________________
જૈનધર્મનો પ્રાણ છોમાં દેખાતા ભેદનું મૂળ અધિષ્ઠાન [ અથૉત્ ઉપાદાન કારણ એક, શુદ્ધ, અખંડ બ્રહ્મ છે; જ્યારે જેન જેવી દૈતવાદી પરંપરાઓ પ્રમાણે પ્રત્યેક જીવાત્મા તવરૂપે સ્વતંત્ર અને શુદ્ધ બ્રહ્મ છે. એક પરંપરા પ્રમાણે અખંડ એક બ્રહ્મમાંથી જુદા જુદા ની સૃષ્ટિ પેદા થઈ છે;
જ્યારે બીજી પરંપરા પ્રમાણે જુદા જુદા સ્વતંત્ર અને સમાન અનેક શુદ્ધ બ્રહ્મ જ અનેક જીવ છે. દંતમૂલક સમાનતાના સિદ્ધાંતમાંથી જ અમૂલક એક્યનો સિદ્ધાંત ક્રમે ક્રમે વિકસિત થયો હોય એમ લાગે છે, પરંતુ અહિંસાને આચાર અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિવાદ અતવાદમાં પણ દૈતવાદના વિચારની જેમ જ ઘટાવવામાં આવ્યા છે. વાદ ગમે તે હોય, પણ અહિંસાની દષ્ટિએ મહત્ત્વની વાત એક જ છે કે બીજા ની સાથે સમાનતા કે અભેદનું વાસ્તવિક સંવેદન થવું એ જ અહિંસાની ભાવનાને ઉદ્ગમ છે. કવિદ્યા અને બંધ-મેલ
- જ્યારે તાત્વિક રીતે બધા જીવાભા સમાન છે, તો પછી એમનામાં પરસ્પર વેવમ્ય શા માટે તથા એક જ જવાભામાં પણ કાળભેદે વૈષમ્ય શા માટે ? આ સવાલના જવાબમાંથી જ કર્મવિદ્યાને જન્મ થયો છે. જેવું કર્મ એવી અવસ્થા, એ માન્યતા પૈષમ્યનો ખુલાસે કરી દે છે, પણ સાથે જ સાથે એ એમ પણ કહે છે કે ખરાબ કે સારું કર્મ કરવામાં તેમ જ ને કરવામાં જીવ સ્વતંત્ર જ છે; એ જે ચાહે તે સારો કે ખરાબ પુરુષાર્થ કરી શકે છે, અને એ જ પિતાના વર્તમાન અને ભાવીને નિર્માતા છે. કર્મવાદ કહે છે કે વર્તમાનનું નિર્માણ ભૂતને આધારે અને ભવિષ્યનું નિર્માણ વર્તમાનને આધારે થાય છે. ત્રણે કાળની પરસ્પર સંગતિ કર્મવાદ ઉપર જ અવલંબિત છે. આ જ પુનર્જન્મના વિચારને આધાર છે.
ખરી રીતે અજ્ઞાન અને રાગ-દ્વેષ જ કર્મ છે. પોતાનાની અને પારકાની વાસ્તવિક પ્રતીતિ ન થવી એ અજ્ઞાન અથવા, જૈન પરંપરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org