Book Title: Yogdrahti Samuchchaya Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 404
________________ (૭૧૬) યોગદષ્ટિસમુચ્ચય આમ સંક્ષેપે દ્રવ્યથી–ભાવથી અહિંસાદિ પાંચ યમનું સ્વરૂપ છે. તેની સંકલના અબ્દુભુત છે. તે આ પ્રકારે સ્વાથી મનુષ્ય સાંસારિક લેભરૂપ સ્વાર્થની ખાતર પરની હિંસા કરે છે, પરને પોતાનું કહે છે-માને છે, એટલે પછી તે લેવા–અપહરવાઅહિંસાદિની ચરવા પ્રવર્તે છે, અપહરણ પછી તેને ગાઢ સંશ્લેષ–સંસર્ગ કરે છે, સંકલના અને તેવા ગાઢ પરિચયથી તેને પ્રત્યે તેને મૂચ્છ ભાવ-મમત્વ-પરિગ્રહબુદ્ધિ ઉપજે છે, જેથી તે પર પરિગ્રહથી પરિગૃહીત થાય છે, ચોપાસથી જકડાય છે. પણ આત્માથી મુમુક્ષુ જીવ આત્માર્થરૂપ સ્વાર્થની ખાતર પરની હિંસા કરતું નથી, પરને પિતાનું કહેતા નથી-માનતું નથી, એટલે પછી તે લેવા-અપહરવા–રવા પ્રવર્તતે નથી, એથી તેને સંલેષ સંબંધ થતું નથી, અને તેવા પરિચયના અભાવથી તેને તે પ્રત્યે મૂચ્છભાવ-મમત્વ-પરિગ્રહબુદ્ધિ ઉપજતી નથી જેથી તે પરિગ્રહથી પરિગ્રહીત થતું નથી, ચેતરફથી જકડા નથી એટલે આ આ મુમુક્ષુ મુમુક્ષુનું પુરુષ સ્વરૂપમાં સ્થિતિરૂપ અહિંસાને ભજે છે, અને પછી પરને સ્વ આચરણ કહેવારૂપ અસત્યથી, કે પરના અપહરણરૂપ ચેરીથી, કે પર પ્રત્યે વ્યભિચરણરૂપ મૈથુનથી, કે પર પ્રત્યે મમવરૂપ પરિગ્રહભાવથી, તે સ્વરૂપસ્થિતિને હાનિ પહોંચવા દેતું નથી. આમ મુમુક્ષુ યોગીપુરુષ પરમાર્થથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ એ પાંચ યમનું–ઉપરમનું સેવન કરે છે. આ યમ અથવા ઉપરમ શબ્દ પણ ઘણો સૂચક છે, કારણ કે સ્વરૂપમાં સંયમન-આત્માને શેકી રાખ-દાબી રાખવો તે યમ છે; અને પરરૂપથી વિરમણ તે ઉપરમ છે. એટલે જેના વડે કરીને આત્મા સ્વરૂપમાં સંયમિત થાય તે યમ છે, અને પરભાવથી વિરમિત થાય તે ઉપરમ છે. બન્ને શબ્દનો ફલિતાર્થ એક છે.-આ અહિંસાદિ પાંચ યમના પ્રત્યેકના પાછા ચાર ચાર પ્રકાર છે, શુદ્ધિની તરતમતાના-ઓછાવત્તાપણાના કારણે તે પ્રત્યેકની ચાર ચાર કેટ-કથા છે. ઇછાયમ, પ્રવત્તિયમ. સ્થિરયમ અને સિદિયમ. એટલે આ યમના (૫૪૪૪૨૦) વીશ પ્રકાર થયા. જેમકે-ઈચ્છાઅહિંસા, પ્રવૃત્તિઅહિંસા, સ્થિરઅહિંસા, સિદ્ધિઅહિંસા, ઈચ્છાસત્ય, પ્રવૃત્તિસત્ય, સ્થિરસત્ય, સિદ્ધિસત્ય, ઈત્યાદિ. આ ઈચ્છાદિ પ્રત્યેક પ્રકારનું સ્વરૂપ હવે પછી કહે છે. એઓનું વિશેષ લક્ષણ કહે છે – तद्वत्कथाप्रीतियुता तथाविपरिणामिनी । यमेष्विच्छावसेयेह प्रथमो यम एव तु ॥ २१५ ॥ કૃત્તિ-તત્ત્વથા કીરિયુતા- તદ્દવંત અર્થાત યમવંતની કથા પ્રત્યેની પ્રીતિયુક્ત, તાવિપરિણામિની-તથા અવિપરિણામિની, તદ્ભાવના સ્થિરવથકી, ચમેy-ઉક્ત લક્ષણવાળા યમમાં છા-ઈ, અવા -સમજવા યોગ્ય છે, રૂ-અહીં, યમચક્રમાં, અને આ પ્રથમ થમ ga ત-પ્રથમ યમ જ છે, અનંતર-હમણું જ કહેવા લક્ષણવાળી ઈચ્છી જ ઇછાયમ છે, એટલા માટે.

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456