Book Title: Yog Mimansa
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 13
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૨૧ છે. ચરમાવર્તી હોવાથી વિશિષ્ટ યોગ્યતા પ્રાપ્ત થઈ છે, એથી ભદ્રક પરિણતિમાન અપુનબંધક-મિથ્યાદૃષ્ટિનું મોક્ષના ઉદ્દેશથી સેવાતું દ્રવ્યાનુષ્ઠાન પણ ભાવનું પ્રાપક હાઈ શિવરાજર્ષિની જેમ રેગ્ય છે. અચરમાવર્તમાં અનામેંગે યા તે વિષર્યાસે જે અનુકાનનું સેવન કરવામાં આવે, તે અનુષ્ઠાન મૂખ્યતયા લોકાનુષ્ઠાન યા તે “આઘાનુષ્ઠાન” કહેવામાં આવે છે. એમાં પણ ભવાભિનંદી જે ક્રિયા કરે, તે તે ગની વિધિની જ હોય છે. આ જ કારણે અચરમાવર્તને ધર્મની દષ્ટિએ બાલ્યકાળ કહેવાય છે. એમાં અનંત વાર પણ કરાતી ધર્મક્રિયા તુચ્છ અને નિષ્ફળ માનવામાં આવી છે. જે દ્રવ્યક્રિયા તુરછ માની કાયકલેશજનિક માની છે તે અચરમાવતની સમજવી, જ્યારે ચરમાવત એ ધર્મ માટે નવનીતકલ્પ છે અને “વૈવનકાળ છે. એમાં આચરાતા અનુષ્ઠાને અપુનબંધકાદિદ્વારા વિશેષ જ્ઞાન નહિ હોવા છતાં મુક્તિના કારણ બની જાય છે, કારણ કે એ અનુષ્ઠાને ભાવાનુષ્ઠાનના કારણ બને છે. એથી જ એ દ્રવ્યરૂપ છતાં તુચ્છ નથી, કિન્તુ આદરણીય છે. એથી જ ભાવાજ્ઞાના પાલનની વાસ્તવિક ગ્યતા સમ્યકત્વ લાભનંતર હોવા છતાં કારણરૂપે અપનબંધકાદિમાં પણ માનવામાં આવેલ છે. દ્રવ્યાનુષ્ઠાનના પ્રધાન-અપ્રધાન બે ભેદ છે. ભાવના કારણને પ્રધાન દ્રવ્યાનુષ્ઠાન કહેવાય છે, જ્યારે અંગારમÉકાદિ અચરમાવર્તીનું દ્રવ્યાનુષ્ઠાન ભાવનું કારણ નહિ હોવાથી અપ્રધાન અર્થમાં દ્રવ્ય છે. આ અપ્રધાનતા “મgયોગ સર્વ' એ નિયમાનુસાર સમજવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27