________________
જૈનધર્મને પ્રાણ
સાચી વીરતાના સંબંધમાં જૈનધમ, ગીતા અને ગાંધીજી
સાંખ્ય, ગ અને ભાગવત જેવી અન્ય પરંપરામાં પૂર્વ કાળથી સામ્યદષ્ટિની જે પ્રતિષ્ઠા હતી એને જ આધાર લઈને ભગવદ્ગીતાકારે ગીતાની રચના કરી છે. તેથી જ આપણે ગીતામાં ઠેકઠેકાણે સમદશ, સામ્ય, સમતા જેવા શબ્દો દ્વારા સામ્યદષ્ટિનું જ સમર્થન થતું જોઈએ છીએ. ગીતા અને આચારાંગની સામ્યભાવના મૂળમાં એક જ છે, આમ છતાં એ, પરંપરાનેદને લીધે, બીજી બીજી ભાવનાઓ સાથે મળી જઈને જુદી થઈ ગઈ છે. અર્જુનને સામ્યભાવનાનો પ્રબળ આવેગ થઈ આ એવે વખતે પણ ગીતા એને ભિક્ષક તરીકેનું જીવન સ્વીકારતાં રોકે છે, અને શસ્ત્રયુદ્ધને આદેશ આપે છે, જ્યારે આચારાંગસૂત્ર અર્જુનને એ આદેશ ન આપતાં એ જ કહે કે જો તમે સાચેસાચ ક્ષત્રિય વીર છે તો સામ્યદૃષ્ટિ પ્રાપ્ત થતાં હિંસક યુદ્ધ ન કરી શકો, બલ્ક ભિક્ષુકજીવનને સ્વીકાર કરવા પૂર્વક આધ્યામિક શત્રુની સાથે યુદ્ધ કરીને જ સાચું ક્ષત્રિયપણું સાબિત કરી શકે છે. આ કથન ઉપર પ્રકાશ પાડતી ભરત-બાહુબલીની કથા જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સાદર ભારત તરફથી ઉઝ પ્રહાર પામ્યા પછી બાહુબલીએ જ્યારે પ્રતિકારને માટે હાથ ઉગામ્યો એ જ વખતે સમભાવની વૃત્તિ પ્રગટ થઈ. એ વૃત્તિના આવેગમાં બાહુબલીએ ભિક્ષકજીવનને સ્વીકાર કર્યો, પણ સામે પ્રહાર કરીને ન તે ભારતના પ્રહારને બદલે ચૂક કે ન એણે પિતાને ન્યાયયુક્ત રાજ્યભાગ લેવાને વિચાર કર્યો. ગાંધીજીએ ગીતા અને આચારાંગ વગેરેમાં પ્રતિપાદિત સામ્યભાવને પિતાના જીવનમાં યથાર્થ રૂપે વિકસિત કર્યો અને એના આધારે કહ્યું કે માનવસંહારક યુદ્ધને તે ત્યાગ કરે, પણ સામ્ય કે ચિત્તશુદ્ધિના આધારે જ અન્યાયના પ્રતિકારને માર્ગ પણ
૧. આચારાંગ ૧-૫-૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org