Book Title: Yogdrahti Samuchchaya Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 415
________________ ઉપસંહાર: રિથર યમ લક્ષણ, અતિચારાદિ ચિંતારહિતપણુ (૭૨૭) અભ્યાસી છે, પણ પ્રૌઢ વિદ્યાથી કડકડાટ પાઠ બોલી જાય તેમાં લેશ પણ આદિના દૃષ્ટાંત ખલનાનો સંભવ નથી હોતું. તેમ આ અહિંસાદિમાં પ્રાથમિક પ્રવૃત્તિ કરનારો-કાર્ચ અભ્યાસી અહિંસાદિ આચરે તેમાં અતિચાર લાગવાને ભય છે, પણ તેના દઢ પાલનથી રીઢે થઈ ગયેલ પાકો અભ્યાસી તે આચરે તેમાં અતિચાર દોષનો ભય નથી. (૨) કસરત શરૂ કરનાર શિખાઉને પ્રથમ મગદળ ફેરવવું ભારે થઈ પડે છે, ને તે હાથમાંથી “પડું પડું' થઈ જાય છે, પણ સારી પેઠે વ્યાયામ કરી ચૂકેલા કસાયેલા શરીરવાળા કસરતબાજ મહલને તે ભારી મગદળ ફેરવવું રમત થઈ પડે છે, ને તે તેના હાથમાંથી ખલના પામતું નથી. તેમ અહિંસાદિ યમને વ્યાયામ શરૂ કરનારને પ્રથમ તે તેનું આચરણ કઠિન લાગે છે ને તેમાં અલના થઈ કે થશે એવી ચિંતા રહે છે. પણ સારી પેઠે યમપાલનને વ્યાયામ કરી ચૂકેલા પુષ્ટ કસાયેલા ચારિત્ર-દેહવાળા ચગીને તો મેરુ જેવું ભારી વ્રત પાલન-ચમપાલન કરવું રમત થઈ પડે છે, ને તે કદી સ્કૂલના પામવાનો ભય રહેતો નથી. (૩) તલવારની ધાર પર ઊભા રહેતાં પણ શીખવાનું પ્રથમ અભ્યાસીને આકરું પડે છે, અને તેની ખલના પણ થાય છે, પણ પછી અભ્યાસ કરતાં કરતાં તે તલવારની ધાર પર ઊભે રહી શકે છે, એટલું જ નહિ પણ તેના પર સહેલાઈથી તાલબદ્ધ નૃત્ય કરી શકે છે, છતાં ખલના પામતે નથી ! એવો અજબ બાજીગર તે બની જાય છે ! તેમ અહિંસાદિ પાલનરૂપ અસિધારા છત પર ઉભા રહેતાં પણ શીખવાનું પ્રારંભકને કઠિન પડે છે, અને તેમ કરતાં તેની અતિચારરૂપ ખલના પણ થાય છે; પછી પુનઃ પુન: આસેવનારૂપ અભ્યાસ કરતાં કરતાં–તેની પાછળ “રઢ લગાડીને મંડયા રહેતાં,” તે અસિધારાવત પર સ્થિર ઊભે રહી શકે છે, એટલું જ નહિં પણ તેના પર સહેલાઈથી સંયમરૂપ તાલબદ્ધ નૃત્ય પણ કરી શકે છે ! એવું અજબ બાજીગરપણું આ સ્થિર ગિરાજ દાખવે છે! (જુઓ પ. ૫૩૦, ધાર તરવારનીઈ.) (૪) શસ્ત્ર વ્યાપાર શીખનારને પ્રથમ તે હાથમાં બરાબર શસ્ત્ર પકડતાં પણ આવડતું નથી, ને તે પડી જવાને પણ ભય રહે છે, પણ શસ્ત્રવિદ્યા સારી પેઠે શીખી લીધા પછી તે શસ્ત્રજ્ઞ શસ્ત્રને ગમે તેમ વિઝી શકે છે, ને હાથે દઢપણે હાથમાં પકડ્યો હોવાથી તેની ખલન થવી સંભવતી નથી. તેમ આ અહિંસાદિ વેગવ્યાપારના અભ્યાસીને પ્રથમ તો આ ગવ્યાપાર બરાબર આવડતું નથી ને તેનું પતન થવાનો ભય પણ રહે છે, પણ આ યેગશાસ્ત્ર વિદ્યા સારી પેઠે અભ્યાસી લીધા પછી શાસજ્ઞ અભ્યાસી યેગીને તે અહિંસાદિ વેગવ્યાપાર લીલારૂપ થઈ પડે છે. અને અત્યંત દઢતાને લીધે તેની સ્કૂલના થવાનો સંભવ નથી હોતો. (૫) શિખાઉ કવિને પ્રથમ કાવ્ય કરતાં કઠિન પડે છે ને યતિભંગ આદિ દેષને સંભવ છે, પણ પ્રૌઢ સિદ્ધહસ્ત કવિને કાવ્ય કરવું સહેલું છે, સહજ છે, ને યતિભંગ આદિ દોષને સંભવ નથી હોતો. તેમ પ્રારંભિક યોગીને પ્રથમ અહિંસાદિ યમપાલન કઠિન પડે છે, ને અતિચારરૂપ “યતિભંગ”

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456