________________
૩૦
જૈનધર્મને પ્રાણ ધર્માધિકારમાં જન્મસિદ્ધ વર્ણભેદને આદર ન કરતાં ગુણકર્મના આધારે જ સામાજિક વ્યવસ્થા કરે છે. એટલા માટે એની દષ્ટિએ સદ્ગણું શક પણ દુર્ગુણ બ્રાહ્મણ વગેરેથી શ્રેષ્ઠ છે; અને ધાર્મિક ક્ષેત્રમાં, ગ્યતાને આધારે, દરેક વર્ણનાં પુરુષ કે સ્ત્રી સમાન રૂપે ઉચ્ચ પદનાં અધિકારી છે. શ્રમણધર્મનું અંતિમ સાધ્ય, બ્રાહ્મણ ધર્મની જેમ, અભ્યદય નહીં પણ નિયસ છે. નિઃશ્રેયસને અર્થ એ કે અહિક અને પારલૌકિક અનેક પ્રકારના બધા લાભ ત્યાગ સિદ્ધ કરવાવાળી એવી સ્થિતિ કે જેમાં પૂર્ણ સામ્ય પ્રગટ થાય, અને કઈ કઈનાથી એ છે પ્રેગ્ય કે વધારે યોગ્ય રહેવા ન પામે. જીવસૃષ્ટિ તરફની શ્રમણધર્મની દૃષ્ટિ પૂર્ણ આત્મસામ્યની છે, કે જેમાં કેવળ પશુ-પંખી વગેરે કે કીટ-પતંગ વગેરે જંતુઓને જ નહીં પરંતુ વનસ્પતિ જેવા અતિશુદ્ર જીવવર્ગને પણ સમાવેશ થાય છે. આમાં કઈ પણ દેહધારીને કઈ પણ કારણે કરવામાં આવતે વધ આભવધ જેવો જ લેખવામાં આવ્યો છે, અને વધુમાત્રને અધર્મનું કારણ માનવામાં આવ્યું છે.
બ્રાહ્મણ પરંપરા મૂળમાં “ર”ની આસપાસ શરૂ થઈ અને વિકસી છે, જ્યારે શ્રમણ પરંપરા “યમ”-સામ્ય, શમ અને શ્રમ-ની આસપાસ શરૂ થઈ તેમ જ વિકસી છે. “ગ્રાન્ના અનેક અર્થોમાંથી પ્રાચીન બે અર્થ અહીં ધ્યાન આપવા ગ્ય છેઃ (૧) સ્તુતિ, પ્રાર્થના (૨) યજ્ઞયાગાદિ કમ. વૈદિક મંત્રો તેમ જ સૂક્તો દ્વારા જે અનેક પ્રકારની સ્તુતિઓ અને પ્રાર્થનાઓ કરવામાં આવે છે, એ “ઐહાર' કહેવાય છે. એ જ રીતે વૈદિક મંત્રોને જેમાં વિનિયોગ કરવામાં આવે છે, તે યજ્ઞયાગાદિ કર્મને પણ ગ્રાન” કહેવામાં આવે છે. વૈદિક મંત્રો અને સૂકતોને પાઠ કરનાર પુરહિતવર્ગ અને યજ્ઞયાગાદિ કરાવનાર પુરોહિતવર્ગ જ બ્રાહ્મણ છે. વૈદિક મંત્રો દ્વારા કરવામાં આવતી સ્તુતિ–પ્રાર્થના તેમ જ યજ્ઞયાગાદિ કર્મની અતિપ્રતિષ્ઠાની સાથે સાથે જ પુરે હિતવર્ગનું સમાજમાં તેમ જ તત્કાલીન ધર્મમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org