Book Title: Yogdrahti Samuchchaya Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 421
________________ ઉપસંહાર : પુરુષ સ્વરૂપના તથાદશનથી વેગાચક (૭૩૩) દેખતાં વેત જ તેની અજબ જાદુઈ અસર થાય છે. આવા કલ્યાણસંપન્ન, દર્શનથી પણ પાવન, નિર્દોષ નિર્વિકાર વીતરાગ એવા જ્ઞાની પુરુષ, એમની સહજ દર્શનમાત્રથી પણ પાવનકારિણી જાદુઈ અસરથી સાચા મુમુક્ષુ યોગીઓને શીધ્ર એાળખાઈ જાય છે, કારણ કે મૌન મુનિનું દર્શન પણ હજાર વાગાડંબરી વક્તાઓના લાખે વ્યાખ્યાને કરતાં અનંતગણે સચોટ બંધ આપે છે. (જુઓ પૃ. ૨૫૩, “હે સહુરુષના વચનામૃત” ઈત્યાદિ.) સ્વદેહમાં પણ નિમમ એવા આ અવધૂત વીતરાગ મુનિનું સહજ ગુણસ્વરૂપ જ એવું અદ્ભુત હોય છે. જેમકે “કીચસો કનક જાકે, નીચસો નરેશપદ, મીચસી મિત્તાઈ, ગરવાઈ જાકે ગારસી; જહરસી જેગ જાતિ, કહરસી કરામતિ, હરસી હીંસ પુદ્ગલ છબી છારસી. જાલો જગવિલાસ, ભાલ ભુવનવાસ, કાલસો કુટુંબકાજ, લોકલાજ લારસી; સીઠસો સુજસ જાને, વીઠસો વખત માન, એસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.” -કવિવર બનારસીદાસજી. આવા પરમ નિર્દોષ, પરમ નિવિકાર, પરમ વીતરાગ જ્ઞાની પુરુષને-સાધુજનને તેના યથાર્થ ગુણસ્વરૂપે ઓળખવા, તેમનું જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપ છે તે સ્વરૂપે તેમનું દર્શન કરવું તે “તથાદર્શન' છે. આ તથાદશનથી સત્પરુષને વેગ થાય છે, અને તે યુગનું નામ યોગાવંચક છે.-આમ આ ગાવંચકની પ્રાપ્તિમાં ત્રણ મુખ્ય વસ્તુ આવશ્યક છેઃ (૧) જેને યોગ થવાને છે, તે સત્પરુષ, સાચા સંત, સદ્ગુરુ હોવા જોઈએ. (૨) તેના દર્શન-સમાગમ થવા જોઈએ. (૩) તેનું તથાસ્વરૂપે દર્શન-ઓળખાણ થવું જોઈએ. આમાંથી એકની પણ ન્યૂનતા-ખામી હોય તે ગાવંચક થતું નથી. કારણ કે (૧) પ્રથમ તે જેની સાથે યોગ થવાના છે તે પોતે સત, સાચા સપુરુષ, પ્રત્યક્ષ સત્ સ્વરૂપને પ્રાપ્ત થયેલા સદ્દગુરુ હેવા જઈએ; શાસ્ત્રોક્ત સકલ સાધુગુણથી શોભતા એવા સાધુચરિત સાચા ભાવસાધુ હેવા જોઈએ; સપુરુષ સ્વરૂપ શુદ્ધ સોના જેવા શુદ્ધ, પરમ અમૃત જેવા મીઠા, શુદ્ધ સ્ફટિક જેવા નિર્મલ પવિત્ર પુરુષ હોવા જોઈએ; સર્વ પરભાવના ત્યાગી આત્મારામી એવા સાચા “સંન્યાસી’ હોવા જોઈએ; બાધાવ્યંતર ગ્રંથથી–પરિગ્રહથી રહિત એવા સાચા નિગ્રંથ-ભાવશ્રમણ હોવા જોઈએ, પરભાવ પ્રત્યે મૌન એવા આત્મજ્ઞાની વીતરાગ જ્ઞાની “મુનિ” હોવા જોઈએ; સહજ આત્મસ્વરૂપપદને જેને સાક્ષાત્ ગ થયો છે એવા યથાર્થ ભાવગી હવા જોઈએ; સ્વરૂપવિશ્રાંત એવા શાંતમૂર્તિ “સંત” હોવા જોઈએ; ટૂંકામાં તેમના “સત” નામ પ્રમાણે “સત્’–સાચા હોવા જોઈએ, આત્માના પ્રત્યક્ષ પ્રગટ સત્ સ્વરૂપથી યુક્ત એવા “સત” હોવા જોઈએ. પણ આવા “સત” સ્વરૂપયુક્ત સાચા સંત-સપુરુષ ન મળ્યા હોય, અને અસત્ અસંત અસાધુ કે કુસાધુને સત્ માની લીધા હોય, તે આ પેગ બનતું નથી, યોગ અગરૂપ

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456