Book Title: Yogdrahti Samuchchaya Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 435
________________ ઉપસંહાર : તાત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયાનું અંતર (૭૪૭) એવી ભાવનાની મુખ્યતા હોય છે. અને સસ્વરૂપના યથાર્થ ગ્રહણથી-યથાર્થ સમજણથી ઉપજતે પક્ષપાત તે તાત્વિક છે, તેમાં “સાચું તે મારુ” એવી ભાવનાની મુખ્યતા હોય છે. અતાવિક પક્ષપાતમાં મતનું પ્રાધાન્ય છે, ત્યારે તાત્ત્વિક પક્ષપાતમાં “ સત”નું પ્રાધાન્ય છે. અતાવિક પક્ષપાત મતાભિનિવેશરૂપ છે, તાવિક પક્ષપાત તત્વપ્રવેશરૂપ છે. આવો મહત્વનો ફેર એ બે વચ્ચે છે. એટલે અતાત્વિક પક્ષપાત જેમ અપ્રશસ્ત છે, અનિષ્ટ છે, તેમ તાવિક પક્ષપાત પ્રશસ્ત છે, ઈષ્ટ છે. આ તાત્વિક પક્ષપાત જ અત્રે પ્રસ્તુત છે, અને તે ગુણાનુરાગજન્ય પ્રેમને લીધે સત્ વસ્તુ પ્રત્યેની અંતરંગ રુચિથી--પ્રતીતિથીભાવથી ઉપજતે હોઈ પરમ પ્રશસ્ત છે. આ શુદ્ધ ભાવરૂપ પક્ષપાતની વાત કંઈ ઓર છે! તેની પાસે ભાવવિહીન જડ દ્રવ્ય ક્યિા કંઈ ગણનામાં નથી, સૂર્ય પાસે આગી આ જેવી તુચ્છ છે. આ ઉપરથી સાર બોધ એ લેવા યોગ્ય છે કે બાહ્ય દ્રવ્ય ક્રિયા ઉપર જે ભાર મૂકવામાં આવે છે તેના કરતાં અનંતગણે ભાર “ભાવ” ઉપર મૂક જોઈએ. પણ લેકની ઘણું કરી એથી ઉલટી જ સ્થિતિ દેખી ખેદ પામેલા કરુણાળુ સંતજનો પિકાર કરી ગયા છે કે: દ્રવ્ય ક્રિયારૂચિ જીવડા રે, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ તેહવા રે, શું કરે છવ નવીન ?....ચંદ્રાનન—શ્રી દેવચંદ્રજી અને તેવા પ્રકારે કહે છે– खद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशि च । विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ॥ २२४ ॥ ખજુઆનું જે તેજ છે, અહ૫ વિનાશી તેહ વિપરીત આ છે સુર્યનું, ભાવ્ય બુધેએ એહ, ૨૨૪ અર્થ:–ખવોતકનું (આગીઆનું ) જે તેજ છે, તે અલ્પ અને વિનાશી છે, અને સૂર્યનું આ તેજ એથી વિપરીત છે, એમ આ બુધાએ ભાવ્ય છે, ભાવવા ગ્ય છે. વિવેચન ખદ્યોત નામના જતુવિશેષનું જે પ્રકાશાત્મક તેજ છે, તે સ્વરૂપથી અલ્પ અને વિનાશી છે. અને સૂર્યનું આ પ્રકાશાત્મક તેજ તેથી વિપરીત છે, અર્થાત્ બહુ અને - વૃત્તિ-સ્ત્રોત –ખદ્યોતનું સત્વવિશેષનું, ઝાડ-જે તેજ-પ્રકાશાત્મક છે, તા–તે, શું ? તે કે-અજં જ વિનાશિ ૪-અપ અને વિનાશી છે,-સ્વરૂપથી વિપરીતમિટું માનો:–ભાનુનું આ વિપરીત છે, એટલે કે સૂર્યનું તેજ બહુ અને અવિનાશી છે. રૂરિ-એમ, એવા ભાવનું, માન્ચેમિઆ ભાગ્ય છે, ભાવવા યોગ્ય છે, અધિકૃત પક્ષપાત થકી, આ ક્રિયાકિ, યુપૈ:-બુધેથી, તત્વનીતિએ કરીને

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456