Book Title: Yogdrahti Samuchchaya Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 441
________________ ઉપસંહાર : શ્રી હરિભદ્રજીની સિંહનાદ જેવી વીરવાણું (૭૫૩) યા મરેગે” “Do Or Die,’ ‘વિજય અથવા મૃત્યુ” એવી વીર પુરુષની વીરવાણું સાંભળીને કાયર જન જેમ ભય પામીને ભાગી જાય, તેમ આ ધર્મ ધુરંધર ગવીરની વાણી સાંભળીને હીનસત્ત્વ જીવો ભય પામીને ભાગવા માંડે એમાં શી નવાઈ ? કારણ કે અહીં તે “નગદ નારાયણ” ની વાત છે, તથાભાવરૂપ રોકડા “હરિને મારગ કલદાર' રૂપીઆની વાત છે, તથારૂપ અધ્યાત્મપરિણતિમય ભાવકિયા છે શૂરાનો” કરતાં યુગવિજય વરવાની અથવા સુભટની જેમ તે યોગસાધના કરતાં કરતાં ખપી જવાની વાત છે. પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જેને ! –પહેલું માથું મૂકી પછી આ યોગનું નામ લેવાની વાત છે. ભાવથી કપટ રહિતપણે આત્માર્પણ કરી યેગમાર્ગે આગળ વધવાની વાત છે. આત્મસ્થાને વીરપણે દાખવવાની પરમ શૂરવીર વાત છે. આવો આ હરિને-કમને હરનારા “વીર” પ્રભુને માર્ગ શૂરાને માગ છે, એમાં કાયરનું કામ નથી. (જુઓ પૃ. ૮, “વીરપણું તે આતમઠાણે’ ઈ.). “ હરિને મારગ છે શૂરાને, નહિ કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. ”–શ્રી પ્રીતમ ભક્ત ઈત્યાદિ કારણોને લીધે જ્ઞાની આચાર્યો આવે આ ઉત્કૃષ્ટ યોગવિષયક ગ્રંથ અયોગેના હાથમાં દેતા જ નથી. એટલે જ આ ગ્રંથના કર્તા શ્રી હરિભદ્રાચાર્યજી કહે છે કે-આ ગ્રંથ અોગ્યને દેવે યોગ્ય નથી. અને આ અમે હરિભદ્રજીનું કહીએ છીએ તે કાંઈ અગ્ય છ પ્રત્યે અનાદરથી કે તિરસ્કારથી સાદર કથન કહેતા નથી, પણ આદરથી ( Respectfully) કહીએ છીએ; કારણ કે અમને તે જીવ પ્રત્યે કાંઈ દ્વેષ નથી કે અમે તેને અનાદર કે તિરસ્કાર કરીએ, પણ અમને તે સર્વ જીવ પ્રત્યે સમભાવ છે, અને તેવા અગ્ય છ પ્રત્યે તે વિશેષ કરીને ભાવ કરુણાબુદ્ધિ છે કે આ જીવો પણ આ યોગમાર્ગ પામવા યોગ્ય થાય તે કેવું સારું ! પણ તે માટે પણ યથાયેગ્યતા મેળવવી જોઈએ. યોગ્યતા મેળવ્યું તેઓ પણ આ માટે યુગ્ય થાય. એટલે યેગે જેમ યોગ્યતા વૃદ્ધિ માટે પ્રયત્ન કરવો જોઈએ, તેમ અયોગ્યે પણ ગ્યતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન-પુરુષાર્થ કરવો જોઈએ. એટલે તેઓએ બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે જેમ બને તેમ વૈરાગ્ય-ઉપશમાદિ ગુણની વૃદ્ધિ થાય તેમ તેમ તેવી યોગ્યતા આવતી જાય, માટે તે વૈરાગ્યાદિની વૃદ્ધિ માટે પ્રયાસ તેઓએ કર જોઈએ. પણ જ્યાં સુધી તેની યોગ્યતા આવી નથી, ત્યાં સુધી તે તેઓ આ માટે યોગ્ય નથી જ. એટલે જ આ અમે આદરથી કહ્યું છે, અને તે પણ માત્ર તે જીવના હિતાર્થે જ. કારણ કે સર્વે દરદીની બરાબર નાડ જોઈ, પ્રકૃતિ પારખી, વય– પાચનશક્તિ આદિ લક્ષમાં રાખી દવા કરવી જોઈએ, એ સામાન્ય નિયમ છે. એમ ન કરે ૯૫

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456