Book Title: Yogdrahti Samuchchaya Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 446
________________ (૭૫૮) ગદષ્ટિસમુચ્ચય દ્વારા જે આ અપાય તે તે અવિધિદાન છે. કારણ કે જેણે પિતે શ્રવણાદિ કર્યું નથી, તે બીજાને દેવા બેસે–શ્રવણું કરાવવા બેસે તે કેટલું બધું અજૂગતું છે? કેવું બેહૂદુ છે ? અને આમ જે અવિધિવંતથી દેવામાં આવે તે પ્રત્યવાયના-અપાયના સંભવથી દેષ આવે છે, એમ શ્રી આચાર્ય ભગવંતે ભાખે છે. માટે જેટલી સુયોગ્ય શ્રોતાની જરૂર છે, તેટલી જ બલકે તેથી વધારે સુયોગ્ય વક્તાની–ભાવિતાત્મા વ્યાખ્યાતાની જરૂર છે. જે યોગમાર્ગને જાણ, સુજાણ, જ્ઞાની, અનુભવી, ગીતાર્થ વક્તા હોય, તે જ ઉપદેશ દેવાના અધિકારી હાઈ સદુપદેશ શકે. પણ યોગમાર્ગથી અજાણ, અજ્ઞાની, બીનઅનુભવી, અગીતા ગીતાર્થ જ્ઞાની વક્તા હોય, તે કદી પણ ઉપદેશદાનનો અધિકારી હોઈ શકે જ નહિં, અને તે અનધિકારી જે વ્યાખ્યાનપીઠ પર ચઢી વક્તાબાજી કરે, મનાવા-પૂજાવા માટે પોતાનું જનમનરંજન વાચાપણું દાખવે, તો તે કેવળ અવિધિએ વર્તાતે હેઈ, જ્ઞાનીના માર્ગને દ્રોહ જ કરે છે. માટે શ્રવણાદિ વિધિ સંપન્ન, યોગમાર્ગના અનુભવી, ભાવગી, એવા ગીતાર્થ જ્ઞાની પુરુષ જ આ યોગમાર્ગના ઉપદેશદાતા હોવા યોગ્ય છે. એવા સદુપદેષ્ટા થકી જ આનું સદુપદેશ દાન શેભે છે, અને તેવા મહાત્મા સદુપદેષ્ટાથી જ માર્ગ પ્રવર્તે છે. “શ્રાદ્ધ: શ્રોતા સુધીમાં યુગેવાતાં વીરા તા त्वच्छासनस्य साम्राज्यमेकछत्रं कलावपि ॥ –શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત વીતરાગસ્તવ. “સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે.” -શ્રીમદ્ રાજચંદ્રજી અને તેવા સદુપદેણા યથાર્થ વક્તા સપુરુષો થકી દેવાતા આ જ્ઞાનદાનનું પ્રયોજન પણ અત્યંતપણે શ્રેયવિશ્વની પ્રશાંતિ અર્થે હોય છે, પુણ્યાન્તરાયના વિદ્ધની પ્રશાંતિ અર્થે હોય છે, કારણ કે આવા જ્ઞાનદાનરૂપ પરમ સત્કાર્યથી પોતાના શ્રેયવિદ્મ શ્રેયસૂમાં–આત્મકલ્યાણમાં જે વિM છે, તેની પ્રશાંતિ હોય છે, અત્યંત પ્રશાંતિ અર્થે શાંતિ હોય છે. અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યમાં જે અંતરાય છે તેની પ્રશાંતિ-અત્યંત શાંતિ હોય છે. એટલે આવા સશાસ્ત્રના દાનથી પિતાના શ્રેયપ્રાપ્તિના અંતરાયે તૂટે છે, ને તેથી પિતાને શ્રેયસૂનીપરમ કૃતની મોક્ષરૂપ સતફળની પ્રાપ્તિ હોય છે. આમ આ પરમ સત્શાસ્ત્ર પોતે પ્રભાવના ઐવિષ્યની પ્રશાંતિ કરનાર હોવાથી, તેનું દાન પણ સ્વ–પરને છે વિદ્ધની પ્રશાંતિ કરનાર છે. એટલા માટે આત્મકલ્યાણની નિષ્કામ ભાવનાથી

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456