Book Title: Yogadraushtina Ajwala Part 2
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 9
________________ લાખો વર્ષોના શ્રુતજ્ઞાન પરિભાવન પછી આવતો એક અંતર્મુહૂર્તનો અનુભવ મહાન છે. અનુભવજ્ઞાનથી આત્મઘરના અંધારા ઉલેચાઈ જાય છે અને આત્મામાં આનંદ -આનંદ આનંદનું સામ્રાજ્ય છવાઈ જાય છે. આ આનંદને પામવા માટે જ્ઞાનીઓએ અધ્યાત્મગ્રંથો - યોગગ્રંથોની રચના કરી છે. યોગ દ્વારા પરમાનંદસ્વરૂપ મોક્ષને પામવો એ યોગગ્રંથોનું ફળ છે. “બુદ્ધિક્રિયા ભવ ફળ દીએ, જ્ઞાન ક્રિયા શિવઅંગ, અસમ્મોહ ક્રિયા દીએ, શીધ્ર મુક્તિફળ ચંગ.” યોગદષ્ટિ સમુચ્ચય એ યોગગ્રંથોમાં શિરમોર ગણાતો યોગનો ગ્રંથ છે, જેના રચયિતા હરિભદ્રસૂરિ મ.સા. છે. જેમાં તેઓશ્રીએ યોગની આઠ દૃષ્ટિ દ્વારા યોગમાર્ગ ઉપર વિશદ પ્રકાશ પાથરવાનું કામ કર્યું છે. યોગદૃષ્ટિનાં અજવાળા ભાગ-૧માં ૧ થી ૧૬ શ્લોક સુધી વિસ્તૃત વિવેચન કર્યા પછી હવેના બીજા ભાગમાં ૧૭ થી પ૬ શ્લોક સુધીનું વિવેચન છે. જેમાં પહેલી ચાર દૃષ્ટિ અને પછીની ચાર દૃષ્ટિમાં શું તફાવત છે ? પહેલી ચાર દૃષ્ટિ સાપાય કેવી રીતે છે અને પછીની ચાર દૃષ્ટિ નિરપાય કેમ છે તેનું વર્ણન કર્યું છે. તેમ જ યોગની આઠ દૃષ્ટિમાં ક્રમસર એક એક યોગના અંગ, એક એક યોગના પ્રત્યનિક દોષોનો નાશ અને એક એક ગુણની પ્રાપ્તિ દ્વારા આત્મવિકાસના ક્રમિક સોપાનનો માર્ગ બતાવ્યો છે જે આ પ્રમાણે છે. (યોગની | પહેલી | બીજી ત્રીજી | ચોથી | પાંચમી | છઠ્ઠી | સાતમી આઠમી | | દૃષ્ટિ | મિત્રા | તારા ] બલા દીપ્રા | સ્થિરા | કાન્તા | પ્રભા | પરા | યોગાગ | યમ, નિયમ | આસન, પ્રાણાયામ પ્રત્યાહાર, ધારણા | ધ્યાન સમાધિ ! દિષત્યાગ ખેદ 1 ઉગ ! ક્ષેપ ઉત્થાન Tબ્રાન્તિ 1 અન્યમુદ્ રોગ |આસંગ | ગુણપ્રાપ્તિ અવેષ | જિજ્ઞાસા શુશ્રુષા શ્રવણ | બોધ મીમાંસા પ્રતિપત્તિ | પ્રવૃત્તિ તેમ જ પહેલી દૃષ્ટિમાં મોક્ષની પ્રાપ્તિના અવષ્ય હેતુભૂત જિનોપાસના, ભાવાચાર્યનું વૈયાવચ્ચ, સહજ ભવોગ, દ્રવ્યાભિગ્રહ પાલન તથા શાસ્ત્રો પાસના રૂપ પાંચ યોગબીજોનું વર્ણન કરે છે. આ યોગબીજાને પ્રાપ્ત કરવા દ્વારા જીવ અવશ્ય યોગના માર્ગમાં આગળ વધે છે. અન્યદર્શનકારો જે રીતે યોગમાર્ગનું પ્રતિપાદન કરે છે તેના કરતા જૈન દર્શનકારોની યોગની શૈલી જૂદી છે, જ્ઞાનીઓનું આ એક સ્પષ્ટ ફરમાન છે કે, યોગમાર્ગની પ્રાપ્તિ અને તેનો વિકાસ બહુધા ક્રમિક સોપાન દ્વારા જ થઈ શકે અને તેથી યોગમાર્ગે આગળ વધવા ઇચ્છતા આત્માએ પોતાના જીવનમાં આચારનું ચુસ્તપાલન કરવું જ જોઈએ, માત્ર એકાંતમાં, એક ખૂણામાં બેસી જઈ પદ્માસન લગાવી દેવાથી, આંખો મીંચી દેવાથી કે ઓમ્ ઓમ્ ના જાપ માત્રથી યોગની પ્રાપ્તિ થતી નથી. અંદરમાં પડેલા અનંત અનંત કાળના દુષ્ટ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 398