Book Title: Yogdrahti Samuchchaya Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 409
________________ ઉપસંહાર : અવિપરિણામિની ઈછા, પ્રવૃત્તિ યમ લક્ષણ (૭૨૧) ને જે પાલન મતણું, સર્વત્ર જ શમસાર; પ્રવૃત્તિ અહિં તે જાણવી, બીજો યમ જ તે ધાર. ૨૧૬ અર્થ –સર્વત્ર શમસાર-શમપ્રધાન એવું જે યમપાલન તે અહીં પ્રવૃત્તિ જાણવી; અને તે જ દ્વિતીય યમ છે. વિવેચન સામાન્યથી સર્વત્ર શમસાર જ એવું જે યમપાલન છે, તે જ અહી પ્રવૃત્તિ જાણવી, અને તે યમને વિષે બીજો એવો પ્રવૃત્તિયમ છે. જે અહિંસાદિ યમ ઇચ્છાયમથી ઈચ્છવામાં આવ્યા, અંતરાત્માથી ઈષ્ટ-સ્પૃહણીય ગણવામાં આવ્યા, તેનું ક્રિયાવિશિષ્ટ (In action) પાલન કરવું તે પ્રવૃત્તિયમ છે. તે અહિંસાદિને ક્રિયામાં ઉતારવા, આચરણમાં–ચારિત્રમાં આણવા, દૈનિક ઈચ્છા પછી જીવનવ્યવહારમાં વણ દેવા તે પ્રવૃત્તિયમ છે. જીવનને અહિંસામય, પ્રવૃત્તિ સત્યમય, અસ્તેયમય, બ્રહ્મચર્યમય, અપરિગ્રહમય કરવા પ્રવર્તવું તે પ્રવૃત્તિયમ છે. મનવચન-કાયાના ગવ્યાપારમાં કૃત-કારિત- અનુમોદિત ભાવથી અહિંસાદિ પાળવામાં પ્રયત્નશીલ થઈ અંતરેચ્છાને સક્રિય કરી દેખાડવી તે યમોમાં બીજે એવો પ્રવૃત્તિયમ છે. કારણ કે કઈ પણ વસ્તુ સાચા દિલથી રુચિ ગયા પછી–ગમી ગયા પછી તે ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે મનુષ્ય જરૂર પ્રવર્તન કરે છે–પ્રયત્ન કરે છે. તેમ આ અહિંસાદિ યમ પ્રત્યે જેને સાચી અંતરેચ્છા ઉપજી છે, તે પછી તે ઈષ્ટ અહિંસાદિની સાધના માટે અવશ્ય પ્રવર્તે છે, અવશ્ય પ્રયત્ન કરે છે, અને તે ગમી ગયેલી–ગઠી ગયેલી ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં ગમે તેટલા વિદને નડે, ગમે તેટલી વિપત્તિઓ આવી પડે, તે પણ તે મનુષ્ય તેને પીછો છોડતું નથી, પણ ઉલટ બમણા ઉત્સાહથી તે વિઘને પણ સામનો કરી–વિક્રૂજય કરી આગળ ધપે છે. તેમ અંતરાત્માથી પરમ ઈષ્ટ માનેલા અહિંસાદિની પ્રાપ્તિના માર્ગમાં ગમે તેટલા વિદ્ધના ડુંગરા આડા આવી પડે, ગમે તેટલી વિપત્તિ-સરિતાઓ વચ્ચે નડે, તે પણ આત્માર્થી મુમુક્ષુ પિતાના ઈષ્ટ ધ્યેયનો કેડે કદી મૂકતો નથી, પણ ઉલટ દ્વિગુણિત ઉત્સાહબળથી તે વિદને-અંતરાયોને પણ પરાજય કરી આગળ વધવા મથે છે, “ધીઠાઈ કરી માર્ગ સંચરે છે. ” પરમ આત્મપરાક્રમવંત જ્ઞાની પુરુષના પરમ સંવેગપૂર્ણ અમૃતવચને છે કે – ગમે તેમ છે, ગમે તેટલા દુઃખ વેઠ, ગમે તેટલા પરિસહ સહન કરે, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમયમાત્ર હે, અને દુનિમિત્ત હે, પણ એમ કરવું જ ત્યાં સુધી હે જીવ! છૂટકે નથી.”-શ્રીમદ્ રાજચંદ્રજી.

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456