Book Title: Yogadraushtina Ajwala Part 2
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ દરમ્યાન તેમજ રોષકાળમાં પ્રવચનો અને શિબિરોના માધ્યમે શ્રાવિકાવર્ગ ઉપર જબરજસ્ત ઉપકાર કર્યો છે. ઘરઘરમાંથી સાસુવહુના ચાલ્યા આવતા ઝઘડાઓને કુનેહથી દૂર કર્યા છે અને અનેકના સળગી ગયેલા સંસારને સુધારી જીવનને નંદનવન બનાવ્યું છે. ઘરઘરમાં મૈત્રી, પ્રેમ, વાત્સલ્યનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. આમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. અમારો જૈનનગરનો શ્રી સંઘ આ વિષયમાં સાક્ષીભૂત છે. - આ ગુરૂશિષ્યાની બેલડી પ્રશાંતરસ નિમગ્ન, વિશાળ શિષ્યાગણથી પરિવરિત. વિદૂષી સાધ્વીજીશ્રી લાવણ્યશ્રીજી મ.ના શિષ્યાઓ તરીકે પ્રસિદ્ધિ પામેલ છે. અને બાલબ્રહ્મચારી, અધ્યાત્મયોગી ૫.પૂ. આચાર્યદેવશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ, શત્રુંજયતીર્થાધિરાજના અનન્ય ઉપાસક, સ્વનામધન્ય પ.પૂ. આચાર્યભગવંતશ્રી અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તી બની તેઓશ્રીનું ગૌરવ વધારી રહ્યા છે. યોગદષ્ટિ જેવા પરમ તાત્ત્વિક વિષયને વિષયાંતર કર્યા વિના આખાય ચાતુર્માસ દરમ્યાન મુનિશ્રીએ હૃદયને ઝણઝણાવે અને બુદ્ધિને તોષ પમાડે એવી શૈલીથી રજૂ કર્યો તેથી અમારો શ્રીસંઘ પરમવિનયભાવે જ્ઞાનદાનના એમના સમ્યગુપુરુષાર્થને કૃતજ્ઞભાવે વંદન કરે છે અને એમનું ઋણ સ્વીકારે છે. “પુત્રના લક્ષણ પારણે; પુત્ર વધૂના લક્ષણ બારણે; તો આંતર પરિણતિના લક્ષણ યોગહૃદયે !!!” “મતિઃ પુન્ થતા प्रकृतिः आन्तरपरिणतिं कथयति । તિઃ શાસ્ત્રવોથું વયિતિ '' મુનિરાજશ્રી (હાલમાં પંન્યાસશ્રી) મુક્તિદર્શનવિજયજી મ.સા.ની આ કૃતિ શાસ્ત્રબોધ અને અધ્યાત્મની સમજ સાથે આંતરપરિણતિની વારંવાર ચાડી ખાઈને, ગુણવૈભવની સાક્ષી પૂરે છે. આ ગ્રન્થ પ્રકાશનની વેળાએ પણ મુનિશ્રીનું કલ્યાણકારી મુખ જાણે બોલી રહ્યું છે. “અંદરથી નિરચય ચૂંટટ્યા જ કરો; બહારથી આચાર પાળતા જ રહો, સંસાર તમને કંઈ જ નહીં કરી શકે.” એઓશ્રીના આ પાવનકારી વચનો સૌના જીવનનું કેન્દ્રબિંદુ બની, આપણા સહુના કલ્યાણનું પરમ કારણ બને !! સૌ કોઈ આત્મા આ કૃતિમાં ડોકીયું કરીને આંતરપ્રકૃતિને વિકસાવી સમતાકૃતિને પ્રાપ્ત કરે એજ શ્રદ્ધા સાથે..... ભવદીય, શ્રી જૈનનગર સંઘ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 398