SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. જૈનધર્મને પ્રાણું તે વળી કઈક કેવળ ચિત-શુદ્ધિ કે અસંગતા [–અનાસક્તિ] ઉપર વધારે ભાર આપતી હતી. પણ બધાનું સમાન ધ્યેય સામ્ય કે સમતા હતું. જે શાખાએ સામ્યસિદ્ધિજન્ય અહિંસાને સિદ્ધ કરવા માટે અપરિગ્રહ ઉપર વધારે ભાર આવે તેમ જ અગાર-ગૃહ-ગ્રંથ કે પરિગ્રહબંધનના ત્યાગ ઉપર વધારે ભાર આપ્યો અને કહ્યું કે જ્યાં સુધી કુટુંબ તેમ જ પરિગ્રહનું બંધન હોય ત્યાં સુધી પૂર્ણ અહિંસા કે પૂર્ણ સામ્ય ક્યારેય સિદ્ધ ન થઈ શકે, શ્રમણધર્મની એ જ શાખા નિગ્રંથ નામે વિખ્યાત થઈ. આના મુખ્ય પ્રવર્તકે નેમિનાથ તથા પાર્શ્વનાથ જ હોય એમ લાગે છે. વીતરાગપણને આગ્રહ અહિંસાની ભાવનાની સાથે સાથે તપ અને ત્યાગની ભાવના અનિવાર્ય રીતે નિગ્રંથ ધર્મમાં ગૂંથાઈ તે ગઈ જ હતી, પરંતુ સાધકનાં મનમાં એ પ્રશ્ન ઊભું થયું કે બાહ્ય ત્યાગ ઉપર વધારે પડતે ભાર આપવાથી શું આત્મશુદ્ધિ કે સામ્ય પૂર્ણ રૂપે સિદ્ધ થઈ શકે ખરાં ? આના જવાબમાંથી જ એ વિચાર જાગે કે રાગ, દેષ વગેરે મલિન વૃત્તિઓ ઉપર વિજય મેળવો, એ જ મુખ્ય સાધ્ય છે. જે અહિંસા, જે તપ કે જે ત્યાગથી આ સાધ્યની સિદ્ધિ ન થઈ શકે એ અહિંસા, તપ કે ત્યાગ ગમે તેવાં કેમ ન હોય, પણ આધ્યાત્મિક દષ્ટિએ એ નકામાં છે. આ જ વિચારના પ્રવર્તક “જિન” કહેવાવા લાગ્યા. આવા જિન અનેક થયા છે. સચ્ચક, બુદ્ધ, ગોશાલક અને મહાવીર, એ બધા પિતાપિતાની પરંપરામાં જિનરૂપે પ્રસિદ્ધ થયેલા છે, પરંતુ અત્યારે “જિનકથિત જૈનધર્મનું નામ દેવાથી મુખ્યત્વે મહાવીરના ધર્મને જ બંધ થાય છે, જે મુખ્યત્વે રાગદ્વેષના વિજય ઉપર જ ભાર આપે છે. ધર્મવિકાસને ઈતિહાસ કહે છે કે ધર્મની ઉત્તરોત્તર ઉદયમાં આવવાવાળી નવી નવી અવસ્થાઓમાં તે તે ધર્મની પ્રાચીન અવિરોધી અવસ્થાઓને સમાવેશ જરૂર થઈ જાય છે. એટલા માટે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249507
Book TitleJain Dharm no Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size480 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy