Book Title: Jain Dharm no Pran
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 1
________________ જૈનધર્મને પ્રાણ બ્રાહ્મણ અને શ્રમણ પરંપરા : વૈષમ્ય અને સામ્યદષ્ટિ અત્યારે જે આચાર-વિચાર “જૈનધર્મને નામે ઓળખાય છે, તે ભગવાન પાર્શ્વનાથના સમયમાં–ખાસ કરીને મહાવીરના સમયમાં – “નિગ્રંથધર્મને નામે પણ ઓળખાતો હતો, પણ એ “શ્રમધર્મ” પણ કહેવાતું હતું. એમાં ફેર હોય છે એટલે જ કે એકલો જૈનધર્મ જ શ્રમણધર્મ નથી; &મણુધર્મની બીજી પણ અનેક શાખાએ ભૂતકાળમાં હતી અને અત્યારે પણ બૌદ્ધ વગેરે કેટલીક શાખાઓ જીવિત છે. નિગ્રંથધર્મ યા જૈનધર્મમાં શ્રમધર્મનાં સામાન્ય લક્ષણ હેવા છતાંય એમાં આચાર-વિચારની કેટલીક એવી વિશેષતાઓ છે, જે એને શ્રમણધર્મની બીજી શાખાઓથી જુદા પાડે છે. જૈન ધર્મના આચારવિચારની એવી વિશેષતાઓ જાણતાં પહેલાં સારું એ છે કે આપણે શરૂઆતમાં જ જમણુધર્મની વિશેષતાને સારી રીતે જાણી લઈએ, કે જે એને બ્રાહ્મણધર્મથી જુદો પાડે છે. - પ્રાચીન ભારતીય સંસ્કૃતિને પટ વિવિધરંગી છે, જેમાં અનેક ધર્મપરંપરાઓના રંગ ભળેલા છે. આમાં મુખ્યત્વે ધ્યાનમાં આવનારી બે ધર્મ પરંપરાઓ તે—(૧) બ્રાહ્મણ (૨) શ્રમણ. આ બે પરંપરાઓનું પૂર્વાપરપણું તેમ જ એનું સ્થાન વગેરે વિવાદાસ્પદ પ્રશ્નોને બાજુએ રાખીને અહીં તે ફક્ત એવા મુદ્દાઓની ડીક ચર્ચા કરવામાં આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 22