________________
જૈનધર્મનો પ્રાણ
૪૭
પરિણામો પામતાં રહે છે. સંસારકાળમાં ચિંતન ઉપર વધુ પ્રભાવ પાડનારું દ્રવ્ય એકમાત્ર જડ પરમાણુjજ છે જે જુદા જુદા રૂપે ચેતનના સંપર્કમાં આવે છે, અને એની શક્તિઓને મર્યાદિત પણ કરે છે. ચેતનતત્વની સાહજિક અને મૌલિક શક્તિઓ એવી છે કે જે યોગ્ય દિશા મેળવીને ક્યારેક ને ક્યારેક એ જડ દ્રવ્યોના પ્રભાવથી એને મુક્ત પણ કરી દે છે. જડ અને ચેતનના પારસ્પરિક પ્રભાવનું ક્ષેત્ર જ લેક છે; અને એ પ્રભાવથી છુટકારો મેળવે એ જ લેકાંત છે. જૈન પરંપરાની લેકક્ષેત્રવિષયક કલ્પના સાંખ્યોગ, પુરાણ અને બૌદ્ધ વગેરે પરંપરાઓની કલ્પના સાથે અનેક અંશે મળતી છે.
જૈન પરંપરા, ન્યાય-વૈશેષિકની જેમ, પરમાણુવાદી છે, સાંખ્ય ગની જેમ પ્રકૃતિવાદી નથી; તે પણ જેન પરંપરાસંમત પરમાણુનું સ્વરૂપ સાં પરંપરાસંમત પ્રકૃતિના સ્વરૂપની સાથે જેવું મળતું છે એવું ન્યાય-વૈશેષિકસંમત પરમાણુના સ્વરૂપ સાથે મળતું નથી, કારણ કે જૈનસંમત પરમાણુ સાંખ્યસંમત પ્રકૃતિની જેમ પરિણામી છે, ન્યાયવૈશેષિકસંમત પરમાણુની જેમ ફૂટસ્થ નથી. એટલા જ માટે સાંખ્યસંમત એક જ પ્રકૃતિ જેમ પૃથ્વી, પાણી, પ્રકાશ, પવન વગેરે અનેક ભૌતિક સૃષ્ટિનું ઉપાદાન બને છે એવી જ રીતે જૈનસંમત એક જ પરમાણુ પૃથ્વી, પાણી, પ્રકાશ આદિ જુદા જુદા રૂપે પરિણત થાય છે. જૈન પરંપરા, ન્યાય-વૈશેષિકની જેમ, એમ નથી માનતી કે પૃથ્વી, પાણું વગેરેના ભૌતિક પરમાણું મૂળમાં જ હમેશાં ભિન્ન જાતિના છે. આ ઉપરાંત એક બીજું પણ અંતર ધ્યાનમાં લેવા જેવું છે. તે એ કે જૈનસંમત પરમાણુ વૈશેષિકસંમત પરમાણુ કરતાં એટલે વધારે સૂક્ષ્મ છે કે અંતે એ સાંખ્યસંમત પ્રકૃતિની જે જ અવ્યક્ત બની જાય છે. જૈન પરંપરાને અનંતપરમાણુવાદ પ્રાચીન સાંખ્યસંમત પુરુષબહુતાનુરૂપ પ્રકૃતિબહુત્વવાદથી દૂર નથી.
૧. બદનસમુચ્ચય, ગુણરત્ન ટીકા ૫. ૯૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org