________________
(૫૫૨)
ચેાગષ્ટિસમુચ્ચય
હાય છે. માહાંધકાર હરનારી મીમાંસાીપિકાનાX તત્ત્વપ્રકાશવડે સદાય હિતેાદય કરીને તેને સદાય આત્મકલ્યાણની ધમની વૃદ્ધિ થયા જ કરે છે. તેને વસ્તુસ્વભાવરૂપ આત્મધમ અધિકાધિક અંશે ઉમીલન પામતા જાય છે, પ્રગટતા જાય છે. આમ તેની આત્મદશા ઉત્તરાત્તર ચઢતી કળાને પામતી જાય છે, તે ઉત્તરાત્તર ઉત્તમ આત્મગુણુની શ્રેણી પર આરૂઢ થતા જાય છે. જેમ ખીજના ચંદ્રમા ઉત્તરાત્તર ચઢતી કળાને પામી પ્રાંતે પૂર્ણતાને પામે છે, તેમ આ સભ્યદૃષ્ટિ મહાત્મા યેાગીના હિતરૂપ ચંદ્ર ઉત્તરાત્તર ચઢતી કળાને પામી પૂર્ણસ્વરૂપપણાને પામે છે.
“ ભાગતત્ત્વને ૨ એ ભય નિવ ટળે, જૂઠા જાણે રે ભેગ;
તે એ દૃષ્ટિ રે ભવસાયર તરે, લહે મુનિ સુયશ સયેાગ.
ધન ધન શાસન શ્રી જિનવરતણું ! ”—શ્રી ચા. ૬. સાય. ૬-૯
卐
કાંતા દૃષ્ટિ: કોષ્ટક ૧૨
નિતારા સમાન
યેગીંગ-ધારણા
અન્યમુદ્ ચિત્તદોષ ત્યાગ
મીમાંસા-ગુણુપ્રાપ્તિ
⭑
— કાંતા દૃષ્ટિના સાર ઃ—
છઠ્ઠી કાંતા દૃષ્ટિમાં, ગલી દૃષ્ટિમાં જે નિત્યદર્શન, પ્રત્યાહાર, અષ્રાંતિ, સૂક્ષ્મદ્રેષ વગેરે કહ્યું, તે તેા હાય જ છે, અને તે બીજાઓને પ્રીતિ ઉપજાવે એવું હાય છે. તે ઉપરાંત અત્રે ધારણા નામનું છઠ્ઠુ ચેાગાંગ પ્રાપ્ત થાય છે. એ પરમ ધારણાને લીધે અત્રે અન્યમુદ્દે નામને ચિત્તદોષ હેાતા નથી, અર્થાત્ ચિત્ત ધ શિવાય કઈ અન્ય સ્થળે આનંદ પામતું નથી. અને હિતાય કરનારી એવી નિત્યમીમાંસા-સદ્વિચારણા
અત્ર હાય છે.
આ સૃષ્ટિમાં ધર્માંના માહાત્મ્યને લીધે સમ્યક્ આચારવિશુદ્ધિ ઢાય છે. અને તેથી કરી આ દૃષ્ટિવાળા યાગી સત્પુરુષ પ્રાણીઓને પ્રિય થઇ પડે છે, અને તે ધમ માં એકાગ્ર મનવાળા હાય છે. એનું મન સદાય શ્રુતધમમાં લીન રહે છે, અને કાયા જ ખીજા કામમાં હાય છે, — જેમ પતિવ્રતા સ્ત્રીનું ચિત્ત ઘરનાં ખીજા બધાં કામ કરતાં પશુ
+ ‘મીમાંસાટીવિયા પાસ્યાં મોદ્દાન્તવિનાશિની।
तत्त्वलोकेन तेन स्यान्न कदाप्यसमञ्जसम् ||” —શ્રી દ્વા‚ દ્વા. ૨૪-૧૫