Book Title: Yogdrahti Samuchchaya Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 445
________________ ઉપસંહાર : ગ્યને તે પ્રયત્નથી દેવા યોગ્ય : પરમ શ્રતની પ્રભાવના (૭૫૭) પ્રત્યવાયના-હાનિના સંભવથી દોષ લાગે છે એમ આચાર્યો કહે છે. આ દેવા ગ્ય છે, તે અત્યંતપણે ગ્રેવિનની પ્રશાંતિ અર્થે છે, પુણ્યઅંતરાયની પ્રશાંતિ અર્થે છે. ઉપરમાં વર્ણવ્યા એવા શુશ્રષાદિ ગુણસંપન્ન યોગ્ય અધિકારી શ્રોતાઓને તે આ ગ્રંથ અવશ્ય દેવા ગ્ય છે. જેને આ શુશ્રુષા છે, આ ગ્રંથ શ્રવણ કરવાની સાચી અંતરછા-જિજ્ઞાસા છે, આ ગવિષય પ્રત્યે જેને અંતરંગ રુચિ-રસ છે, માત્સર્ય એવા વિનયાદિ યથોક્ત ગુણવાળા શ્રોતાઓને તે આ ગ્રંથ ઉપયોગસાર‘વિરહ થી ઉપયોગ પ્રધાન પ્રયત્નથી જરૂર જરૂર દેવા યોગ્ય છે-શ્રવણ કરાવવા ગ્ય છે. અને તે પણ સર્વથા માત્સર્ય વિરહથી–માત્સર્ય રહિતપણે. કેઈપણ પ્રકારને ગુણદ્વેષ, ઈર્ષ્યા, અદેખાઈ રાખ્યા વિના, પિતાની સમસ્ત શક્તિથી–સર્વાત્માથી આ પરમ જ્ઞાનદાન દેવા યોગ્ય છે. તન-મન-ધનપરમ કૃતની વચનની સમસ્ત શક્તિ ખચી નાંખીને, ઓવારી નાંખીને આ જ્ઞાનની પ્રભાવના પ્રભાવના પરમ ઉદારતાથી કરવા યોગ્ય છે. પણ આ દેવાથી આ મહારા કરતાં ગગુણમાં આગળ વધી જશે ને હું ઝાંખું પડી જઈશ તે ! એવા તેજોવધરૂપ ગુણષથી–મત્સરથી પ્રેરાઈને મુક્તહૃદયે-ખુલ્લા દિલે આ જ્ઞાનદાન દેતાં અચકાવું યોગ્ય નથી. પણ આ તાજને આ જ્ઞાનદાનથી કેમ આમત્કર્ષ પામે, કેમ ગગુણની વૃદ્ધિ કરે, ને તે દેખીને હું રાજી થાઉં-પ્રસન્ન થાઉં, એવી પ્રમોદભાવના સહિત પરમ ઉદાર ભાવથી છૂટે હૃદયે ને છૂટા હાથે આ જ્ઞાનધનનું દાન દેવા યોગ્ય છે. આ જ્ઞાનધન તે અક્ષયનિધિ છે. એ દાન દેતાં કદી ખૂટતું નથી, અને દાતાનું કંઈ જ્ઞાનધન ઓછું થઈ જતું નથી, ઉલટું જળવાઈ રહે છે ને વૃદ્ધિ પામે છે. માટે માત્સર્યનો વિરહ’ કરી, મત્સરભાવ સર્વથા છેડી દઈ, જેમ બને તેમ બહેળા હાથે આ જ્ઞાનદાન આપી પરમ શ્રતની પ્રભાવના કરવી, એ જ યેગ્ય છે. અત્ર “વિરહ’ શબ્દથી શ્રીમદ્ હરિભદ્રાચાર્યજીએ પિતાની કૃતિના પ્રાંતે વિરહાંક મૂકવાની પદ્ધતિનું અનુસરણ કર્યું છે. અને તેનું દાન કરનારા જ્ઞાનદાતા પણ કેવા હેવા જોઈએ? તે માટે અહીં કહ્યું કે–જે શ્રવણાદિ વિષયની વિધિથી યુક્ત હેય, એવાઓ દ્વારા આનું દાન થવું જોઈએ. શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઈહા, અપહ, તત્ત્વાભિનિવેશ આદિ વિધિ યુકત યક્ત ગુણથી જે યુક્ત છે, તેઓ દ્વારા આનું દાન થવા ગ્ય છે. જ્ઞાનદાતા જેણે આ ગ્રંથનું શ્રવણ કર્યું છે, ગ્રહણ કર્યું છે, હૃદયને વિષે ધારણ કર્યું છે, વિજ્ઞાન કર્યું છે, તે સંબંધી જેણે ઈહા-અપેહ અર્થાત તત્ત્વચિંતનરૂપ ઊંડો વિચાર કર્યો છે, અને આમ કરી જેણે તવાભિનિવેશ કર્યો છે, એવા સુગ્ય વિધિસંપન્ન વક્તા દ્વારા, શુશ્રષાવંતને-શ્રવણ કરવાની સાચી ઉત્કટ ઇચ્છાવાળા એગ્ય પાત્ર મુમુક્ષુને આ દેવામાં આવે, શ્રવણ કરાવવામાં આવે, તેનું નામ વિધિદાન છે બાકી આવા વિધિયુક્ત ન હોય અર્થાત્ જેણે ઉક્ત શ્રવણાદિ ન કર્યા હોય એવા વક્તા

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456