Book Title: Yog Mimansa
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 25
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૩૩ તેની શ્રદ્ધા, તદુનુસાર પાપનું અકરણ તથા શુભાનુષ્ઠાનનું કરણ. આવા બેધિપ્રધાન જીવને “બાધિસત્વ કહેવાય છે. આ રીતિએ પ્રથમ કાળમાં ચિત્તથી અને શરીરથી પાપાચરણ થતું તે દૂર થઈ જ્યારે માત્ર કાયાથી જ પાપાચરણ થવા માંડ્યું અને ચિત્તથી મુક્તિની અભિલાષા તથા પાપ પ્રત્યે ધૃણા જારી રહી, ત્યારે પરિણામે કાયાથી પણ પાપાકરણને નિયમ આવી જાય; એટલે ચિત્ત અને શરીર ઉભયથી પણ પાપાચરણ થાય નહિ. જે સમયે દુઃખથી ઉદ્વેગ હોતું નથી, સુખમાં સ્પૃહા હોતી નથી, પણ માત્ર કર્મવિપાકના જ્ઞાનપૂર્વક સર્વત્ર રાગદ્વેષરહિત યા તે અહંભાવ કે મમતારહિત “સમભાવ વિદ્યમાન હોય છે. આવી સ્થિતિવાળા જીવને “સ્થિતપ્રજ્ઞ” કે “સમાહિતસત્ત્વ પણ કહેવામાં આવે છે. આ જીવ સમતામાં અને સ્થિરતામાં દઢ બની એ સંસ્કારથી વાસિત થાય છે, કે જેથી એના પ્રભાવે વૈરિઓનું વૈર નિવૃત્ત થાય છે, ક્રમશઃ એના સર્વ આવરણને વિલય થાય છે તથા “પરમતત્ત્વને સાક્ષાત્કાર થાય છે; જે સમયે એને કૈવલ્યમુક્ત' યા તે વિદેહી કિંવા “જીવનમુક્ત” કહેવાય છે. એ પરમતત્વને સાક્ષાત્કાર ઔપાધિક ગુણના વિષયાનંતર થાય છે. મતિ, કૃતાદિ ગુણે પણ પાધિક ગુણે છે, કારણ કે-આવરણના સર્વથા વિલયજન્ય નથી, અતઃ આત્માના સ્વભાવભૂત નથી, પરંતુ ક્ષાપશમિક હાઈ વિભાવરૂપ છે. એથી જ એવા ગુણોના વિષયાતર જ પરતત્ત્વ કિંવા જગને સાક્ષાત્ આવિષ્કાર થાય છે. એ આવિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27