યનો અર્થ એ છે કે સમાજરચનામાં તથા ધર્માધિકારમાં વર્ણનું જન્મસિદ્ધ એકપણું કે મુખ્યપણું અને બ્રાહ્મણે કરતાં બીજા વનું ઊતરતાપણું કે ગૌણપણું. બ્રાહ્મણધર્મનું વાસ્તવિક સાધ્ય છે અભ્યદય, જે હિક સમૃદ્ધિ, રાજ્ય, પુત્ર, પશુ વગેરેના જુદા જુદા પ્રકારના લાભમાં તથા ઇન્દ્રપદ, સ્વર્ગનું સુખ વગેરે જુદા જુદા પ્રકારનાં પારલૌકિક ફળની પ્રાપ્તિમાં સમાઈ જાય છે. અભ્યદયનું સાધન મુખ્યત્વે યજ્ઞધમ એટલે કે જુદા જુદા પ્રકારના યજ્ઞો છે. આ ધર્મમાં પશુ-પક્ષી વગેરેને ભાગ અનિવાર્ય માનવામાં આવ્યો છે, અને કહેવામાં આવ્યું છે કે વેદવિહિત હિંસા ધર્મનું જ નિમિત્ત છે. આ વિધાનમાં ભોગ ધરાતા નિરપરાધી પશુ-પક્ષી વગેરે તરફ સ્પષ્ટ રીતે આત્મસામ્યના અભાવની અર્થાત્ આત્મવૈષમ્યની દૃષ્ટિ રહેલી છે. આનાથી ઊલટું, ઉપરની ત્રણે બાબતમાં શ્રમણધર્મનું સામ્ય આ રીતે છે: શ્રમણધર્મ સમાજમાં કોઈ પણ વર્ણનું જન્મસિદ્ધ એકપણું ન સ્વીકારતાં ગુણ-કમકૃત શ્રેપણું કે કનિષ્ટપણે માને છે. તેથી એ સમાજરચના તથા
૧. તૈત્તિ. ૧-૧. શાંકરભાષ્ય (પૂના આઠેકર કં) પૃ૦ ૩૫૩. આ જ વાત યોગસૂત્ર ૨-૫ વગેરે તથા એના ભાગ્યમાં કહી છે. સાંખ્યતત્વકૌમુદીમાં પણ એ છે, જે મૂળ કારિકાનું સ્પષ્ટીકરણ માત્ર છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
૩૦
જૈનધર્મને પ્રાણ ધર્માધિકારમાં જન્મસિદ્ધ વર્ણભેદને આદર ન કરતાં ગુણકર્મના આધારે જ સામાજિક વ્યવસ્થા કરે છે. એટલા માટે એની દષ્ટિએ સદ્ગણું શક પણ દુર્ગુણ બ્રાહ્મણ વગેરેથી શ્રેષ્ઠ છે; અને ધાર્મિક ક્ષેત્રમાં, ગ્યતાને આધારે, દરેક વર્ણનાં પુરુષ કે સ્ત્રી સમાન રૂપે ઉચ્ચ પદનાં અધિકારી છે. શ્રમણધર્મનું અંતિમ સાધ્ય, બ્રાહ્મણ ધર્મની જેમ, અભ્યદય નહીં પણ નિયસ છે. નિઃશ્રેયસને અર્થ એ કે અહિક અને પારલૌકિક અનેક પ્રકારના બધા લાભ ત્યાગ સિદ્ધ કરવાવાળી એવી સ્થિતિ કે જેમાં પૂર્ણ સામ્ય પ્રગટ થાય, અને કઈ કઈનાથી એ છે પ્રેગ્ય કે વધારે યોગ્ય રહેવા ન પામે. જીવસૃષ્ટિ તરફની શ્રમણધર્મની દૃષ્ટિ પૂર્ણ આત્મસામ્યની છે, કે જેમાં કેવળ પશુ-પંખી વગેરે કે કીટ-પતંગ વગેરે જંતુઓને જ નહીં પરંતુ વનસ્પતિ જેવા અતિશુદ્ર જીવવર્ગને પણ સમાવેશ થાય છે. આમાં કઈ પણ દેહધારીને કઈ પણ કારણે કરવામાં આવતે વધ આભવધ જેવો જ લેખવામાં આવ્યો છે, અને વધુમાત્રને અધર્મનું કારણ માનવામાં આવ્યું છે.
બ્રાહ્મણ પરંપરા મૂળમાં “ર”ની આસપાસ શરૂ થઈ અને વિકસી છે, જ્યારે શ્રમણ પરંપરા “યમ”-સામ્ય, શમ અને શ્રમ-ની આસપાસ શરૂ થઈ તેમ જ વિકસી છે. “ગ્રાન્ના અનેક અર્થોમાંથી પ્રાચીન બે અર્થ અહીં ધ્યાન આપવા ગ્ય છેઃ (૧) સ્તુતિ, પ્રાર્થના (૨) યજ્ઞયાગાદિ કમ. વૈદિક મંત્રો તેમ જ સૂક્તો દ્વારા જે અનેક પ્રકારની સ્તુતિઓ અને પ્રાર્થનાઓ કરવામાં આવે છે, એ “ઐહાર' કહેવાય છે. એ જ રીતે વૈદિક મંત્રોને જેમાં વિનિયોગ કરવામાં આવે છે, તે યજ્ઞયાગાદિ કર્મને પણ ગ્રાન” કહેવામાં આવે છે. વૈદિક મંત્રો અને સૂકતોને પાઠ કરનાર પુરહિતવર્ગ અને યજ્ઞયાગાદિ કરાવનાર પુરોહિતવર્ગ જ બ્રાહ્મણ છે. વૈદિક મંત્રો દ્વારા કરવામાં આવતી સ્તુતિ–પ્રાર્થના તેમ જ યજ્ઞયાગાદિ કર્મની અતિપ્રતિષ્ઠાની સાથે સાથે જ પુરે હિતવર્ગનું સમાજમાં તેમ જ તત્કાલીન ધર્મમાં
Page #4
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મના પ્રાણ
૩૧
એવું પ્રાધાન્ય સ્થિર થયું કે જેથી એ બ્રાહ્મણુવ પોતાની જાતને જન્મથી જ શ્રેષ્ઠ માનવા લાગ્યું; અને સમાજમાં પણ મેટે ભાગે એ જ માન્યતા સ્થિર થઈ, જેને આધારે વર્ગભેદની માન્યતા રૂઢ થઈ ગઈ અને કહેવામાં આવ્યું કે સમાજપુરુષનું મુખ બ્રાહ્મણ છે, અને અન્ય વર્ણો એનાં બીન્ન અંગ છે. આથી ઊલટુ, શ્રમણધમ એમ માનતા-મનાવતા હતા કે સમાજમાં બધાંય સ્ત્રી-પુરુષ સહન તેમ જ ધર્મપદનાં એકસરખાં અધિકારી છે. જે પ્રયત્નપૂર્વક યોગ્યતા મેળવે છે તે, વગ કે લિંગભેદ વગર જ, ગુરુપદને અધિકારી બની શકે છે.
જેવી રીતે આ સામાજિક તેમ જ ધાર્મિક સમાનતાની માન્યતા બ્રાહ્મણધમની માન્યતાથી સાવ વિરુદ્ધ હતી, એ જ રીતે બન્નેની સાધ્યવિષયક માન્યતા પણુ પરસ્પર વિરુદ્ધ હતી. શ્રમણધમ અહિક કે પારલૌકિક અન્યુયને સર્વથા હેય માનીને નિઃશ્રેયસને જ એક માત્ર ઉપાય તરીકે માનવાવાળા હતા; અને એટલા જ માટે એ સાધ્યની જેમ સાધનના સામ્ય ઉપર પણ એટલા જ ભાર આપતા હતા. નિશ્ચેચસનાં સાધનામાં મુખ્ય અહિંસા છે. કાઈ પણ પ્રાણીની કાઈ પણ પ્રકારે હિંસા ન કરવી, એ જ નિ:શ્રેયસનું મુખ્ય સાધન છે, જેમાં અન્ય સર્વ સાધનના સમાવેશ થઈ જાય છે. સાધનમાં રહેલી આ સામ્યદૃષ્ટિ હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ કર્મની દૃષ્ટિથી સાવ વિરુદ્ધ છે. આ રીતે બ્રાહ્મણ અને શ્રમણ વચ્ચે વૈષમ્ય અને સામ્યમૂલક એટલે બધા વિરાધ છે કે જેને લીધે બન્ને ધર્મો વચ્ચે ડગલે ને પગલે સધ'ની સંભાવના રહે છે, જે હજારા વર્ષના ઈતિહાસમાં આલેખાયેલ છે. આ જાતો વિરૂધ બ્રાહ્મણુકાળમાં પશુ હતા અને મુદ્દે તેમ જ મહાવીરના સમયમાં તથા એ પછી પણ હતા. આ જ ચિરંતન વિરૂધના પ્રવાહને ભડાભાષ્યકાર પતંજલિએ પોતાની વાણીમાં વ્યક્ત કર્યાં છે. વૈયાકરણ પાણિનીએ એક સૂત્રમાં શાશ્વત વિધિને નિર્દેશ કર્યો છે. પતંજલિ ‘શાશ્વત’-જન્મસિદ્દ વિરાધ ધરાવતાં સાપ-નાળિયે, ગાય-વાલ જેવાં ોનાં ઉદાહરણ આપતાં આપતાં, સાથેાસાથ, બ્રાહ્મણ-શ્રમણનું પણ ઉદાહરણ
Page #5
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મને પ્રાણ
આપે છે. એ સાચું છે કે હજાર પ્રયત્ન કરીએ તે પણ સાપને ળિયા, ગાય-વાઘને વિરોધ નિમૂળ નથી થઈ શકતો, જ્યારે, પ્રયત્ન કરવામાં આવે તો, બ્રાહ્મણ અને શ્રમણ વચ્ચેને વિરોધ નિર્મૂળ થવાનો સંભવ છે. અને ઇતિહાસમાં કેટલાક દાખલા એવા મળે પણ છે કે જેમાં બ્રાહ્મણ અને શ્રમણની વચ્ચે કોઈ પણ પ્રકારનું વૈમનસ્ય કે વિરોધ જોવામાં નથી આવતું. પરંતુ પતંજલિનું બ્રાહ્મણ-શ્રમણ વચ્ચેના શાશ્વત વિરોધ સંબંધીનું કથન વ્યકિતને અનુલક્ષીને નહીં પણ વર્ગને અનુલક્ષીને છે. કેટલીય વ્યકિતઓ એવી હોઈ શકે કે જે આવા વિરોધથી પર હોય યા પર થઈ શકતી હોય, પરંતુ સમસ્ત બ્રાહ્મણવર્ગ યા સમસ્ત શ્રમણવર્ગ આ મૂળભૂત વિરોધથી પર નથી, એ જ પંતજલિના કથનનું તાત્પર્ય છે. “શાશ્વત’ શબ્દનો અર્થ “અવિચલ” ન કરતાં અહીં
પ્રાવાહિક” –“પરંપરાથી ચાલ્યું આવતું'] એટલે જ અભિપ્રેત છે. પંતજલિ પછી અનેક શતાબ્દીઓ પછી થયેલા જૈન આચાર્ય હેમચંકે ૨ પણ બ્રાહ્મણ-શ્રમણનું ઉદાહરણ આપી પંતજલિના અનુભવની યથાથતા ઉપર મહેરછાપ મારી છે. આજે સમાજવાદી યુગમાં પણ આપણે એ નથી કહી શકતા કે બ્રાહ્મણ અને શ્રમણવર્ગ વચ્ચેના વિરોધનું બીજ નિર્મળ થયું છે. આ સમગ્ર વિરોધનું મૂળ, ઉપર સૂચવેલ વૈષમ્ય અને સામ્યની દષ્ટિ વચ્ચે રહેલ પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર છે. એકબીજા ઉપર પ્રભાવ અને સમન્વય
બ્રાહ્મણ અને શ્રમણ પરંપરા એકબીજાના પ્રભાવથી સાવ અલિપ્ત રહી નથી; નાની-મેટી બાબતોમાં એકનો પ્રભાવ બીજા ઉપર ઓછાવત્તા પ્રમાણમાં પડેલ જેવામાં આવે છે. દાખલા તરીકે, શ્રમણધર્મની સામ્યદષ્ટિમૂલક અહિંસાભાવનાને બ્રાહ્મણ પરંપરા ઉપર ક્રમે ક્રમે એટલે પ્રભાવ પડ્યો છે કે, જેથી યજ્ઞીય હિંસાનું સમર્થન કેવળ પ્રાચીન શાસ્ત્રીય ચર્ચાઓને વિષય જ બની ગયું છે; વ્યવહારમાં
૧. મહાભાષ્ય ૨-૪-૯, ૨. સિદ્ધહેમ૦ ૩-૧-૧૪૧.
Page #6
--------------------------------------------------------------------------
________________
જૈનધમ ના પ્રાણ
૩૩
ણીય હિંસા લુપ્ત જેવી થઈ ગઈ છે. અહિંસા અને ‘સૂર્યમૂત્તેિ તાઃ' સિદ્ધાંતને પૂણુ આગ્રહ રાખવાવાળી સાંખ્ય, યોગ, ઔપનિષદ, અવધૂત, સાત્વત વગેરે જે પરપરાઓએ બ્રાહ્મણ પર’પરાના પ્રાણુરૂપ વૈદ્યના પ્રામાણ્યને અને બ્રાહ્મણવષ્ણુના પુરેાહિતપદના કે ગુરુપદના આત્યંતિક વિરોધ ન કર્યો, એ પરપરા ક્રમે ક્રમે બ્રાહ્મણુધના સર્વાંસ ગ્રાહક ક્ષેત્રમાં એક યા બીજે રૂપે ભળી ગઈ. આથી ઊલટું, જૈન, બૌદ્ધ વગેરે જે પરપરાઓએ વેદના પ્રામાણ્ય અને બ્રાહ્મણ વર્ણના ગુરુપદના વિરાધને આત્યંતિક આગ્રહ સેવ્યા, એ પર પરાબેંકે હમેશને માટે બ્રાહ્મણધમથી જુદી જ રહી છે, છતાં પણ એમનાં શાસ્ત્રો તેમ જ નિવૃત્તિધર્મ ઉપર બ્રાહ્મણ પર પરાની લેાકસંગ્રાહક વૃત્તિના એક કે બીજા રૂપે પ્રભાવ જરૂર પડયો છે.
શ્રમજી પરંપરાના પ્રવકા
શ્રમણ પરંપરાના મૂળ પ્રવર્તક કાણુ કાણુ હતા, તેઓ કયાં કયાં અતે કયારે થયા, એને યથા અને પૂરા પ્રતિહાસ હજી સુધી અજ્ઞાત છે. પણ આપણે ઉપલબ્ધ સાહિત્યને આધારે એટલું તે નિઃશંકપણે કહી શકીએ છીએ કે નાભિપુત્ર ઋષભ તથા આદિ વિદ્રાન કપિલ, એ સાધના જૂના અને પ્રબળ સમકા હતા. એટલા માટે જ, એમના પૂરા હૃતિાસ અધકારગ્રસ્ત હેાવા છતાં, પૌરાણિક પરંપરામાંથી એમનું નામ લુપ્ત નથી થયું. બ્રાહ્મણાનાં પુરાણામાં ઋષભના ઉલ્લેખ ગ્ન તપસ્વીરૂપે છે ખરા, પણ એમની પૂરેપૂરી પ્રતિષ્ઠા તો કેવળ જૈન પરંપરામાં જ છે; જ્યારે કપિલના ઋષિરૂપે નિર્દેશ જૈન કથાસાહિત્યમાં હોવા છતાં એમની પૂરેપૂરી પ્રતિા તે સાંખ્ય પરપરામાં તથા સાંખ્યમૂલક પુરાણ ગ્રંથેામાં જ છે. ઋષભ અને કપિલ વગેરે દ્વારા જે આત્મૌપમ્ય ભાવનાની અને એમાંથી જન્મેલ અહિ ંસાધની પ્રતિષ્ઠા જામી હતી, એ ભાવના અને એ ધમની પ્રેષક અનેક શાખાપ્રશાખાઓ હતી, જેમાંની કાઈક બાહ્ય તપ ઉપર તા કાઈક ધ્યાન ઉપર,
Page #7
--------------------------------------------------------------------------
________________
૩૪.
જૈનધર્મને પ્રાણું
તે વળી કઈક કેવળ ચિત-શુદ્ધિ કે અસંગતા [–અનાસક્તિ] ઉપર વધારે ભાર આપતી હતી. પણ બધાનું સમાન ધ્યેય સામ્ય કે સમતા હતું.
જે શાખાએ સામ્યસિદ્ધિજન્ય અહિંસાને સિદ્ધ કરવા માટે અપરિગ્રહ ઉપર વધારે ભાર આવે તેમ જ અગાર-ગૃહ-ગ્રંથ કે પરિગ્રહબંધનના ત્યાગ ઉપર વધારે ભાર આપ્યો અને કહ્યું કે જ્યાં સુધી કુટુંબ તેમ જ પરિગ્રહનું બંધન હોય ત્યાં સુધી પૂર્ણ અહિંસા કે પૂર્ણ સામ્ય ક્યારેય સિદ્ધ ન થઈ શકે, શ્રમણધર્મની એ જ શાખા નિગ્રંથ નામે વિખ્યાત થઈ. આના મુખ્ય પ્રવર્તકે નેમિનાથ તથા પાર્શ્વનાથ જ હોય એમ લાગે છે. વીતરાગપણને આગ્રહ
અહિંસાની ભાવનાની સાથે સાથે તપ અને ત્યાગની ભાવના અનિવાર્ય રીતે નિગ્રંથ ધર્મમાં ગૂંથાઈ તે ગઈ જ હતી, પરંતુ સાધકનાં મનમાં એ પ્રશ્ન ઊભું થયું કે બાહ્ય ત્યાગ ઉપર વધારે પડતે ભાર આપવાથી શું આત્મશુદ્ધિ કે સામ્ય પૂર્ણ રૂપે સિદ્ધ થઈ શકે ખરાં ? આના જવાબમાંથી જ એ વિચાર જાગે કે રાગ, દેષ વગેરે મલિન વૃત્તિઓ ઉપર વિજય મેળવો, એ જ મુખ્ય સાધ્ય છે. જે અહિંસા, જે તપ કે જે ત્યાગથી આ સાધ્યની સિદ્ધિ ન થઈ શકે એ અહિંસા, તપ કે ત્યાગ ગમે તેવાં કેમ ન હોય, પણ આધ્યાત્મિક દષ્ટિએ એ નકામાં છે. આ જ વિચારના પ્રવર્તક “જિન” કહેવાવા લાગ્યા. આવા જિન અનેક થયા છે. સચ્ચક, બુદ્ધ, ગોશાલક અને મહાવીર, એ બધા પિતાપિતાની પરંપરામાં જિનરૂપે પ્રસિદ્ધ થયેલા છે, પરંતુ અત્યારે “જિનકથિત જૈનધર્મનું નામ દેવાથી મુખ્યત્વે મહાવીરના ધર્મને જ બંધ થાય છે, જે મુખ્યત્વે રાગદ્વેષના વિજય ઉપર જ ભાર આપે છે. ધર્મવિકાસને ઈતિહાસ કહે છે કે ધર્મની ઉત્તરોત્તર ઉદયમાં આવવાવાળી નવી નવી અવસ્થાઓમાં તે તે ધર્મની પ્રાચીન અવિરોધી અવસ્થાઓને સમાવેશ જરૂર થઈ જાય છે. એટલા માટે જ
Page #8
--------------------------------------------------------------------------
________________
૩૫
જૈનધર્મને પ્રાણ જૈનધર્મ નિર્ચ થધામ પણ છે અને શ્રમણધર્મ પણ છે. શ્રમણ ધર્મની સામ્યદષ્ટિ
હવે આપણે એ જોઈએ કે શ્રમણુધર્મના પ્રાણરૂપ સામ્યભાવનાનું જિન પરંપરામાં શું સ્થાન છે ? જેન મૃતરૂપે પ્રસિદ્ધ બાર અંગે કે ચૌદ પૂર્વેમાં “લામાય’–સામાજિ' નું સ્થાન પહેલું છે, જે આચારાંગસૂત્ર' કહેવાય છે. જૈન ધર્મના છેલ્લા તીર્થકર મહાવીરના આચાર-વિચારોનું સીધું અને સ્પષ્ટ પ્રતિબિંબ મુખ્યત્વે એ સત્રમાં જ જોવા મળે છે. એમાં જે કંઈ કહેવામાં આવ્યું છે, એ બધાયમાં સામ્ય, સમતા કે સમ ઉપર જ પૂરેપૂરો ભાર આપવામાં આવ્યું છે. “મા” એ પ્રાકૃત કે માગધી શબ્દનો સંબંધ સામ્ય, સમતા કે સમ સાથે છે. સામ્યદષ્ટિમૂલક અને સામ્યદૃષ્ટિપિષક જે જે આચાર-વિચાર હોય એ બધા સામાઈય-સામાયિકરૂપે જૈન પરંપરામાં સ્થાન પામે છે. જેવી રીતે બ્રાહ્મણ પરંપરામાં સંધ્યા એક આવશ્યક કમ છે, એ જ રીતે જૈન પરંપરામાં ગૃહસ્થ અને ત્યાગી બધાને માટે છ આવશ્યક કમ જણાવવામાં આવ્યાં છે, જેમાં મુખ્ય લાક્ય છે. જે સામાઈય ન હોય તે અન્ય કોઈ આવશ્યક સાર્થક નથી થતું. ગૃહસ્થ ક ત્યાગી પિતાના અધિકાર પ્રમાણે જ્યારે જ્યારે ધાર્મિક જીવનને સ્વીકાર કરે છે ત્યારે ત્યારે એ “રેમિ ભંતે ! સામા” એવી પ્રતિજ્ઞા કરે છે. એનો અર્થ એ છે કે “હે ભગવન ! હું સમતા કે સમભાવને સ્વીકાર કરું છું.” આ સમતાનું વિશેષ સ્પષ્ટીકરણ પછીના બીજા પદમાં કરવામાં આવ્યું છે. એમાં કહ્યું છે કે હું સાવદ્ય યોગ અર્થાત્ પાપવ્યાપારને યથાશક્તિ ત્યાગ કરું છું. “કામ” ની આવી પ્રતિષ્ઠા હોવાને લીધે સાતમી સદીના પ્રસિદ્ધ વિદ્વાન જિનભકગણી ક્ષમાશ્રમણે એના ઉપર “વિશેષાવશ્યકભાષ્ય” નામનો અતિવિસ્તૃત ગ્રંથ લખીને બતાવ્યું છે કે ધર્મના અંગરૂપ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, એ ત્રણેય “સામારૂચ છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મને પ્રાણ
સાચી વીરતાના સંબંધમાં જૈનધમ, ગીતા અને ગાંધીજી
સાંખ્ય, ગ અને ભાગવત જેવી અન્ય પરંપરામાં પૂર્વ કાળથી સામ્યદષ્ટિની જે પ્રતિષ્ઠા હતી એને જ આધાર લઈને ભગવદ્ગીતાકારે ગીતાની રચના કરી છે. તેથી જ આપણે ગીતામાં ઠેકઠેકાણે સમદશ, સામ્ય, સમતા જેવા શબ્દો દ્વારા સામ્યદષ્ટિનું જ સમર્થન થતું જોઈએ છીએ. ગીતા અને આચારાંગની સામ્યભાવના મૂળમાં એક જ છે, આમ છતાં એ, પરંપરાનેદને લીધે, બીજી બીજી ભાવનાઓ સાથે મળી જઈને જુદી થઈ ગઈ છે. અર્જુનને સામ્યભાવનાનો પ્રબળ આવેગ થઈ આ એવે વખતે પણ ગીતા એને ભિક્ષક તરીકેનું જીવન સ્વીકારતાં રોકે છે, અને શસ્ત્રયુદ્ધને આદેશ આપે છે, જ્યારે આચારાંગસૂત્ર અર્જુનને એ આદેશ ન આપતાં એ જ કહે કે જો તમે સાચેસાચ ક્ષત્રિય વીર છે તો સામ્યદૃષ્ટિ પ્રાપ્ત થતાં હિંસક યુદ્ધ ન કરી શકો, બલ્ક ભિક્ષુકજીવનને સ્વીકાર કરવા પૂર્વક આધ્યામિક શત્રુની સાથે યુદ્ધ કરીને જ સાચું ક્ષત્રિયપણું સાબિત કરી શકે છે. આ કથન ઉપર પ્રકાશ પાડતી ભરત-બાહુબલીની કથા જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સાદર ભારત તરફથી ઉઝ પ્રહાર પામ્યા પછી બાહુબલીએ જ્યારે પ્રતિકારને માટે હાથ ઉગામ્યો એ જ વખતે સમભાવની વૃત્તિ પ્રગટ થઈ. એ વૃત્તિના આવેગમાં બાહુબલીએ ભિક્ષકજીવનને સ્વીકાર કર્યો, પણ સામે પ્રહાર કરીને ન તે ભારતના પ્રહારને બદલે ચૂક કે ન એણે પિતાને ન્યાયયુક્ત રાજ્યભાગ લેવાને વિચાર કર્યો. ગાંધીજીએ ગીતા અને આચારાંગ વગેરેમાં પ્રતિપાદિત સામ્યભાવને પિતાના જીવનમાં યથાર્થ રૂપે વિકસિત કર્યો અને એના આધારે કહ્યું કે માનવસંહારક યુદ્ધને તે ત્યાગ કરે, પણ સામ્ય કે ચિત્તશુદ્ધિના આધારે જ અન્યાયના પ્રતિકારને માર્ગ પણ
૧. આચારાંગ ૧-૫-૩.
Page #10
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મનો પ્રાણ
૩૭ ગ્રહણ કરશે. પ્રાચીન સંન્યાસ કે ત્યાગી જીવનના આવા અર્થવિકાસની ગાંધીજીએ સમાજમાં પ્રતિષ્ઠા કરી. સામ્યદષ્ટિ અને અનેકાંતવાદ
જૈન પરંપરાએ સામ્યદષ્ટિ ઉપર એટલે બધો ભાર આપ્યો છે કે એણે સામ્યદષ્ટિને જ બ્રાહ્મણ પરંપરામાં જેની ખૂબ પ્રતિષ્ઠા છે તે હ્ય તરીકે ઓળખાવીને સાષ્ટિના વિક સમસ્ત આચાર-વિચારને ત્રી 'વમળ'નું નામ આપ્યું છે, જેવી રીતે બૌદ્ધ પરંપરાએ મૈત્રી વગેરે ભાવનાઓને “વ્ર હારનું નામ આપ્યું છે. એટલું જ નહીં પણ ધમ્મપદ અને શાંતિપર્વની જેમ જૈનગ્રંથમાં પણ સમત્વ ધારણ કરનાર શ્રમણને જ બ્રાહ્મણ કહીને શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચેનું અંતર દૂર કરવા પ્રયત્ન કર્યો છે.
જૈન પરંપરામાં સામ્યદષ્ટિ મુખ્યત્વે બે પ્રકારે પ્રગટ થઈ છે : (1) આચારમાં અને (૨) વિચારમાં. જૈનધર્મને બાહ્ય-આત્યંતર, ભૂલ-સૂક્ષ્મ બધે આચાર સામ્યદષ્ટિમૂલક અહિંસાને કેન્દ્રમાં રાખીને એની આસપાસ રચાય છે. જે આચાર દ્વારા અહિંસાની રક્ષા અને પુષ્ટિ ન થતી હોય એવા કોઈ પણ આચારને જૈન પરંપરા માન્ય નથી રાખતી. જોકે બધી ધાર્મિક પરંપરાઓએ અહિંસા તત્વ ઉપર થોડે-ઝાઝો ભાર દીધા છે, પણ જૈન પરંપરાએ એ તત્ત્વ ઉપર જેટલે ભાર દીધો છે, અને એ તત્ત્વને જેટલું વ્યાપક બનાવ્યું છે, એટલે ભાર અને એટલી વ્યાપકતા બીજી કોઈ પરંપરામાં જોવામાં નથી આવતાં. મનુષ્ય, પશુ-પક્ષી, કીટ-પતંગ અને વનસ્પતિ જ નહીં, બલ્ક આપમ્યની ભાવના દ્વારા પૃથ્વી, પાણી વગેરેના સૂમમાં સૂક્ષ્મ જંતુઓ સુધ્ધાની હિંસાથી પણ નિવૃત્ત થવાનું કહેવામાં આવ્યું છે.
૧. બ્રાહ્મણ વર્ગ ૨૬. ૨. ઉત્તરાધ્યયન ૨૫.
-- .
-
..----
—
--
-
Page #11
--------------------------------------------------------------------------
________________
૩૮
જૈનધર્મને પ્રાણ
વિચારમાં સામ્યદૃષ્ટિની ભાવના ઉપર જે ભાર આપવામાં આવ્યો છે એમાંથી જ અનેકાંતદષ્ટિ કે વિભાજ્યવાદને જન્મ થયે છે. કેવળ પિતાની દૃષ્ટિ કે વિચારસરણુને જ પૂર્ણ અંતિમ સત્યરૂપ માનીને એને આગ્રહ રાખે, તેથી સામ્યદષ્ટિને ઘાત થાય છે. તેથી કહેવામાં આવ્યું છે કે બીજાઓની દષ્ટિનો પણ એટલે જ આદર કરવો જોઈએ કે જેટલે પિતાની દૃષ્ટિ. આ સામ્યદૃષ્ટિ જ અનેક તવાદની ભૂમિકા છે. આ ભૂમિકામાંથી જ ભાષાપ્રધાન સ્યાદ્વાદ અને વિચારપ્રધાન નયવાદને ક્રમે ક્રમે વિકાસ થયે છે. એવું નથી કે બીજી પરંપરાઓમાં અનેકાંતદષ્ટિને સ્થાન જ નથી. મીમાંસક અને કપિલદર્શન–સાંખ્યદર્શન ઉપરાંત ન્યાયદર્શનમાં પણ અનેકાંતવાદનું સ્થાન છે. બુદ્ધ ભગવાનનો વિભજ્યવાદ અને મધ્યમમાર્ગ પણ અનેકાંતદષ્ટિનાં જ ફળ છે, આમ છતાં જૈન પરંપરાએ જેમ અહિંસા ઉપર ઘણો વધારે ભાર આપ્યો છે, એ જ રીતે એણે અનેકાંતદષ્ટિ ઉપર પણ ઘણું વધારે ભાર દીધું છે. તેથી જેન પરંપરામાં આચાર કે વિચારનો એવો કોઈ વિષય દેખાતો નથી કે જેની સાથે અનેકાંતદષ્ટિ જોડવામાં ન આવી હોય અથવા જે અનેકાંતદષ્ટિની મર્યાદાથી બહાર હેય. એને લીધે જ બીજી બીજી પરંપરાઓના વિદ્વાનોએ અનેકાંતદષ્ટિને માનવા છતાં એના ઉપર સ્વતંત્ર સાહિત્યની રચના નથી કરી, જ્યારે જૈન પરંપરાના વિદ્વાનેએ એના અંગરૂપ સ્વાદ, નયવાદ આદિના બોધક અને સમર્થક વિપુલ સ્વતંત્ર સાહિત્યનું સર્જન કર્યું છે. અહિંસા
હિંસાથી નિવૃત્ત થવું એ જ અહિંસા છે. જ્યાં લગી હિંસા કોની થાય છે, તથા હિંસા કોણ અને કયા કારણે કરે છે, અને એનું પરિણામ શું આવે છે, એ ન સમજાવાય ત્યાં લગી આ વાત પૂરેપૂરી સમજવામાં નથી આવતી. આ જ પ્રશ્નને સ્પષ્ટ રૂપે સમજા
Page #12
--------------------------------------------------------------------------
________________
ww
જૈનધર્મને પ્રાણ વવાની દૃષ્ટિએ જૈન પરંપરામાં મુખ્યત્વે ચાર વિદ્યાઓને વિકાસ થ છેઃ (૧) આત્મવિદ્યા, (૨) કર્મવિદ્યા, (૩) ચારિત્રવિદ્યા અને (૪) લેકવિદ્યા. એ જ રીતે અનેકાંતદષ્ટિ દ્વારા મુખ્યત્વે મુતવિદ્યા અને પ્રમાણુવિદ્યાનું જ નિર્માણ અને પિષણ થયું છે. આ રીતે અહિંસા, અનેકાંત અને એમાંથી જન્મેલી વિદ્યાઓ જ જૈનધર્મનો પ્રાણ છે, જેના ઉપર આગળ સંક્ષેપમાં વિચાર કરવામાં આવે છે. આત્મવિદ્યા અને ઉત્ક્રાંતિવાદ L) પ્રત્યેક આત્મા–પછી એ પૃથ્વીને હય, પાણીને હય, વનસ્પતિને હય, કીટ-પતંગ કે પશુ-પક્ષીરૂપ હોય કે મનુષ્યરૂપ હય, એ બધા—તાત્ત્વિક દષ્ટિએ સમાન છે. જૈન આત્મવિદ્યાને આ જ સારે છે. સમાનતાના આ સૈદ્ધાત્ત્વિક વિચારને અમલ કરવો–એને યથાસંભવ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઉતારવાનો અપ્રમત્તભાવે પ્રયત્ન કર—એ જ અહિંસા છે. આત્મવિદ્યા કહે છે કે જે સામ્યને અનુભવ જીવનવ્યવહારમાં ન થાય તે આત્મસામ્યને સિદ્ધાંત કેવળ વાદ માત્ર જ છે. સમાનતાના સિદ્ધાંતને અમલી બનાવવા માટે આચારાંગસૂત્રના બીજા અધ્યયનના ૮૦-૯૬-૯૭મા સૂત્રોમાં કહેવામાં આવ્યું છે કે જેવી રીતે તમે પોતાના દુઃખને અનુભવ કરે છે, એવી જ રીતે બીજાના દુઃખને અનુભવ કરે. અર્થાત્ બીજાના દુઃખનું પિતાના દુઃખરૂપે સંવેદન ન થાય તે અહિંસા સિદ્ધ થવાનો સંભવ નથી..
જેવી રીતે આત્મસમાનતાના તાત્ત્વિક વિચારમાંથી અહિંસાના આચારનું સમર્થન કરવામાં આવ્યું છે, એ જ રીતે એ વિચારમાંથી જ જૈન પરંપરામાં એ પણ આધ્યાત્મિક મંતવ્ય ફલિત થયું છે કે જીવમાં રહેલ શારીરિક, માનસિક વગેરે વૈષમ્ય ગમે તેટલું કેમ ન હેય, પણ એ બહારથી આવેલું–કર્મજન્ય છે, વાસ્તવિક નથી. તેથી
Page #13
--------------------------------------------------------------------------
________________
४०
જૈનધર્મને પ્રાણું
vvvvvvvvvvvvvvvvvvvvvvvv -૪૪૪ww.-૪૪૪૪૪૪ • • •
મુદ્રમાં શુદ્ર અવસ્થામાં રહેલ છવ પણ કયારેક માનવકેટિમાં આવી શકે છે અને માનકોટિમાં રહેલો જીવ પણ મુદ્રમાં શુદ્ધ વનસ્પતિ અવસ્થામાં જઈ શકે છે, એટલું જ નહીં પણ વનસ્પતિને જીવ વિકાસ દ્વારા, મનુષ્યની જેમ, ક્યારેક બંધનમુક્ત પણ થઈ શકે છે. ઊંચનીચ ગતિ કે યોનિને તેમ જ સર્વથા મુક્તિને આધાર એક માત્ર કમ છે. જેવું કર્મ જેવા સંસ્કાર કે જેવી વાસના એવી જ આત્માની અવસ્થા, પણ તાત્વિક રૂપે બધા આત્માઓનું સ્વરૂપ સર્વથા એક જેવું છે, જે કમરહિત અવસ્થામાં પૂર્ણ રૂપે પ્રગટ થાય છે. આ જ આત્મસામ્યમૂલક ઉત્ક્રાંતિવાદ છે.
સાંખ્ય, ગ, બૌદ્ધ વગેરે દૈતવાદી અહિંસા-સમર્થક પરંપરાએને બીજી બીજી બાબતોમાં જૈન પરંપરા સાથે ગમે તે મતભેદ હોય, પણ અહિંસાપ્રધાન આચાર તથા ઉત્ક્રાંતિવાદની બાબતમાં બધાને પૂરેપૂરે એકમત છે. આત્માતવાદી ઔપનિષદ પરંપરા અહિંસાનું સમર્થન સમાનતાના સિદ્ધાંતને આધારે નહીં પણ અતના સિદ્ધાંતને આધારે કરે છે. એનું કહેવું એમ છે ક તત્ત્વ રૂપે જેવા તમે એવા જ બીજા બધા જીવ શુદ્ધ બ્રહ્મ–એક બ્રહ્મ-રૂપ છે. જીવોને જે પરસ્પર ભેદ દેખાય છે એ વાસ્તવિક નહીં પણ અવિઘામૂલક છે. તેથી બીજા જીને પિતાથી અભિન્ન જ સમજવા જોઈએ અને બીજાના દુઃખને પિતાનું દુ:ખ સમજીને હિંસાથી નિવૃત્ત થવું જોઈએ.
દેતવાદી જૈન વગેરે પરંપરાઓ અને અદૈતવાદી પરંપરા વચ્ચે ફક્ત એટલું જ અંતર છે કે પહેલી પરંપરાઓ પ્રત્યેક જીવાત્માને વાસ્તવિક ભેદ માનવા છતાં પણ એ બધામાં તાવિક રૂપે સમાનતાને સ્વીકાર કરીને અહિંસાનું ઉ ધન કરે છે, જ્યારે અદ્વૈત પરંપરા જીવાત્માઓના પરસ્પરના ભેદને જ મિથ્યા માનીને એમનામાં તારિક રૂપે પૂર્ણ અભેદ માનીને એને આધારે અહિંસાનું ઉધન કરે છે. અદ્વૈત પરંપરા પ્રમાણે જુદી જુદી યોનિ અને જુદી જુદી ગતિવાળા
Page #14
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મનો પ્રાણ છોમાં દેખાતા ભેદનું મૂળ અધિષ્ઠાન [ અથૉત્ ઉપાદાન કારણ એક, શુદ્ધ, અખંડ બ્રહ્મ છે; જ્યારે જેન જેવી દૈતવાદી પરંપરાઓ પ્રમાણે પ્રત્યેક જીવાત્મા તવરૂપે સ્વતંત્ર અને શુદ્ધ બ્રહ્મ છે. એક પરંપરા પ્રમાણે અખંડ એક બ્રહ્મમાંથી જુદા જુદા ની સૃષ્ટિ પેદા થઈ છે;
જ્યારે બીજી પરંપરા પ્રમાણે જુદા જુદા સ્વતંત્ર અને સમાન અનેક શુદ્ધ બ્રહ્મ જ અનેક જીવ છે. દંતમૂલક સમાનતાના સિદ્ધાંતમાંથી જ અમૂલક એક્યનો સિદ્ધાંત ક્રમે ક્રમે વિકસિત થયો હોય એમ લાગે છે, પરંતુ અહિંસાને આચાર અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિવાદ અતવાદમાં પણ દૈતવાદના વિચારની જેમ જ ઘટાવવામાં આવ્યા છે. વાદ ગમે તે હોય, પણ અહિંસાની દષ્ટિએ મહત્ત્વની વાત એક જ છે કે બીજા ની સાથે સમાનતા કે અભેદનું વાસ્તવિક સંવેદન થવું એ જ અહિંસાની ભાવનાને ઉદ્ગમ છે. કવિદ્યા અને બંધ-મેલ
- જ્યારે તાત્વિક રીતે બધા જીવાભા સમાન છે, તો પછી એમનામાં પરસ્પર વેવમ્ય શા માટે તથા એક જ જવાભામાં પણ કાળભેદે વૈષમ્ય શા માટે ? આ સવાલના જવાબમાંથી જ કર્મવિદ્યાને જન્મ થયો છે. જેવું કર્મ એવી અવસ્થા, એ માન્યતા પૈષમ્યનો ખુલાસે કરી દે છે, પણ સાથે જ સાથે એ એમ પણ કહે છે કે ખરાબ કે સારું કર્મ કરવામાં તેમ જ ને કરવામાં જીવ સ્વતંત્ર જ છે; એ જે ચાહે તે સારો કે ખરાબ પુરુષાર્થ કરી શકે છે, અને એ જ પિતાના વર્તમાન અને ભાવીને નિર્માતા છે. કર્મવાદ કહે છે કે વર્તમાનનું નિર્માણ ભૂતને આધારે અને ભવિષ્યનું નિર્માણ વર્તમાનને આધારે થાય છે. ત્રણે કાળની પરસ્પર સંગતિ કર્મવાદ ઉપર જ અવલંબિત છે. આ જ પુનર્જન્મના વિચારને આધાર છે.
ખરી રીતે અજ્ઞાન અને રાગ-દ્વેષ જ કર્મ છે. પોતાનાની અને પારકાની વાસ્તવિક પ્રતીતિ ન થવી એ અજ્ઞાન અથવા, જૈન પરંપરા
Page #15
--------------------------------------------------------------------------
________________
જૈનધમ ના પ્રાણ
ફર
પ્રમાણે, દનમેાહ છે. આ વાતને સાંખ્ય, બૌદ્ધ વગેરે અન્ય પર પરાએમાં અવિદ્યા કહેલ છે. અજ્ઞાનનિત દૃષ્ટ-અનિષ્ટની કલ્પનાને કારણે જે જે વૃત્તિઓ કે જે જે વિકારે પેદા થાય છે એને જ ટૂંકામાં રાગ-દ્વેષ કહેવામાં આવ્યા છે. જોકે રાગ-દ્વેષ જ હિંસાના પ્રેરક છે, પણ ખરી રીતે બધાનુ` મૂળ અજ્ઞાન-દનમેહ કે અવિદ્યા જ છે; એટલા માટે હિંસાનું ખરું મૂળ અજ્ઞાન જ છે. આ બાબતમાં આત્મવાદી અધી પરપરા એકમત છે.
ઉપર કનુ જે સ્વરૂપ દર્શાવ્યું છે. તેને જૈન પરિભાષામાં ભાવકુમ' કહે છે, અને તે આત્મામાં રહેલ સંસ્કારવિશેષ છે. આ ભાવક આત્માની આસપાસ સદૈવ વ્યાપી રહેલાં સૂક્ષ્માતિસૂક્ષ્મ ભૌતિક પરમાણુને આકર્ષે છે; અને એને વિશિષ્ટ રૂપ અર્પણ કરે છે. વિશિષ્ટ રૂપને પામેલ આ ભૌતિક પરમાણુના પુંજ જ આ દ્રવ્યકમ કે કાણુ શરીર કહેવાય છે, જે જન્માંતરમાં જીવની સાથે જાય છે અને સ્થૂળ શરીરના નિર્માણની ભૂમિકા બને છે. ઉપર ઉપરથી જોતાં એમ લાગે છે કે દ્રવ્યકમના વિચાર જૈન પરપરાની કવિદ્યામાં છે, પણ અન્ય પરંપરાઓની કવિદ્યામાં એ નથી; પણ. ઝીણવટથી જોનાર જાણી શકે છે કે ખરી રીતે અેવું નથી. સાંખ્-યોગ, વેદાંત વગેરે પરપરામાં જન્મજન્માંતરમાં સાથે રહેનાર સૂક્ષ્મ શરીર કે લિંગશરીરનું વન છે. આ શરીર અંત:કરણ, અભિમાન, મન વગેરે પ્રાકૃત–પ્રકૃતિજન્ય કે માયિક તત્ત્વનું અનેવુ માનવામાં આવ્યું છે, જે વાસ્તવિક રીતે જૈન પર’પરાએ માનેલ ભૌતિક કાણુ શરીરના જ સ્થાને છે. સુક્ષ્મ કે કામણુ શરીરની મૂળ કલ્પના એક જ છે. એમાં અંતર હોય તે તે એના વનના પ્રકારમાં અને ઓછા-વધુ વિસ્તારમાં તેમ જ વર્ગીકરણમાં છે, જે હજારા વર્ષથી ભિન્ન ભિન્ન રીતે વિચાર-ચિતન કરનારી પર પરામાં અનવું સ્વા ભાવિક છે. આ રીતે આપણે જોઈએ છીએ કે આત્મવાદી બધી. પરપરામાં પુનઃજન્મના કારણરૂપે કમતત્ત્વને સ્વીકાર કરવામાં
Page #16
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મને પ્રાણ આવ્યો છે, અને જન્મજન્માંતરમાં સાથે જનાર ભૌતિક શરીરરૂપ દ્રવ્યકર્મને પણ સ્વીકાર કરવામાં આવ્યું છે. ન્યાય-વૈશેષિક પરંપરા, જેમાં આવા સૂક્ષ્મ શરીરનો કોઈ ખાસ સ્વીકાર કરવામાં નથી આવ્યા, એણે પણ જન્મજન્માંતરમાં જનાર અણુરૂપ મનને સ્વીકાર કરીને વ્યકર્મના વિચારને અપનાવ્યો છે.
પુનર્જન્મ અને કર્મની માન્યતાની પછી જ્યારે મેક્ષની કલ્પના પણ તત્ત્વચિંતનમાં સ્થિર થઈ ત્યારથી અત્યાર સુધીની બધ-મેક્ષવાદી ભારતીય તત્વચિંતકની આત્માના સ્વરૂપ સંબંધી માન્યતાઓ કેવી કેવી છે અને એમાં વિકાસક્રમની દૃષ્ટિએ જેન મંતવ્યના સ્વરૂપનું શું સ્થાન છે, એને સમજવા સાર ટૂંકાણમાં બંધ-મેક્ષવાદી મુખ્ય મુખ્ય બધી પરંપરાઓનાં મંતવ્ય નીચે આપવામાં આવે છે –
૧) જૈન પરંપરા મુજબ પ્રત્યેક શરીરમાં જુદો જુદો આત્મા છે. એ પિતે શુભાશુભ કર્મનો કર્તા અને કર્મના ફળ–સુખ, દુઃખ વગેરે–ને ભોક્તા છે. એ જન્માંતર વખતે બીજા સ્થાનમાં જાય છે. અને સ્થૂળ દેહ પ્રમાણે સકાચ કે વિસ્તારને ધારણ કરે છે. એ જ મુક્તિને પામે છે અને મોક્ષકાળમાં સાંસારિક સુખ-દુઃખ, જ્ઞાન-અજ્ઞાન. વગેરે શુભ-અશુભ કર્મ વગેરે ભાવથી સર્વથા મુક્ત બની જાય છે.
(૨) સાંખ્ય-ગ પરંપરા પ્રમાણે આત્મા ભિન્ન ભિન્ન છે, પણ એ ફૂટથ અને વ્યાપક હેવાને લીધે ન તે કર્મને કર્તા, ભક્તા, જન્માંતરમાં જનાર, ગતિશીલ છે કે ન તે મુક્તિગામી જ છે, એ પરંપરા પ્રમાણે તે પ્રાકૃત બુદ્ધિ કે અંતઃકરણ જ કમનું કર્તા, ભોક્તા, જન્માંતરગામી, સંકોચ-વિસ્તારશીલ, જ્ઞાન-અજ્ઞાન વગેરે ભાવોનું આધાર અને મુક્તિકાળમાં એ ભાવથી રહિત છે. સાંખ્યયોગ પરંપરા અંતઃકરણના બંધ-મોક્ષને જ ઉપચારથી પુરુષના માની લે છે.
(૩) ન્યાય-વૈશેષિક પરંપરા પ્રમાણે આત્મા અનેક છે, એને
Page #17
--------------------------------------------------------------------------
________________
~
~
~~~~-~~~-
~
~-
~
૪૪
જૈનધર્મનો પ્રાણ - સાંખ્યયોગની જેમ ફૂટસ્થ અને વ્યાપક માનવામાં આવ્યો છે, છતાં એને જૈન પરંપરાની જેમ વાસ્તવિક રૂપે કર્તા, ભેળ, બદ્ધ અને મુક્ત પણ માનવામાં આવ્યો છે.
(૪) અદ્વૈતવાદી વેદાંત પ્રમાણે આત્મા ખરી રીતે જુદા જુદા નહીં પણ એક જ છે. એ સાંખ્ય-ગની જેમ ફૂટસ્થ અને વ્યાપક છે, એટલે વાસ્તવિક રીતે ન તે એ બદ્ધ છે કે ન તે મુક્ત. એમાં અંતઃકરણના જ બંધક્ષને ઉપચારથી માનવામાં આવ્યા છે.
(૫) બૌદ્ધ મત પ્રમાણે આત્મા કે ચિત્ત અનેક છે; એ જ કર્તા, ભક્તા, બંધ અને નિર્વાણનું આશ્રય છે. એ ન તે ફૂટસ્થ છે, ન વ્યાપક; એ કેવળ જ્ઞાનક્ષણપરંપરારૂપ છે, જે હૃદય, ક્રિય જેવાં અનેક કેન્દ્રમાં એકીસાથે કે ક્રમશઃ નિમિત્ત પ્રમાણે ઉત્પન્ન અને નષ્ટ થતું રહે છે.
ઉપર આપેલ સંક્ષિપ્ત વર્ણન ઉપરથી એ સ્પષ્ટ રૂપે સૂચિત થાય છે કે જૈન પરંપરાસંમત આત્મસ્વરૂપ, એ બંધ-મોક્ષના તત્ત્વચિંતાની કલ્પનાનું અનુભવમૂલક પ્રાચીન રૂપ છે, સાંખ્યોગસંમત આત્મસ્વરૂપ, એ એ તત્વચિંતકની કલ્પનાની બીજી ભૂમિકા છે. અદ્વૈતવાદસંમત આત્મસ્વરૂપ સાંખ્ય-યોગની જવબહુવિષયક કલ્પનાનું એક રીતે પરિમાર્જન માત્ર છે, જ્યારે ન્યાય-વૈશેષિક સંમત આત્મસ્વરૂપ જૈન અને સાંખ્યયોગની કલ્પનાનું મિશ્રણ જ છે. બૌદ્ધસંમત આત્મસ્વરૂપ જૈન કલ્પનાનું જ તર્કશધિત રૂ૫ છે. ચારિત્રવિદ્યા
આત્મા અને કર્મના સ્વરૂપને જાણ્યા પછી જ એ જાણી શકાય છે કે આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં ચારિત્રનું શું સ્થાન છે. મેક્ષ તત્વના ચિંતકે પ્રમાણે ચારિત્રને ઉદ્દેશઆત્માને કર્મથી મુક્ત કરવો એ જ છે. ચારિત્ર દ્વારા કર્મથી મુક્તિ માની લીધા પછી પણ એ પ્રશ્ન તે બાકી રહે જ છે કે સ્વભાવથી શુદ્ધ એવા આત્માની સાથે પહેલવહેલાં
Page #18
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મને પ્રાણુ
કર્મને સંબંધ ક્યારે અને શા માટે થયેલ, અથવા એવો સંબંધ કેણે કર્યો? એ જ રીતે એ પ્રશ્ન પણ ઊભે થાય છે કે સ્વભાવથી શુદ્ધ. એવા આત્મતત્વની સાથે જે કઈ ને કઈ રીતે કર્મને સંબંધ થયેલે, માનવામાં આવે તે ચારિત્ર દ્વારા મુક્તિ પ્રાપ્ત થયા પછી પણ ફરી કર્મનો સંબંધ કેમ નહીં થાય ? આ બે પ્રશ્નોને જવાબ બંધાય આધ્યાત્મિક ચિંતકોએ લગભગ એકસર જ આપી છે. સાંખ્ય યોગ હોય કે વેદાંત, ન્યાય-વૈશેષિક હોય કે બૌદ્ધ, એ બધાંય દર્શનની જેમ જૈન દર્શનનું પણ એ જ મંતવ્ય છે કે કર્મ અને આત્માને સંબંધ અનાદિ છે, કારણ કે એ સંબંધની પહેલી ક્ષણ જ્ઞાનની સીમાની સર્વથા. બહાર છે. બધાંએ એમ માન્યું છે કે આત્માની સાથે કર્મ, અવિદ્યા. કે માયાને સંબંધ પ્રવાહરૂપે અનાદિ છે, આમ છતાં વ્યક્તિરૂપે એ સંબંધ સાદિ છે, કારણ કે આપણે સૌને એ અનુભવ છે કે અજ્ઞાન, અને રાગ-દ્વેષથી જ જીવમાં કર્મવાસનાની ઉત્પત્તિ થતી રહે છે. કર્મ સર્વથા છૂટી ગયા પછી આત્માનું જે પૂર્ણ શુદ્ધ રૂપે પ્રગટ થાય છે, એમાં ફરી કમ કે વાસના ઉત્પન્ન કેમ નથી થતાં એને ખુલાસે, તકવાદી આધ્યાત્મિક ચિંતકોએ એ કર્યો છે કે આત્મા સ્વભાવે શુદ્ધિને પક્ષપાતી છે. શુદ્ધિ દ્વારા ચેતના વગેરે સ્વાભાવિક ગુણોને પૂર્ણ વિકાસ થયા પછી અજ્ઞાન કે રાગદ્વેષ જેવા દેશે મૂળથી જ નષ્ટ થઈ જાય છે, અર્થાત્ પ્રયત્નપૂર્વક શુદ્ધિને પામેલ આત્મતત્વમાં પિતાનું સ્થાન મેળવવામાં એ દેવો સર્વથા નિર્બળ બની જાય છે.
ચારિત્રનું કામ જીવનમત વૈષમ્યનાં કારણેને દૂર કરવાં, એ છે જેને જૈન પરિભાષામાં “સંવર' કહે છે. વૈષમ્યના મૂળ કારણ અજ્ઞાનનું નિવારણ આત્માની સમ્યફ પ્રતીતિથી થાય છે, અને રાગ-દ્વેષ જેવા કલેશોનું નિવારણ માધ્યથ્યની સિદ્ધિથી. એટલા માટે આંતર ચારિત્રમાં બે જ બાબતો આવે છે: (૧) આત્મજ્ઞાન-વિવેકખ્યાતિ; (૨) માધ્ય કે રાગ-દ્વેષ આદિ કલેશને વિજય. ધ્યાન, વ્રત, નિયમ,
Page #19
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મને પ્રાણ
તપ વગેરે જે જે ઉપાયો આંતર ચારિત્રના પિષક બને છે એ જ સાધકને માટે બાહ્ય ચારિત્રરૂપે સ્વીકારવા યોગ્ય મનાયા છે.
આધ્યાત્મિક જીવનની ઉત્ક્રાંતિ આંતર ચારિત્રના વિકાસ ઉપર આધાર રાખે છે. આ વિકાસક્રમનું ગુણસ્થાનરૂપે જૈન પરંપરામાં ખૂબ વિશદ અને વિસ્તૃત વર્ણન મળે છે. આધ્યાત્મિક ઉત્ક્રાંતિક્રમના જિલ્લાસુઓને માટે યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ મધુમતી વગેરે ભૂમિકાઓનું, બૌદ્ધ-શાસ્ત્રમાં પ્રસિદ્ધ સતાપન્ન આદિ ભૂમિકાઓનું, યોગવાસિકમાં પ્રસિદ્ધ અજ્ઞાન અને જ્ઞાન ભૂમિકાઓનું, આજીવક-પરંપરામાં પ્રસિદ્ધ મંદ-ભૂમિ વગેરે ભૂમિકાઓનું અને જૈન પરંપરા પ્રસિદ્ધ ગુણસ્થાનનું તથા યોગદષ્ટિઓનું તુલનાત્મક અધ્યયન ખૂબ રસપ્રદ તેમ જ ઉપયોગી છે; એનું વર્ણન અહીં કરવું સંભવિત નથી. જિજ્ઞાસુ બીજે પ્રગટ થયેલ લેખે ઉપરથી એ જાણી શકે છે.
અહીં એ ચૌદ ગુણસ્થાનનું વર્ણન ન કરતાં સંક્ષેપમાં ત્રણ ભૂમિકાઓને જ પરિચય આપું છું કે જેમાં ગુણરથાનનો સમાવેશ થઈ જાય છે. પહેલી ભૂમિકા છે, બહિરાભા–જેમાં આત્મજ્ઞાન કે વિવેક
ખ્યાતિનો ઉદય જ નથી થતો. બીજી ભૂમિકા અંતરાત્મા છે, જેમાં આત્મજ્ઞાનનો ઉદય તે થાય છે, પણ રાગ-દ્વેષ વગેરે કલેશે મંદ થવા છતાં પણ પિતાને પ્રભાવ બતાવતા રહે છે. ત્રીજી ભૂમિકા છે પરમાત્મા. આમાં રાગ-દ્વેષને પૂર્ણ ઉચ્છેદ થવાથી વિતરાગપણું પ્રગટ થાય છે. વિદ્યા
લોકવિદ્યામાં લેકના સ્વરૂપનું વર્ણન આવે છે. જીવ-ચેતન અને અજીવ–અચેતન કે જડ, એ બે તને સહચાર એ જ લેક છે. ચેતન–અચેતન બને તત્વને ન તે કેઈએ ક્યારેય પેદા કર્યા છે કે ન ક્યારેય એ નાશ પામે છે, છતાં પણ એ સ્વભાવથી જુદાં જુદાં
૧. જુઓ “ભારતીય દર્શનમાં આધ્યાત્મિક વિકાસકમ” લેખ, પુરા ૧, ૫, ૧૪૯,
Page #20
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મનો પ્રાણ
૪૭
પરિણામો પામતાં રહે છે. સંસારકાળમાં ચિંતન ઉપર વધુ પ્રભાવ પાડનારું દ્રવ્ય એકમાત્ર જડ પરમાણુjજ છે જે જુદા જુદા રૂપે ચેતનના સંપર્કમાં આવે છે, અને એની શક્તિઓને મર્યાદિત પણ કરે છે. ચેતનતત્વની સાહજિક અને મૌલિક શક્તિઓ એવી છે કે જે યોગ્ય દિશા મેળવીને ક્યારેક ને ક્યારેક એ જડ દ્રવ્યોના પ્રભાવથી એને મુક્ત પણ કરી દે છે. જડ અને ચેતનના પારસ્પરિક પ્રભાવનું ક્ષેત્ર જ લેક છે; અને એ પ્રભાવથી છુટકારો મેળવે એ જ લેકાંત છે. જૈન પરંપરાની લેકક્ષેત્રવિષયક કલ્પના સાંખ્યોગ, પુરાણ અને બૌદ્ધ વગેરે પરંપરાઓની કલ્પના સાથે અનેક અંશે મળતી છે.
જૈન પરંપરા, ન્યાય-વૈશેષિકની જેમ, પરમાણુવાદી છે, સાંખ્ય ગની જેમ પ્રકૃતિવાદી નથી; તે પણ જેન પરંપરાસંમત પરમાણુનું સ્વરૂપ સાં પરંપરાસંમત પ્રકૃતિના સ્વરૂપની સાથે જેવું મળતું છે એવું ન્યાય-વૈશેષિકસંમત પરમાણુના સ્વરૂપ સાથે મળતું નથી, કારણ કે જૈનસંમત પરમાણુ સાંખ્યસંમત પ્રકૃતિની જેમ પરિણામી છે, ન્યાયવૈશેષિકસંમત પરમાણુની જેમ ફૂટસ્થ નથી. એટલા જ માટે સાંખ્યસંમત એક જ પ્રકૃતિ જેમ પૃથ્વી, પાણી, પ્રકાશ, પવન વગેરે અનેક ભૌતિક સૃષ્ટિનું ઉપાદાન બને છે એવી જ રીતે જૈનસંમત એક જ પરમાણુ પૃથ્વી, પાણી, પ્રકાશ આદિ જુદા જુદા રૂપે પરિણત થાય છે. જૈન પરંપરા, ન્યાય-વૈશેષિકની જેમ, એમ નથી માનતી કે પૃથ્વી, પાણું વગેરેના ભૌતિક પરમાણું મૂળમાં જ હમેશાં ભિન્ન જાતિના છે. આ ઉપરાંત એક બીજું પણ અંતર ધ્યાનમાં લેવા જેવું છે. તે એ કે જૈનસંમત પરમાણુ વૈશેષિકસંમત પરમાણુ કરતાં એટલે વધારે સૂક્ષ્મ છે કે અંતે એ સાંખ્યસંમત પ્રકૃતિની જે જ અવ્યક્ત બની જાય છે. જૈન પરંપરાને અનંતપરમાણુવાદ પ્રાચીન સાંખ્યસંમત પુરુષબહુતાનુરૂપ પ્રકૃતિબહુત્વવાદથી દૂર નથી.
૧. બદનસમુચ્ચય, ગુણરત્ન ટીકા ૫. ૯૯.
Page #21
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મને પ્રાણ
જૈન મત અને ઈશ્વર
જૈન પરંપરા સાંખ્યોગ, મીમાંસક વગેરે પરંપરાઓની જેમ લકને પ્રવાહરૂપે અનાદિ અને અનંત માને છે; એ પૌરણિક કે વૈશેષિક મતની જેમ એનાં ઉત્પત્તિ અને વિનાશ નથી માનતી, તેથી જેને પરંપરામાં કર્તા-હર્તા રૂપે ઈશ્વર જેવી સ્વતંત્ર વ્યક્તિનું કઈ સ્થાન જ નથી. જૈન સિદ્ધાંત કહે છે કે પ્રત્યેક જીવ પિતપતાની સૃષ્ટિને પિતે જ કર્તા છે. એના સિદ્ધાંત પ્રમાણે, તાત્વિક દૃષ્ટિએ, પ્રત્યેક જીવમાં ઈશ્વરપણું રહેલું છે, જે મુક્તિના સમયે પ્રગટ થાય છે. જેનું ઈશ્વરપણું પ્રગટ થયું એ જ સાધારણું લેકને માટે ઉપાસ્ય બની જાય છે. ચોગશાસ્ત્રસંમત ઈશ્વર પણ કેવળ ઉપાસ્ય છે, કર્તા, સંહર્તા નથી, પણ જેન અને યોગશાસ્ત્રની કલ્પનામાં અંતર છે. તે એ કે યોગશાસ્ત્રસંત ઈશ્વર સદા મુક્ત હોવાને લીધે બીજા પુરુષોથી જુદી કટિને છે, જ્યારે જૈનશાસ્ત્રસંમત ઈશ્વર એવો નથી. જૈનશાસ્ત્રનું કહેવું છે કે ઈશ્વરપણું પ્રયત્નસાધ્ય હોવાથી હરકેઈ યોગ્ય સાધક એને મેળવી શકે છે, અને બધાય મુકત છે સમાનપણે ઈશ્વર રૂપે ઉપાસ્ય છે. કુતવિદ્યા અને પ્રમાણુવિદ્યા
પ્રાચીન સમયના અને પિતાની સમય સુધીમાં જ્ઞાત એવા અન્ય વિચારકોના વિચારોને તેમ જ સ્વાનુભવમૂલક પિતાના વિચારને સત્યલક્ષી સંગ્રહ, એ જ મૃતવિદ્યા છે. શ્રુતવિદ્યાનું ધ્યેય એ છે કે સત્યસ્પશી કોઈ પણ વિચાર કે વિચારસરણીની અવગણના કે ઉપેક્ષા ન થાય. એને લીધે જ જૈન પરંપરાની મૃતવિદ્યા નવી નવી વિદ્યાઓના વિકાસની સાથે વિકસિત થતી રહી છે. એ કારણે જ મૃતવિદ્યામાં સંગ્રહનયરૂપે જ્યાં પહેલાં સાંખ્યમત સદદૈત લેવામાં આવ્યું
ત્યાં જ બ્રહ્માËતના વિચાર-વિકાસ પછી, સંગ્રહનરૂપે બ્રહ્માત વિચારે પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ જ રીતે જ્યાં જુસૂત્રનયરૂપે
Page #22
--------------------------------------------------------------------------
________________ - www જૈનધર્મને પ્રાણ પ્રાચીન બૌદ્ધ ક્ષણિકવાદ સંગ્રહીત થયો છે, ત્યાં જ, તે પછીના મહાયાની વિકાસની પછી, જુમૂત્રનયરૂપે વૈભાષિક, સૌત્રાન્તિક, વિજ્ઞાનવાદ અને શુન્યવાદ, એ ચારે પ્રસિદ્ધ બૌદ્ધશાખાઓને સંગ્રહ થયો છે. અનેકાંતદષ્ટિનું કાર્યક્ષેત્ર એટલું બધું વ્યાપક છે કે એમાં માનવજીવનને હિતકારી એવી બધી લૌકિક-લે કોત્તર વિદ્યાએ પોતપોતાનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી લે છે. તેથી જ જૈન શ્રતવિદ્યામાં લોકોત્તર વિદ્યાઓ ઉપરાંત લૌકિક વિદ્યાઓએ પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રમાણુવિદ્યામાં પ્રત્યક્ષ, અનુમિતિ વગેરે જ્ઞાનના બધાય પ્રકારનું, એમનાં સાધનનું તથા એના બળાબળનું સવિસ્તર વિવરણ આવે છે. એમાં પણ અનેકાંતદષ્ટિને એવો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેથી કઈ પણ તત્ત્વચિંતકના યથાર્થ વિચારની અવગણના કે ઉપેક્ષા નથી થતી; ઊલટું જ્ઞાન અને એનાં સાધને સાથે સંબંધ ધરાવતા બધાય જ્ઞાન-વિચારોને યથાવત્ વિનિયોગ કરવામાં આવ્યો છે, - અહીં સુધીનું વર્ણન જૈન પરંપરાના પ્રાણુરૂપ અહિંસા અને અનેકાંતની સાથે સંબંધ ધરાવે છે. જેવી રીતે શરીર વગર પ્રાણનું રહેવું અસંભવ છે, એવી જ રીતે ધર્મશરીર વગર ધર્મપ્રાણનું ટકી રહેવું પણ અસંભવ છે. જૈન પરંપરાનું ધર્મશરીર પણ સંઘરચના, સાહિત્ય, તીથ, મંદિર વગેરે ધર્મસ્થાને, શિલ્પ સ્થાપત્ય, ઉપાસનાવિધિ, ગ્રંથના સંગ્રહ ધરાવતા ભંડારો વગેરે અનેક રૂપે વિદ્યમાન છે. [દઔચિં૦ નં. 2, પૃ૦ 116-131]