________________
૩૫
જૈનધર્મને પ્રાણ જૈનધર્મ નિર્ચ થધામ પણ છે અને શ્રમણધર્મ પણ છે. શ્રમણ ધર્મની સામ્યદષ્ટિ
હવે આપણે એ જોઈએ કે શ્રમણુધર્મના પ્રાણરૂપ સામ્યભાવનાનું જિન પરંપરામાં શું સ્થાન છે ? જેન મૃતરૂપે પ્રસિદ્ધ બાર અંગે કે ચૌદ પૂર્વેમાં “લામાય’–સામાજિ' નું સ્થાન પહેલું છે, જે આચારાંગસૂત્ર' કહેવાય છે. જૈન ધર્મના છેલ્લા તીર્થકર મહાવીરના આચાર-વિચારોનું સીધું અને સ્પષ્ટ પ્રતિબિંબ મુખ્યત્વે એ સત્રમાં જ જોવા મળે છે. એમાં જે કંઈ કહેવામાં આવ્યું છે, એ બધાયમાં સામ્ય, સમતા કે સમ ઉપર જ પૂરેપૂરો ભાર આપવામાં આવ્યું છે. “મા” એ પ્રાકૃત કે માગધી શબ્દનો સંબંધ સામ્ય, સમતા કે સમ સાથે છે. સામ્યદષ્ટિમૂલક અને સામ્યદૃષ્ટિપિષક જે જે આચાર-વિચાર હોય એ બધા સામાઈય-સામાયિકરૂપે જૈન પરંપરામાં સ્થાન પામે છે. જેવી રીતે બ્રાહ્મણ પરંપરામાં સંધ્યા એક આવશ્યક કમ છે, એ જ રીતે જૈન પરંપરામાં ગૃહસ્થ અને ત્યાગી બધાને માટે છ આવશ્યક કમ જણાવવામાં આવ્યાં છે, જેમાં મુખ્ય લાક્ય છે. જે સામાઈય ન હોય તે અન્ય કોઈ આવશ્યક સાર્થક નથી થતું. ગૃહસ્થ ક ત્યાગી પિતાના અધિકાર પ્રમાણે જ્યારે જ્યારે ધાર્મિક જીવનને સ્વીકાર કરે છે ત્યારે ત્યારે એ “રેમિ ભંતે ! સામા” એવી પ્રતિજ્ઞા કરે છે. એનો અર્થ એ છે કે “હે ભગવન ! હું સમતા કે સમભાવને સ્વીકાર કરું છું.” આ સમતાનું વિશેષ સ્પષ્ટીકરણ પછીના બીજા પદમાં કરવામાં આવ્યું છે. એમાં કહ્યું છે કે હું સાવદ્ય યોગ અર્થાત્ પાપવ્યાપારને યથાશક્તિ ત્યાગ કરું છું. “કામ” ની આવી પ્રતિષ્ઠા હોવાને લીધે સાતમી સદીના પ્રસિદ્ધ વિદ્વાન જિનભકગણી ક્ષમાશ્રમણે એના ઉપર “વિશેષાવશ્યકભાષ્ય” નામનો અતિવિસ્તૃત ગ્રંથ લખીને બતાવ્યું છે કે ધર્મના અંગરૂપ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, એ ત્રણેય “સામારૂચ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org