________________ - www જૈનધર્મને પ્રાણ પ્રાચીન બૌદ્ધ ક્ષણિકવાદ સંગ્રહીત થયો છે, ત્યાં જ, તે પછીના મહાયાની વિકાસની પછી, જુમૂત્રનયરૂપે વૈભાષિક, સૌત્રાન્તિક, વિજ્ઞાનવાદ અને શુન્યવાદ, એ ચારે પ્રસિદ્ધ બૌદ્ધશાખાઓને સંગ્રહ થયો છે. અનેકાંતદષ્ટિનું કાર્યક્ષેત્ર એટલું બધું વ્યાપક છે કે એમાં માનવજીવનને હિતકારી એવી બધી લૌકિક-લે કોત્તર વિદ્યાએ પોતપોતાનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી લે છે. તેથી જ જૈન શ્રતવિદ્યામાં લોકોત્તર વિદ્યાઓ ઉપરાંત લૌકિક વિદ્યાઓએ પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રમાણુવિદ્યામાં પ્રત્યક્ષ, અનુમિતિ વગેરે જ્ઞાનના બધાય પ્રકારનું, એમનાં સાધનનું તથા એના બળાબળનું સવિસ્તર વિવરણ આવે છે. એમાં પણ અનેકાંતદષ્ટિને એવો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેથી કઈ પણ તત્ત્વચિંતકના યથાર્થ વિચારની અવગણના કે ઉપેક્ષા નથી થતી; ઊલટું જ્ઞાન અને એનાં સાધને સાથે સંબંધ ધરાવતા બધાય જ્ઞાન-વિચારોને યથાવત્ વિનિયોગ કરવામાં આવ્યો છે, - અહીં સુધીનું વર્ણન જૈન પરંપરાના પ્રાણુરૂપ અહિંસા અને અનેકાંતની સાથે સંબંધ ધરાવે છે. જેવી રીતે શરીર વગર પ્રાણનું રહેવું અસંભવ છે, એવી જ રીતે ધર્મશરીર વગર ધર્મપ્રાણનું ટકી રહેવું પણ અસંભવ છે. જૈન પરંપરાનું ધર્મશરીર પણ સંઘરચના, સાહિત્ય, તીથ, મંદિર વગેરે ધર્મસ્થાને, શિલ્પ સ્થાપત્ય, ઉપાસનાવિધિ, ગ્રંથના સંગ્રહ ધરાવતા ભંડારો વગેરે અનેક રૂપે વિદ્યમાન છે. [દઔચિં૦ નં. 2, પૃ૦ 116-131] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org