Book Title: Yogadraushtina Ajwala Part 2 Author(s): Muktidarshanvijay Publisher: Vardhaman Seva Nidhi Mumbai View full book textPage 6
________________ એમણે આપ્યા હતા. વિષયને સ્પષ્ટ કરવા માટેના ધારદાર પ્રશ્નો એ એમની આગવી શૈલી હતી. “પાપપ્રવૃત્તિને ઘટાડ્યા વિના અને પાપવૃત્તિને ઓળખ્યા વિના ધર્મ કઈ રીતે થઈ શકે ?” આવા પ્રશ્નો આજે પણ અનેકના ચિત્તમાં જાગે છે તે એમના પ્રવચનોને આભારી છે. કર્મકૃતવીર્ય અને પ્રમાદવીર્ય જેવા અઘરા લાગતા પારિભાષિક શબ્દોને ભરત ચક્રવર્તીના ચરિત્રદ્વારા સરળ ભાષામાં વહેતા મૂક્યા છે, તો શ્રુતજ્ઞાન - ચિંતાજ્ઞાન - ભાવનાજ્ઞાન દ્વારા જ્ઞાનની નવી જ ક્ષિતિજો ખોલી છે. પાંચ કલ્યાણકો દ્વારા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના નાશની વાત એમણે અત્યંત માર્મિક રીતે રજૂ કરીને કલ્યાણકોની ઉજવણીના હેતુને સ્પષ્ટ કર્યો છે. લોકેષણાની વાત માર્મિક રીતે રજૂ કરી છે, તો શિવકુમારના દૃષ્ટાંત દ્વારા બીજાને પૂછીને કાર્ય કરવાની પદ્ધતિ જ્યારથી ગઈ ત્યારથી આપત્તિના માર્મિક સૂચનો પણ અહીં જોવા મળે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને લોકભોગ્ય પ્રધાનોની વાત કરીને સ્પષ્ટ કર્યા છે. એમાં એમની પદાર્થને પ્રગટ કરવાની વિશેષ ક્ષમતાના દર્શન થાય છે, સમગ્ર પ્રવચનો દરમ્યાન એક ભાવવિશ્વ ઉપાશ્રયમાં નિર્માણ થતું હતું. જિનશાસનની ગૌરવવંતી પ્રણાલિકા મુજબ ચતુર્વિધ સંઘ વિનયપૂર્વક પૂજ્યશ્રી પાસે જિનવચન સાંભળવા આવે અને પૂજ્યશ્રી પરમકરૂણાથી પ્રભુના વચનો સ્વપરના હિતાર્થે ફરમાવે એ દૃશ્યનું સ્મરણ પણ મનને આનંદ આપે છે. મુનિરાજશ્રી મુક્તિદર્શનવિજયજી માત્ર યોગની રૂચિવાળા જ નથી, લાલચુ પણ છે. તેઓશ્રીના હૃદયમાંથી યોગદૃષ્ટિની સમજ આપતી ગંગા જૈનનગરના ચાતુર્માસમાં પાટ ઉપરથી અસ્મલિત રીતે વહી રહી હતી ત્યારે તે ગંગાનીરને પોતાની ગાગરમાં ઝીલવા અનેક પુણ્યાત્માઓએ પ્રયત્ન કર્યો હતો. હા,... તેમાં મુનિરાજશ્રીના પ્રવચનોથી પોતાના જીવનને કૃતકૃત્ય માનતી ગુરૂશિષ્યાની બેલડીએ પણ તે ગંગાનીરને પોતાની ગાગરમાં ઝીલ્યું હતું. આ ગંગાનીરનો આસ્વાદ શું અમે એકલા જ લઈશું? ના... ના.. તેવું તો કેમ બની શકે ? સૌ જીવો તેનો રસાસ્વાદ ચાખી પોતાના જીવનને ધન્ય બનાવે એવી એક માત્ર પરાર્થકરણની ઉદાર ભાવનાથી જ્યારે શ્રી સંઘના આગેવાન ભાઈઓએ તેમને પુસ્તકરૂપે છપાવવાની વિનંતિ કરી ત્યારે તેઓના વચનને સહર્ષ ઝીલી, અન્ય કાર્યોને ગૌણ કરી, આને જ મુખ્ય બનાવી અંતરનાં ઉમળકાથી પોતાની ગાગરને આ પુસ્તકરૂપી પ્યાલામાં સપ્રેમ ઠાલવી છે. પ્રસ્તુત પ્રવચનોને પોતાની ગાગરમાં ભરી તેનું જનસમૂહને ઉદાર હાથે દાન કરનાર આ ગુરૂ-શિષ્યાની બેલડી જૈનશાસનમાં વિદુષી સાધ્વીશ્રી મયૂરકળાશ્રીજી મ. તથા નંદિયશાશ્રીજી મ. ના નામે પ્રસિદ્ધ છે. આ ગુરૂશિષ્યાની બેલડીએ ચાતુર્માસ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 398