SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ww જૈનધર્મને પ્રાણ વવાની દૃષ્ટિએ જૈન પરંપરામાં મુખ્યત્વે ચાર વિદ્યાઓને વિકાસ થ છેઃ (૧) આત્મવિદ્યા, (૨) કર્મવિદ્યા, (૩) ચારિત્રવિદ્યા અને (૪) લેકવિદ્યા. એ જ રીતે અનેકાંતદષ્ટિ દ્વારા મુખ્યત્વે મુતવિદ્યા અને પ્રમાણુવિદ્યાનું જ નિર્માણ અને પિષણ થયું છે. આ રીતે અહિંસા, અનેકાંત અને એમાંથી જન્મેલી વિદ્યાઓ જ જૈનધર્મનો પ્રાણ છે, જેના ઉપર આગળ સંક્ષેપમાં વિચાર કરવામાં આવે છે. આત્મવિદ્યા અને ઉત્ક્રાંતિવાદ L) પ્રત્યેક આત્મા–પછી એ પૃથ્વીને હય, પાણીને હય, વનસ્પતિને હય, કીટ-પતંગ કે પશુ-પક્ષીરૂપ હોય કે મનુષ્યરૂપ હય, એ બધા—તાત્ત્વિક દષ્ટિએ સમાન છે. જૈન આત્મવિદ્યાને આ જ સારે છે. સમાનતાના આ સૈદ્ધાત્ત્વિક વિચારને અમલ કરવો–એને યથાસંભવ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઉતારવાનો અપ્રમત્તભાવે પ્રયત્ન કર—એ જ અહિંસા છે. આત્મવિદ્યા કહે છે કે જે સામ્યને અનુભવ જીવનવ્યવહારમાં ન થાય તે આત્મસામ્યને સિદ્ધાંત કેવળ વાદ માત્ર જ છે. સમાનતાના સિદ્ધાંતને અમલી બનાવવા માટે આચારાંગસૂત્રના બીજા અધ્યયનના ૮૦-૯૬-૯૭મા સૂત્રોમાં કહેવામાં આવ્યું છે કે જેવી રીતે તમે પોતાના દુઃખને અનુભવ કરે છે, એવી જ રીતે બીજાના દુઃખને અનુભવ કરે. અર્થાત્ બીજાના દુઃખનું પિતાના દુઃખરૂપે સંવેદન ન થાય તે અહિંસા સિદ્ધ થવાનો સંભવ નથી.. જેવી રીતે આત્મસમાનતાના તાત્ત્વિક વિચારમાંથી અહિંસાના આચારનું સમર્થન કરવામાં આવ્યું છે, એ જ રીતે એ વિચારમાંથી જ જૈન પરંપરામાં એ પણ આધ્યાત્મિક મંતવ્ય ફલિત થયું છે કે જીવમાં રહેલ શારીરિક, માનસિક વગેરે વૈષમ્ય ગમે તેટલું કેમ ન હેય, પણ એ બહારથી આવેલું–કર્મજન્ય છે, વાસ્તવિક નથી. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249507
Book TitleJain Dharm no Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size480 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy