Book Title: Yogdrahti Samuchchaya Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 419
________________ ઉપસંહાર : શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ તે જ સિદ્ધિ (૭૩૧) રૂપ છે, અને સિયિમ તે માના અ ંતિમ ધ્યેયને પામી પાપકાર કરવારૂપ છે. ઇચ્છાયમથી માંડીને જેમ જેમ યાગી આગળ વધતા જાય છે, તેમ તેમ તેની આત્મવિશુદ્ધિ વધતી જાય છે, સવેગરૂપ વેગ અતિ વેગ પકડતા જાય છે, ક્ષયાપશમ બળ વૃદ્ધિ પામતુ જાય છે, અને છેવટે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ થાય છે. આ જે શુદ્ધ અતરાત્માની સિદ્ધિ, તેમાં ઉત્કૃષ્ટ કોટિનુ યમપાલન શમાઈ જાય છે; કારણ કે ત્યારે આત્મા દ્રવ્ય-ભાવથી પૂર્ણ અહિંસામય બની જાય છે, રાગાદિ વિભાવથી સ્વરૂપની હિંસા કરતા નથી; પૂર્ણ સત્યમય બની જાય છે-પરભાવને પેાતાને કહેવારૂપ અસત્ય વક્રતા નથી; પૂર્ણ અસ્તેયમય બની જાય છે-પરભાવને લેશ પણ અપહરતા નથી; પૂર્ણ બ્રહ્મચર્યંમય ખનીજાય છે,-શુદ્ધ આત્મસ્વરૂપમાં, બ્રહ્મમાં ચરે છે ને પરભાવ પ્રત્યે વ્યભિચરતા નથી; પૂર્ણ અપરિગ્રહમય અને છે, પરભાવના પરમાણુ પ્રત્યે પણ આત્મભાવરૂપ મમબુદ્ધિ ધરતા નથી. આમ સમસ્ત પરભાવથી વિરામ પામી, સમસ્ત પરપરિણતિના પરિત્યાગ કરી, તે આત્માામી યાગી સ્વભાવમાં આરામ કરે છે, ને શુદ્ધ આત્મપરિણતિને નિરંતર ભજ્યા કરે છે. અને આમ શુદ્ધ સ્વરૂપ પદમાં સ્થિતિ તેનું નામ જ પર્મ અહિંસા, તેનું નામ જ પરમ સત્ય, તેનુ નામ જ પરમ અસ્તેય, તેનુ નામ જ પરમ બ્રહ્મચ,તેનુ નામ જ પરમ અપરિગ્રહ, અને આમ આ પાંચે જેને પરમ પરિપૂર્ણ વર્તે છે, તે જ સાક્ષાત્ જીવંત પરમાત્મા, તે જ જગમ કલ્પવૃક્ષ કે જેને ધન્ય જના સેવે છે. (જુએ કાવ્ય, પૃ. ૬૦૨) ★ યમ પ્રકારાના સાર શુદ્ધ અ`તરા ત્માની સિદ્ધિ અહી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ યમ–શીલ-વ્રત સતંત્ર સાધારણપણાથી સંત જનાને સુપ્રસિદ્ધ છે. તે પ્રત્યેક યમના ચાર ચાર પ્રકાર છે; ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિર્યમ, સિયિમ. (૧) યમવંતની કથા પ્રત્યે પ્રીતિવાળી એવી જે યમાને વિષે અવિપરિણામિની ઇચ્છા, તે પહેલા ઇચ્છાયમ છે. (૨)સર્વાંત્ર શમસાર એવુ' જે યમપાલન તે જ અહીં પ્રવૃત્તિ છે, અને તે જ ખીન્ને પ્રવૃત્તિયમ છે. (૩) અતિચારાદિ ચિન્તાથી રહિત એવુ... જે યમપાલન તે જ અહીં થૈય છે, અને તે જ ત્રીજો સ્થિયમ છે. (૪) અર્ચિત્ય શક્તિયાગથી પરાČનું સાધક એવું જે આ યમપાલન તે શુદ્ધ અતરાત્માની સિદ્ધિ છે, નહિ કે અન્યની, અને આ જ ચેાથેા સિદ્ધિયમ છે. અચિન્હ શક્તિયેાગથી તેની સાંનિધિમાં વરત્યાગ હેાય છે.—આમાં પહેલા બે પ્રકાર પ્રવૃત્તચક્ર યેગીને પ્રાપ્ત થઈ ચૂકયા હેાય છે, અને છેલ્લા બે પ્રકારને અર્થે તે સતત પુરુષાર્થાંશીલ રહે છે. 卐 અવંચક સ્વરૂપ કહે છે:—

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456