SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મને પ્રાણ તપ વગેરે જે જે ઉપાયો આંતર ચારિત્રના પિષક બને છે એ જ સાધકને માટે બાહ્ય ચારિત્રરૂપે સ્વીકારવા યોગ્ય મનાયા છે. આધ્યાત્મિક જીવનની ઉત્ક્રાંતિ આંતર ચારિત્રના વિકાસ ઉપર આધાર રાખે છે. આ વિકાસક્રમનું ગુણસ્થાનરૂપે જૈન પરંપરામાં ખૂબ વિશદ અને વિસ્તૃત વર્ણન મળે છે. આધ્યાત્મિક ઉત્ક્રાંતિક્રમના જિલ્લાસુઓને માટે યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ મધુમતી વગેરે ભૂમિકાઓનું, બૌદ્ધ-શાસ્ત્રમાં પ્રસિદ્ધ સતાપન્ન આદિ ભૂમિકાઓનું, યોગવાસિકમાં પ્રસિદ્ધ અજ્ઞાન અને જ્ઞાન ભૂમિકાઓનું, આજીવક-પરંપરામાં પ્રસિદ્ધ મંદ-ભૂમિ વગેરે ભૂમિકાઓનું અને જૈન પરંપરા પ્રસિદ્ધ ગુણસ્થાનનું તથા યોગદષ્ટિઓનું તુલનાત્મક અધ્યયન ખૂબ રસપ્રદ તેમ જ ઉપયોગી છે; એનું વર્ણન અહીં કરવું સંભવિત નથી. જિજ્ઞાસુ બીજે પ્રગટ થયેલ લેખે ઉપરથી એ જાણી શકે છે. અહીં એ ચૌદ ગુણસ્થાનનું વર્ણન ન કરતાં સંક્ષેપમાં ત્રણ ભૂમિકાઓને જ પરિચય આપું છું કે જેમાં ગુણરથાનનો સમાવેશ થઈ જાય છે. પહેલી ભૂમિકા છે, બહિરાભા–જેમાં આત્મજ્ઞાન કે વિવેક ખ્યાતિનો ઉદય જ નથી થતો. બીજી ભૂમિકા અંતરાત્મા છે, જેમાં આત્મજ્ઞાનનો ઉદય તે થાય છે, પણ રાગ-દ્વેષ વગેરે કલેશે મંદ થવા છતાં પણ પિતાને પ્રભાવ બતાવતા રહે છે. ત્રીજી ભૂમિકા છે પરમાત્મા. આમાં રાગ-દ્વેષને પૂર્ણ ઉચ્છેદ થવાથી વિતરાગપણું પ્રગટ થાય છે. વિદ્યા લોકવિદ્યામાં લેકના સ્વરૂપનું વર્ણન આવે છે. જીવ-ચેતન અને અજીવ–અચેતન કે જડ, એ બે તને સહચાર એ જ લેક છે. ચેતન–અચેતન બને તત્વને ન તે કેઈએ ક્યારેય પેદા કર્યા છે કે ન ક્યારેય એ નાશ પામે છે, છતાં પણ એ સ્વભાવથી જુદાં જુદાં ૧. જુઓ “ભારતીય દર્શનમાં આધ્યાત્મિક વિકાસકમ” લેખ, પુરા ૧, ૫, ૧૪૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249507
Book TitleJain Dharm no Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size480 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy