________________
જૈનધર્મને પ્રાણ
જૈન મત અને ઈશ્વર
જૈન પરંપરા સાંખ્યોગ, મીમાંસક વગેરે પરંપરાઓની જેમ લકને પ્રવાહરૂપે અનાદિ અને અનંત માને છે; એ પૌરણિક કે વૈશેષિક મતની જેમ એનાં ઉત્પત્તિ અને વિનાશ નથી માનતી, તેથી જેને પરંપરામાં કર્તા-હર્તા રૂપે ઈશ્વર જેવી સ્વતંત્ર વ્યક્તિનું કઈ સ્થાન જ નથી. જૈન સિદ્ધાંત કહે છે કે પ્રત્યેક જીવ પિતપતાની સૃષ્ટિને પિતે જ કર્તા છે. એના સિદ્ધાંત પ્રમાણે, તાત્વિક દૃષ્ટિએ, પ્રત્યેક જીવમાં ઈશ્વરપણું રહેલું છે, જે મુક્તિના સમયે પ્રગટ થાય છે. જેનું ઈશ્વરપણું પ્રગટ થયું એ જ સાધારણું લેકને માટે ઉપાસ્ય બની જાય છે. ચોગશાસ્ત્રસંમત ઈશ્વર પણ કેવળ ઉપાસ્ય છે, કર્તા, સંહર્તા નથી, પણ જેન અને યોગશાસ્ત્રની કલ્પનામાં અંતર છે. તે એ કે યોગશાસ્ત્રસંત ઈશ્વર સદા મુક્ત હોવાને લીધે બીજા પુરુષોથી જુદી કટિને છે, જ્યારે જૈનશાસ્ત્રસંમત ઈશ્વર એવો નથી. જૈનશાસ્ત્રનું કહેવું છે કે ઈશ્વરપણું પ્રયત્નસાધ્ય હોવાથી હરકેઈ યોગ્ય સાધક એને મેળવી શકે છે, અને બધાય મુકત છે સમાનપણે ઈશ્વર રૂપે ઉપાસ્ય છે. કુતવિદ્યા અને પ્રમાણુવિદ્યા
પ્રાચીન સમયના અને પિતાની સમય સુધીમાં જ્ઞાત એવા અન્ય વિચારકોના વિચારોને તેમ જ સ્વાનુભવમૂલક પિતાના વિચારને સત્યલક્ષી સંગ્રહ, એ જ મૃતવિદ્યા છે. શ્રુતવિદ્યાનું ધ્યેય એ છે કે સત્યસ્પશી કોઈ પણ વિચાર કે વિચારસરણીની અવગણના કે ઉપેક્ષા ન થાય. એને લીધે જ જૈન પરંપરાની મૃતવિદ્યા નવી નવી વિદ્યાઓના વિકાસની સાથે વિકસિત થતી રહી છે. એ કારણે જ મૃતવિદ્યામાં સંગ્રહનયરૂપે જ્યાં પહેલાં સાંખ્યમત સદદૈત લેવામાં આવ્યું
ત્યાં જ બ્રહ્માËતના વિચાર-વિકાસ પછી, સંગ્રહનરૂપે બ્રહ્માત વિચારે પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ જ રીતે જ્યાં જુસૂત્રનયરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org