Book Title: Jain Dharm no Pran
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 10
________________ જૈનધર્મનો પ્રાણ ૩૭ ગ્રહણ કરશે. પ્રાચીન સંન્યાસ કે ત્યાગી જીવનના આવા અર્થવિકાસની ગાંધીજીએ સમાજમાં પ્રતિષ્ઠા કરી. સામ્યદષ્ટિ અને અનેકાંતવાદ જૈન પરંપરાએ સામ્યદષ્ટિ ઉપર એટલે બધો ભાર આપ્યો છે કે એણે સામ્યદષ્ટિને જ બ્રાહ્મણ પરંપરામાં જેની ખૂબ પ્રતિષ્ઠા છે તે હ્ય તરીકે ઓળખાવીને સાષ્ટિના વિક સમસ્ત આચાર-વિચારને ત્રી 'વમળ'નું નામ આપ્યું છે, જેવી રીતે બૌદ્ધ પરંપરાએ મૈત્રી વગેરે ભાવનાઓને “વ્ર હારનું નામ આપ્યું છે. એટલું જ નહીં પણ ધમ્મપદ અને શાંતિપર્વની જેમ જૈનગ્રંથમાં પણ સમત્વ ધારણ કરનાર શ્રમણને જ બ્રાહ્મણ કહીને શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચેનું અંતર દૂર કરવા પ્રયત્ન કર્યો છે. જૈન પરંપરામાં સામ્યદષ્ટિ મુખ્યત્વે બે પ્રકારે પ્રગટ થઈ છે : (1) આચારમાં અને (૨) વિચારમાં. જૈનધર્મને બાહ્ય-આત્યંતર, ભૂલ-સૂક્ષ્મ બધે આચાર સામ્યદષ્ટિમૂલક અહિંસાને કેન્દ્રમાં રાખીને એની આસપાસ રચાય છે. જે આચાર દ્વારા અહિંસાની રક્ષા અને પુષ્ટિ ન થતી હોય એવા કોઈ પણ આચારને જૈન પરંપરા માન્ય નથી રાખતી. જોકે બધી ધાર્મિક પરંપરાઓએ અહિંસા તત્વ ઉપર થોડે-ઝાઝો ભાર દીધા છે, પણ જૈન પરંપરાએ એ તત્ત્વ ઉપર જેટલે ભાર દીધો છે, અને એ તત્ત્વને જેટલું વ્યાપક બનાવ્યું છે, એટલે ભાર અને એટલી વ્યાપકતા બીજી કોઈ પરંપરામાં જોવામાં નથી આવતાં. મનુષ્ય, પશુ-પક્ષી, કીટ-પતંગ અને વનસ્પતિ જ નહીં, બલ્ક આપમ્યની ભાવના દ્વારા પૃથ્વી, પાણી વગેરેના સૂમમાં સૂક્ષ્મ જંતુઓ સુધ્ધાની હિંસાથી પણ નિવૃત્ત થવાનું કહેવામાં આવ્યું છે. ૧. બ્રાહ્મણ વર્ગ ૨૬. ૨. ઉત્તરાધ્યયન ૨૫. -- . - ..---- — -- - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22