Book Title: Jain Dharm no Pran
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 4
________________ જૈનધર્મના પ્રાણ ૩૧ એવું પ્રાધાન્ય સ્થિર થયું કે જેથી એ બ્રાહ્મણુવ પોતાની જાતને જન્મથી જ શ્રેષ્ઠ માનવા લાગ્યું; અને સમાજમાં પણ મેટે ભાગે એ જ માન્યતા સ્થિર થઈ, જેને આધારે વર્ગભેદની માન્યતા રૂઢ થઈ ગઈ અને કહેવામાં આવ્યું કે સમાજપુરુષનું મુખ બ્રાહ્મણ છે, અને અન્ય વર્ણો એનાં બીન્ન અંગ છે. આથી ઊલટુ, શ્રમણધમ એમ માનતા-મનાવતા હતા કે સમાજમાં બધાંય સ્ત્રી-પુરુષ સહન તેમ જ ધર્મપદનાં એકસરખાં અધિકારી છે. જે પ્રયત્નપૂર્વક યોગ્યતા મેળવે છે તે, વગ કે લિંગભેદ વગર જ, ગુરુપદને અધિકારી બની શકે છે. જેવી રીતે આ સામાજિક તેમ જ ધાર્મિક સમાનતાની માન્યતા બ્રાહ્મણધમની માન્યતાથી સાવ વિરુદ્ધ હતી, એ જ રીતે બન્નેની સાધ્યવિષયક માન્યતા પણુ પરસ્પર વિરુદ્ધ હતી. શ્રમણધમ અહિક કે પારલૌકિક અન્યુયને સર્વથા હેય માનીને નિઃશ્રેયસને જ એક માત્ર ઉપાય તરીકે માનવાવાળા હતા; અને એટલા જ માટે એ સાધ્યની જેમ સાધનના સામ્ય ઉપર પણ એટલા જ ભાર આપતા હતા. નિશ્ચેચસનાં સાધનામાં મુખ્ય અહિંસા છે. કાઈ પણ પ્રાણીની કાઈ પણ પ્રકારે હિંસા ન કરવી, એ જ નિ:શ્રેયસનું મુખ્ય સાધન છે, જેમાં અન્ય સર્વ સાધનના સમાવેશ થઈ જાય છે. સાધનમાં રહેલી આ સામ્યદૃષ્ટિ હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ કર્મની દૃષ્ટિથી સાવ વિરુદ્ધ છે. આ રીતે બ્રાહ્મણ અને શ્રમણ વચ્ચે વૈષમ્ય અને સામ્યમૂલક એટલે બધા વિરાધ છે કે જેને લીધે બન્ને ધર્મો વચ્ચે ડગલે ને પગલે સધ'ની સંભાવના રહે છે, જે હજારા વર્ષના ઈતિહાસમાં આલેખાયેલ છે. આ જાતો વિરૂધ બ્રાહ્મણુકાળમાં પશુ હતા અને મુદ્દે તેમ જ મહાવીરના સમયમાં તથા એ પછી પણ હતા. આ જ ચિરંતન વિરૂધના પ્રવાહને ભડાભાષ્યકાર પતંજલિએ પોતાની વાણીમાં વ્યક્ત કર્યાં છે. વૈયાકરણ પાણિનીએ એક સૂત્રમાં શાશ્વત વિધિને નિર્દેશ કર્યો છે. પતંજલિ ‘શાશ્વત’-જન્મસિદ્દ વિરાધ ધરાવતાં સાપ-નાળિયે, ગાય-વાલ જેવાં ોનાં ઉદાહરણ આપતાં આપતાં, સાથેાસાથ, બ્રાહ્મણ-શ્રમણનું પણ ઉદાહરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22