Book Title: Yogdrahti Samuchchaya Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 431
________________ ઉપસંહાર : કુલગી આદિને આ ગ્રંથથી કઈક ઉપકાર (૭૪૩) કુલગી આદિકને, મુજથીયે જડમતિધાર; શ્રવણથી પક્ષપાતાદિથી, આથી લેશ ઉપાર, ૨૨૨. અર્થ – આ ગદષ્ટિસમુચ્ચય થકી, મ્હારા કરતાં પણ જડબુદ્ધિ એવા કુલગી આદિને, શ્રવણ વડે કરીને પક્ષપાત આદિને લીધે, લેશથી ઉપકાર છે. વિવેચન ઉક્ત લક્ષણવાળા કુલગી આદિ કે જે મહારા કરતાં પણ જડબુદ્ધિ હોય તેવા બીજાઓને, આ ચગદષ્ટિસમુચ્ચય ગ્રંથથકી, આના શ્રવણથી ઉપજતા પક્ષપાત-શુભેચ્છા આદિને લીધે બીજપુષ્ટિ આદિવડે કરીને લેશથી ઉપકાર છે. દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.”—શ્રી આત્મસિદ્ધિ. ઉપરમાં કહ્યું તેમ,–જે ગિકુલમાં જન્મ્યા છે અને જન્મથી જ ગિધર્મને પામેલા છે, તથા બીજાઓ પણ જે પ્રકૃતિએ કરીને દ્રવ્યથી અને ભાવથી ગિધર્મને અનુગત છે–અનુસરનારા “અનુયાયી” છે, તે કુલગીઓ છે. આ મહાનુભાવ કુયોગી ને કુલગીઓ તથા પ્રકારે ગ્રહના અભાવને લીધે જગતમાં સર્વત્ર અઢષી પ્રવૃત્તચક રોગી હોય છે, ધર્મપ્રભાવને લીધે ગુરુ-દેવ-દ્વિજ તેઓને પ્રિય હોય છે, તથા કિલષ્ટ પાપના અભાવને લીધે તેઓ પ્રકૃતિથી-સ્વભાવથી દયાળુ હોય છે, પુણ્યાનુબંધી પુણ્યને લીધે વિનીત-વિનયવાન હોય છે, ગ્રંથિભેદ વડે કરીને બોધવંત-તત્વસંમજણવાળા હોય છે, અને ચારિત્રભાવે કરીને તેંદ્રિય-જિતેંદ્રિય હોય છે. અને પ્રવૃત્તચક ગીઓ પ્રથમના બે પ્રકારના યમ-ઈચ્છાયમ અને પ્રવૃત્તિયમનો સમ્યક પ્રકારે આશ્રય કરનારા હોય છે, અને બાકીના બે યમ-સ્થિરયમ અને સિદ્ધિયમના અત્યંત અથી–અભિલાષી હાઈ સદા તેમાં સદુપાય પ્રવૃત્તિ કરનારા હોય છે, અને તેથી કરીને શુશ્રષા આદિ આઠ ગુણથી યુક્ત એવા હોય છે. તથા આધ અવંચક ગની પ્રાપ્તિથી તેનાથી અન્ય એવા બે અવંચકને લાભ પામેલા હોય છે, અર્થાત્ યેગાવંચકની પ્રાપ્તિને લીધે ક્રિયાવંચક ને ફલાવંચક પણ પામેલા હોય છે.–આવા આ મહાત્મા કુલગીઓ અને પ્રવૃત્તચક્ર ગીઓ આ મહાન્ ચોગ પ્રયોગના અધિકારીઓ છે એમ ગવિદો વદે છે. અર્થાત્ આ યુગપ્રયોગ યોગ્ય જે “જેગિજને હોય તે આવા લક્ષણવંતા-આવા ઉત્તમ ગુણસંપન્ન અવશ્ય હોય, સાચા-મુમુક્ષુઓ, સાચા આત્માથીઓ હોય, એમ અત્ર તાત્પર્ય છે. અને આવા વિશિષ્ટ અધિકારી મેગીઓને ઉદ્દેશીને આ પરમ પરોપકારપરાયણ મહાયેગી શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે- આ કુલગી-પ્રવૃત્તચક યેગીઓમાં

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456