________________
જૈનધર્મને પ્રાણ
છે કે જે સર્વસંમત જેવા છે, અને જેમના દ્વારા શ્રમણધર્મની મૂળ દીવાલને ઓળખવાનું અને એની મારફત નિગ્રંથ કે જૈનધર્મને સમજવાનું સહેલું થઈ પડે છે.
બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાઓ વચ્ચે નાના-મેટા અનેક વિષયમાં મૌલિક અંતર છે, પણ એ અંતરને ટૂંકમાં કહેવું હોય તે એટલું જ કહેવું બસ છે કે બ્રાહ્મણ-વેદિક પરંપરા વૈષમ્ય ઉપર પ્રતિષ્ઠિત છે, જ્યારે શ્રમણ પરંપરા સામ્ય ઉપર પ્રતિષ્ઠિત છે. આ વૈષમ્ય અને સામ્ય મુખ્યત્વે ત્રણ બાબતમાં જોવામાં આવે છે: (૧) સમાજવિષયક (૨) સાધ્યવિષયક અને (૨) જીવ-જગત તરફની દૃષ્ટિવિષયક સમાજવિષયક વૈષમ્યનો અર્થ એ છે કે સમાજરચનામાં તથા ધર્માધિકારમાં વર્ણનું જન્મસિદ્ધ એકપણું કે મુખ્યપણું અને બ્રાહ્મણે કરતાં બીજા વનું ઊતરતાપણું કે ગૌણપણું. બ્રાહ્મણધર્મનું વાસ્તવિક સાધ્ય છે અભ્યદય, જે હિક સમૃદ્ધિ, રાજ્ય, પુત્ર, પશુ વગેરેના જુદા જુદા પ્રકારના લાભમાં તથા ઇન્દ્રપદ, સ્વર્ગનું સુખ વગેરે જુદા જુદા પ્રકારનાં પારલૌકિક ફળની પ્રાપ્તિમાં સમાઈ જાય છે. અભ્યદયનું સાધન મુખ્યત્વે યજ્ઞધમ એટલે કે જુદા જુદા પ્રકારના યજ્ઞો છે. આ ધર્મમાં પશુ-પક્ષી વગેરેને ભાગ અનિવાર્ય માનવામાં આવ્યો છે, અને કહેવામાં આવ્યું છે કે વેદવિહિત હિંસા ધર્મનું જ નિમિત્ત છે. આ વિધાનમાં ભોગ ધરાતા નિરપરાધી પશુ-પક્ષી વગેરે તરફ સ્પષ્ટ રીતે આત્મસામ્યના અભાવની અર્થાત્ આત્મવૈષમ્યની દૃષ્ટિ રહેલી છે. આનાથી ઊલટું, ઉપરની ત્રણે બાબતમાં શ્રમણધર્મનું સામ્ય આ રીતે છે: શ્રમણધર્મ સમાજમાં કોઈ પણ વર્ણનું જન્મસિદ્ધ એકપણું ન સ્વીકારતાં ગુણ-કમકૃત શ્રેપણું કે કનિષ્ટપણે માને છે. તેથી એ સમાજરચના તથા
૧. તૈત્તિ. ૧-૧. શાંકરભાષ્ય (પૂના આઠેકર કં) પૃ૦ ૩૫૩. આ જ વાત યોગસૂત્ર ૨-૫ વગેરે તથા એના ભાગ્યમાં કહી છે. સાંખ્યતત્વકૌમુદીમાં પણ એ છે, જે મૂળ કારિકાનું સ્પષ્ટીકરણ માત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org